The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 9

ભરૂચ જિલ્લો બન્યો યોગમય

ભરૂચ જિલ્લા કક્ષાના આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને પદાધિકારીઓએ યોગ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ગુજરાત યોગ બોર્ડના સ્વયંમ સેવકો, સંસ્થાઓ, એનજીઓ અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જોડાઈને યોગ કર્યા હતા.


આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભારતીય સંસ્કૃતિની ધરોહર અને વારસાને જીવંત રાખવા, યોગાસન અને તેનાથી થતાં ફાયદાઓ વિશે વધુમાં વધુ નાગરિકો જાગૃત્ત થાય,યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી. ભરૂચમાં આજ ઉદ્દેશ્ય સાથે જિલ્લાકક્ષાએ તેમજ જિલ્લાની તમામ નગર પાલિકાકક્ષાઓ,તાલુકાકક્ષાએ વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગની ઉજવણી કરાઇ હતી.
આ તબક્કે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા,જિલ્લા પ્રાયોજના વહીવટદાર યોગેશ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા,R.A.C એન. આર. ધાંધલ,અને વિવિધ સંસ્થાઓ,શાળાઓના યોગ સાધકો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

વટ સાવિત્રીના વ્રતની ભરૂચમાં ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી

ભરૂચના વિવિધ મંદિરો,વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી.
શાસ્ત્રો મુજબ, વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે.

આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઇને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. વટના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે આથી અત્યંત ભક્તિ ભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે.


શાસ્ત્રો મુજબ, વટના(વડ) વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ(વડ)ના વૃક્ષ પાસે જઇને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. વટ(વડ)ના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે ,તેવી પણ માન્યતા છે.આથી અત્યંત ભાવપૂર્વક આ પૂજન સૌભાગ્યવંતી સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે.

NEETની પરીક્ષા ફરીથી લેવાની માંગ સાથે ભરૂચ કલેકટરને અપાયું આવેદન

આમ આદમી પાર્ટી ભરૂચ ના પ્રમુખ પીયુષ પટેલ દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને NEETની પરીક્ષા ફરીથી લેવાની માંગ સાથે આવેદન પાઠવાયું હતું.

જેમાં ઉલ્લેખાયા મુજબ જે દિવસે NEETની  પરીક્ષા હતી એ જ દિવસે બિહારમાં NEETનું પેપર લીક કરનારાઓની ધરપકડ કરાઈ હતી અને FIR માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પટનાની એક હોસ્ટેલમાં અનેક વિધાર્થીઓને અગાઉથી જ પ્રશ્નપત્ર મળી ગયું હતું. આ પ્રશ્નપત્ર આ ટોળકી પાસે કેવી રીતે પહોંચ્યું ? એક સાથે 67 વિધાર્થીઓને 720 માંથી 720 માર્ક્સ કેવી રીતે મળી શકે ? આ 67 માંથી ઘણા બધા વિદ્યાર્થીઓ તો એક જ સેંન્ટરના છે. આ પરીક્ષામાં સાચા જવાબ બદલ 4 ગુણ મળે છે અને ખોટા જવાબ બદલ 1 ગુણ કાપી લેવામાં આવે છે.તો કોઈ વિદ્યાર્થીને 718 કે 719 ગુણ કેવી રીતે મળી શકે ?

ગોધરામાં આનાથી પણ વધુ આશ્ચર્યજનક ઘટના બની છે. અહીં વ્યવસ્થા એવી હતી કે પૈસાના આધારે. આખું સેન્ટર વેચાઈ ગયું. NEETનું પરીક્ષા કેન્દ્ર ગોધરાની જલારામ સ્કૂલમાં હતું. આ સેન્ટરમાં 30 વિદ્યાર્થીઓને ખોટી રીતે પરીક્ષા આપવામાં આવી રહી હતી. અહીં માત્ર ગુજરાતના સ્થાનિક વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, ઓરિસ્સા, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોના વિદ્યાર્થીઓ પણ અહીં આવ્યા હતા.

હવે કોઈ પણ વિદ્યાર્થી પોતાનું રાજ્ય છોડીને ગુજરાતના ગોધરામાં આવેલા આ કેન્દ્ર પર જઈને પરીક્ષા શા માટે આપવા આવે ? જો ગોધરાના એક સેન્ટર પર આ સેટિંગ થઈ શકે, તો આ સેટિંગ દેશના કોઈ પણ સેન્ટરમાં થઈ શકે.આવા તો અસંખ્ય વ્યાજબી અને તાર્કિક સવાલો આ પરીક્ષાના આયોજન અને પરિણામ ઉપર ઉભા થઇ રહ્યા છે.

