The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 8

ઝઘડીયામાં પ્રેમ સબંધમાં લગ્નની ના પાડતા થયેલ હત્યાના બે આરોપી ઝડપાયા

ગત તા- ૦૭/૦૧/૨૦૨૫ ના રોજ સાંજના સમયે અનિલભાઇ નટવરભાઇ વસાવા રહે, નવી નગરી ઝઘડીયાના બાઇક લઇ ઝઘડીયા બજારમાં શાકભાજી લેવા ગયેલ તે ઘરે પરત આવેલ ના હોય તેને કોઇ અજાણ્યા
આરોપીએ કોઇ કારણસર કુંવરપુરા ગામની સીમમાં ગળુ દબાવી મુઢ માર મારી હત્યા કરેલ હોય જે
બાબતે મરણ જનારના પિતા નટવરભાઇ ભીખાભાઇ વસાવા રહે, ઝઘડીયા નવી નગરી તા-
ઝઘડીયા જી- ભરૂચએ ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી હતી.
ઉપરોકત હત્યાના આ બનાવની ગંભીરતા જાણી ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ ખુનના ગુનામાં સંડોવાયેલ આરોપી પકડી પાડી વહેલી તકે વણશોધાયેલ ખુનનો
ગુનો શોધી કાઢવા સારૂ જરૂરી સુચનાઓ આપી હતી.
જે અંનુસંધાને ઝઘડીયા ડીવીઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક
ડો.એ.જે.સિસારાએ ઝઘડીયા પોલીસ સ્ટેશન તેમજ એલ.સી.બી ભરૂચના
અધિકારી/કર્મચારી નાઓની અલગ-અલગ ટીમો બનાવી તેમજ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી
જરૂરી માર્ગદર્શન આપી ભરૂચ એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળા તેમજ
ઝઘડીયા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર એન.આર.ચૌધરીએ ટીમો સાથે સ્થળ વીઝીટ કરી
ગુનાવાળી જગ્યાના આસપાસના સી.સી.ટીવી ફુટેજ, ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજંસથી
અલગ અલગ થીયરીના આધારે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી હતી.
આ તપાસ દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે પોલીસ ટીમને બાતમી મળેલ કે, કુંવરપુરા ગામની સીમમાં
થયેલ હત્યાના ગુનામાં ઝઘડીયા નવી નગરી ખાતે રહેતો આકાશભાઇ અશોકભાઇ વસાવા તથા રાજપારડી નવી નગરી ખાતે રહેતો સંદીપભાઇ સુરેશભાઇ વસાવાનાઓ સંડોવાયેલ છે.
જે બાતમી આધારે બન્નેવ ઇસમોને ઝડપી પાડી તેઓને ઝઘડીયા પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી આ
બાબતે ઝીણવટપુર્વક પુછપરછ કરતા બંન્નેવઆરોપી ભાંગી પડેલ અને તેઓ બન્નેએ
કબુલાત કરી હતી, જેમાં આરોપી આકાશ અશોક વસાવાએ જણાવેલ કે, અમારી નવી નગરીમાં રહેતો મારો
ખાસ મિત્ર અનિલ નટવરભાઇ વસાવાને મારી કૌટુંબિક બહેન સાથે પ્રેમ સંબંધ હોય અને તે મારી
બહેન સાથે લગ્ન કરવા તૈયાર ના હોય જેથી મે મારા મિત્ર સંદીપભાઇ સુરેશભાઇ વસાવાને આ
બાબતની જાણ કરી મે આ અનિલ વસાવાને ફોન કરી કુંવરપુરા ગામની સીમમાં ખેતરમાં બોલાવી
હું તથા મારો મિત્ર સંદીપભાઇ વસાવાએ આ અનિલ વસાવાને મુઢ માર મારી ગળું દબાવી હત્યા
કરેલ હોવાની હકીકત જણાવેલ જેથી બન્નેવ આરોપીઓને ખુનના ગુનાના કામે અટક કરી ઝઘડીયા
પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ ઝઘડીયા પોલીસ ચલાવી રહી છે.