આ ઉપરાંત, NTA દ્વારા જેટલી પરીક્ષાઓ લેવાય છે એમાં પણ દર વર્ષે કઈ ને કઈ ગેરરીતિઓ સામે આવે જ છે. ટેકનીકલ એરર, છેલ્લી ઘડીએ પરીક્ષાનું સેંન્ટર બદલી નાખવું, પરીક્ષા અલગ વિષયની અને એમાં પેપર અલગ વિષયનું આવવું, વગેરે જેવી ગેરરીતિઓ હવે જગજાહેર છે જે બતાવે છે કે આટલી ગંભીર અને મોટી પરીક્ષાઓનું આયોજન કરવા માટે NTA સક્ષમ નથી.

અંકલેશ્વર અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર લોકોને બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતાં લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની બુમો ઉઠવા પામી હતી.

અંકલેશ્વર જીઆઈડીસીમાં કેમિકલ નિકાલના ભૂતિયા કનેક્શન બાદ ગેસ ગળતરની અવાર નવાર ફરિયાદો ઉઠી રહી છે.ત્યારે ગતરોજ મોડી રાતે અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતાં દોડધામ મચી જવા પામી હતી.

ગેસ ગળતરને પગલે લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉઠવા પામી હતી.આ અંગેની જાણ ફાયર વિભાગ અને જીપીસીબીને થતાં બંને ટીમો સ્થળ પર દોડી આવી હતી અને ફાયર ફાયટરોએ ગેસ લીકેજ બંધ કરવાની તજવીજ હાથધરી હતી.જોકે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.હાલમાં તો સલ્ફર ટ્રાયોકસાઈડ ગેસ SO3 લીક થયો હોવાનું પ્રાથમીક અનુમાન સેવાઈ રહ્યું છે.

ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબ ભરૂચની S.M.C.P સંસ્કાર વિદ્યાભવન ખાતે શરૂ થશે

ભરૂચની હોમી લેબ અને એસ.એમ.સી.પી સંસ્કાર વિદ્યાભવન ઝાડેશ્વર ખાતે સંસ્કાર ભારતી ટ્રસ્ટના ફ્યુચર ઝોનમાં ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબનું તારીખ-14મી જૂનના રોજ જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને હોમી લેબના ફાઉન્ડર રિજનપાલ સિંહના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે.

જે ફ્યુચર ઝોનની અદ્યતન વિશેષતાઓ અને શૈક્ષણિક સંભાવનાઓ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,વર્ચ્યુયલ રિયાલીટી થકી ભવિષ્યની સફર કરાવવા સાથે સ્પેશમાં વર્ચ્યુઅલી લઈ જવામાં આવશે જે સહિતની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઇ હતી.જેમાં શાળાના આચાર્ય શૈલજા સિંહ અને હોમી લેબના આગેવાનોએ પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી.

આ પત્રકાર પરિષદમાં પત્રકારો અને શાળાના ટ્રસ્ટી તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ લેબનો તમામ શાળાના બાળકો,યુવાનો,વાલીઓ અને વિદ્યાર્થીઓ લાભ લઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,વર્ચ્યુયલ રિયાલીટી થકી ભવિષ્યની સફર કરી શકશે.

કાશ્મીરમાં હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો અને હત્યાના વિરોધમાં ભરૂચ કલેકટરને અપાયું આવેદન

કાશ્મીરના રિયાસીમાં હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો અને હત્યાના વિરોધમાં રાષ્ટ્રીય બજરંગ દળ ભરૂચ દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદન પાઠવાયું હતું.

જેમાં જણાવાયું કે જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર થયેલા આતંકવાદી હુમલામાં 10 શ્રદ્ધાળુ મુસાફરોના મોત થયા છે અને 32 યાત્રાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આતંકવાદીઓ ભારતમાંથી આવેલા હિન્દુ તીર્થયાત્રીઓ પર હુમલો કરે છે.આ હુમલો એ સ્પષ્ટ સંકેત છે કે આજે પણ હિન્દુ ધાર્મિક યાત્રાળુઓ સુરક્ષિત નથી. ભૂતકાળમાં પણ આવી જ ઘટનાઓ બની છે.

મણિપુરની હિંસા, વધતી જતી આતંકવાદ, પંજાબમાં આતંકવાદ અને જમ્મુ રિયાસીની તાજેતરની ઘટનાથી આ સ્પષ્ટ થાય છે. દેશમાં આતંકવાદીઓનું મનોબળ વધી રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે. ઈન્ટરનેશનલ હિંદુ કાઉન્સિલ/રાષ્ટ્રીય બજરંગ દળ આ ઘટનાથી દુઃખી અને ગુસ્સે છે, જેથી હિંદુઓની સુરક્ષાને લઈને ચિંતિત થઈ કેન્દ્ર સરકારે જમ્મુ રિયાસીના મૃતકો અને ઘાયલોને યોગ્ય ન્યાય આપવો જોઈએ અને આ ઘટનાને અંજામ આપનારા આતંકવાદીઓની ઓળખ કરવી જોઈએ.ફાંસીની સજા લાદવી જેથી દેશમાં આતંકવાદની ઘટનાઓને રોકી શકાય અને આતંકવાદીઓને આ દેશમાંથી પ્રતિબંધિત કરવામાં આવે. આ સાથે જ મૃતક શ્રદ્ધાળુઓના પરિવારજનોને 50-50 લાખ રૂપિયા અને ધાર્મિક શ્રદ્ધાળુઓ સહિત ઘાયલોને 10 લાખ રૂપિયા આપવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ પણ ઈન્ટરનેશનલ હિંદુ કાઉન્સિલ/રાષ્ટ્રીય બજરંગ દળ ભરૂચ જિલ્લા દ્વારા કરવામાં આવી હતી.

ભરૂચમાં વ્યાજખોરોના મળતીયાઓએ યુવાનને નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ફેંક્યો..!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ભડકોદરામાં રહેતા રાજુ શાહુ નામના ઇસમને ભરૂચ નજીક નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવાનને નદીમાં ફેંકી દેવાયો હોવાની વિગતો બહાર આવી છે વ્યાજખરોના મળતીયાઓએ યુવાનને વ્યાલે લીધેલ પૈસા પરત ન આપતા નદીમાં ફેંક્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના ભડકોદરામાં રહેતા રાજુ શાહુ નામના ઇસમને ભરૂચ નજીક નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. યુવાનની બાઇક બ્રિજ પર સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જોતા તેણે તાત્કાલિક સ્થાનિકોને મદદ માટે બોલાવ્યા હતા અને યુવાનને નદીમાંથી બહાર કાઢ્યો હતો.આ અંગે યુવાનના આક્ષેપ અનુસાર તેણે એક ઇસમ પાસે વ્યાજે રૂપિયા લીધા હતા. જેની ઉઘરાણી માટે વ્યાજખોરના મળતિયાઓએ તેને બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધો હતો.2 કલાક સધી નદીમાં પાઇપ પકડીને તેણે પોતાનો જીવ બચાવ્યો હતો.

આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.હાલ યુવાનની ઉલટ તપાસ પણ પોલીસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવ બાબતે પ્રાથમિક તપાસ કરતાં બનાવની વિગત ખોટી હોવાનું જણાય આવેલ છે. આ યુવાને જાતે જ ટરકટ રચી  જાતે જ નદી મા કુદ ગયો હોવાની હકીકત પોલીસને આપેલ પોતાના નિવેદન માં જણાવેલ છે. વધુ વિગત તપાસ પુર્ણ કર્યા બાદ જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાશેનું જાણવા મળી રહ્યું છે.

પાલેજમાંથી નશાકારક કફ સીરપના મોટો જથ્થા સાથે ૨ ઝડપાયા

ભરૂચ પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના આધારે પાલેજ પોલીસને મહત્વની સફળતા મળી છે. જેમાં ભરૂચની પાલેજ પોલીસે નશાકારક કફ સીરપનું ગેરકાયદેસર વેચાણ કરતા ૨ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રૂપિયા 75000 હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ભરૂચ પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના આધારે પાલેજ પોલીસને મહત્વની સફળતા હાંસલ થઈ છે. પાલેજ પોલીસના સૂત્રોને માહિતી મળી હતી કે પાલેજના જહાંગીર પાર્કમાં કેટલાક ઈસમો ગેરકાયદેસર કફ સીરપનું વેચાણ કરી રહ્યા છે. જેના આધારે પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડા પાડ્યા હતા જ્યાં પોલીસને મકાન અને દુકાનમાંથી નશાકારક કફ સીરપની 510 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે આ મામલામાં જહાંગીર પાર્કમાં રહેતા રિઝવાન પટેલ અને સુરતના વેર રોડ પર રહેતા ભાવેશ ખીજડીયાની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે રૂપિયા 75,990નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ કફ શિરપ તેઓ ક્યાંથી લાવ્યા હતા તે સહિતની વિગતો મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ કસક ઓવારા નજીકથી એકા તરૂણનો મૃતદેહ મળ્યો

ભરૂચ ના ગુરુદ્વારા કસક ઓવારા પાસે નદી ના પાણી માં એક અજાણ્યા આશરે ૧૩ થી૧૪ વર્ષના તરૂણનો મૃતદેહ પાણી માં તરતી હાલત માં સ્થાનિકોએ જોતા સ્થાનિકો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી હતી.

જેથી ધર્મેશ સોલંકી અને તેની ટીમે સ્થળ પર પહોંચી નદીના પાણી માંથી મૃતદેહને બહાર કાઢયો હતો. જે બાદ ધર્મેશ સોલંકી એ આ ઘટનાની જાણ પોલીસને કરતા,પોલીસ ટીમ પણ દોડી આવી હતી.પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી મૃતકના વાલીવારસો તેમજ યુવક કોણ છે ની તપાસ હાથ ધરી છે.હાલમાં ચાલી રહેલી અસહ્ય ગરમીમાં ઠંડક મેળવવા માટે અનેક લોકો નદી-નાળામાં નાહવા માટે પડતા હોય છે. જેમાં અમુક વખતે ઊંડા પાણીનો ખ્યાલ નહિ આવતા પાણીમાં ડૂબી જવના પણ બનાવો નોંધાતાં હોય છે.ત્યારે આવો જ એક બનાવ ભરૂચના કસક ગુરુદ્વારાના નર્મદા નદીના ઓવારા પાસે બન્યો હતો.જેમાં ગતરોજ એક અંદાજીત 13 થી 14 વર્ષીય સગીર નર્મદા નદીમાં નહાવા પાડયો હતો.જે અચાનક ઊંડા પાણીમાં ગરક થઈ જતા ડૂબી ગયો હતો.

ભરૂચ વિપક્ષની મુહિમ રંગ લાવી: ફાટા તળાવ,ઢાલ થી મોહમ્મદપુરા વચ્ચે નો રસ્તો બનતા ખુશહાલી

ભરૂચના શ્રવણ ચોકડીના ઉપર બની રહેલ ફ્લાય ઓવરના કારણે ટ્રાફિક સમસ્યામાં એકા એક વધારો થવા પામ્યો હતો.જેને પગલે વાહન ચાલકો ને ભરૂચ શહેર નો મોહમ્મદપુરા રોડ નું ઉપયોગ કરવાની ફરજ પડતી હતી.આ માર્ગ સાંકડો હોવાથી વાહન ચાલકો આવાજાહી માટે ભારે ટ્રાફિક નો સામનો કરી રહ્યા હતા.બીજી તરફ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હતા.આ સમસ્યાને ધ્યાને લઇ નગરપાલિકા વિપક્ષ દ્વારા ભરૂચ ધારાસભ્ય સહીત નગરપાલિકાના સત્તાધીશો ને માર્ગ પહોળો કરવા માટે અસરકારક રજૂઆત કરી હતી.

ટ્રાફિક સમસ્યાની ગંભીરતા ને ધ્યાને લઇ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ,કારોબારી અધ્યક્ષ સહિત ની નગરપાલિકા ની ટીમે વિપક્ષ નેતા સમશાદ સૈયદ તેમજ સભ્યો સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા,ઈબ્રાહીમ કલકલના ઓને સાથે રાખી ટ્રાફિકવાળા માર્ગનું નિરીક્ષણ કર્યું હતુ.અને સદર માર્ગ ને પહોળો કરવા મંજૂરી આપી હતી.આ સાથે માર્ગ પર રહેલ દબાણ સહીત નડતર રૂપ વીજ પોલને હટાવવા આદેશ કર્યો હતો.

નગરપાલિકા ની હકારાત્મક ભૂમિકા ને પગલે ગત રોજ મોડી રાત સુધી રોડની કામગીરી કરાતા વાહન ચાલકોમાં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.આ માર્ગ પર થી ટ્રાફિક સમસ્યા નું નિરાકરણ થતા વિપક્ષે ભરૂચ ના ધારાસભ્ય અને નગરપાલિકા તંત્ર નો આભાર માન્યો હતો.

error: Content is protected !!