 

અંકલેશ્વરમાં નર્સિંગના વિવિધ કોર્ષની જાહેરાત ખોટા દસ્તાવેજ બનાવી છેતર્પીંડી કરતી મહિલા ઝડપાઇ

અંક્લેશ્વર શહેર બી ડીવીઝ્ન પોલીસે નર્સિંગના કોર્ષના ઓથા હેઠળ ખોટા દસ્તાવેજો નો ઉયોગ કરી વિવિધ વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરી હોવાની પોલીસ ફરીયાદ નોંધાવા પામતા પોલીસે એક્ષનમાં આવી છેતરપીંડી કરનાર મહિલાની અટક કરી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ટીમે આ ઘટનામાં  આરોપી ચેતનાબેન ઉફે સોનું નામદેવરાવ શંકરરાવ નવગીરેની અટકાય કરી છે.આ આરોપી ચેતનાબેન દ્વારા ફરીયાદી તથા ફરીયાદી સાથેની અન્ય વિદ્યાર્થીનીઓ પાસેથી ફી તથા જેની સ્કોલરશીપ આવી ગઇ હોય તેના રૂપિયા ઉપડાવી લઇ પોતાની પાસે લઇને કોર્ષ પુરો નહીં કરાવી તથા ફરીયાદીને કોઇ સર્ટીફીકેટ કે માર્કશીટ નહી આપી ફરીયાદી તથા ફરીયાદી સાથેના વિદ્યાર્થીનીઓ ઘોરણ ૧૦ તથા ૧૨ ની અસલ માર્કશીટ તથા સ્કુલ છોડયા અંગેની અસલ સર્ટી, બેંક પાસબુક તેમજ ત્રણ કોરા સહીવાળા ચેક તેઓની પાસે જ જમા રાખી ફરીયાદી તથા ફરીયાદી સાથેની અન્ય વિદ્યાર્થીનીઓ સાથે ઠગાઈ કરી હતી.

આરોપી ચેતનાબેને એંજલ કોમ્યુનિટી કોલેજના નામનો નર્સિંગની પ્રત્યક્ષ તાલીમ માટેનો ખોટો દસ્તાવેજ બનાવી તથા દસ્તાવેજ ખોટો હોવાનુ જાણવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરીયાદી તથા સાહેદો સાથે છેતરપીંડી કરી ગુનો કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આરોપી ને ઝડપી પાડી કાયદેસર કરવા સાથે અન્ય વિદ્યાર્થીનીઓ કે જેણે નર્મદા પેરામેડિકલ નર્સિંગ કલાસીસ સીગ્નેચર કોમ્પ્લેક્ષ અંકલેશ્વરમાં એડમીશન લીધેલ હોય તેમને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરવા તાકિદ કરી છે.

અમદાવાદમાં નાચગાન સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ

અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગોત્ત્સવનો પ્રારંભ થયો છે. 47 દેશના પતંગબાજોએ પતંગોત્ત્સવમાં ભાગ લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગમહોત્ત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજથી 14 જાન્યુઆરી સુધી પતંગોત્ત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગમહોત્ત્સવમાં 47 દેશના 143 પતંગબાજો ભાગ લેશે જ્યારે ગુજરાતના 417 પતંગ રસિયા પણ જોડાયા છે.દેશના 11 રાજ્યમાંથી 52 પતંગ રસિયાઓએ પણ ભાગ લીધો છે. કેનેડા, ફ્રાન્સ,ઇજિપ્ત, જર્મની, બેલારૂસ, કોલંબિયા, બ્રાઝિલ, ઇઝરાયેલ, બાલીમાંથી પણ પતંગબાજો આવ્યા છે.પતંગ મહોત્ત્સવમાં અલગ અલગ પ્રકારના પતંગે આકર્ષણ જમાવ્યું છે. સુરતના પતંગ બાદ નગર દેવી ભદ્રકાળી અને HMPV વાયરસને લઇને પણ પતંગ તૈયાર કરવામાં આવ્યો છે. વાયરસ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે તેમજ નગર દેવી લોકોને વાયરસથી બચાવે તે હેતુથી આ પતંગને તૈયાર કરવામાં આવ્યો છે.
આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસેડર્સ આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે. આ વર્ષે કુલ 11 જેટલા દેશોના એમ્બેસેડર ગુજરાત આવ્યા છે. ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાતને ઓળખ મળી છે. અમદાવાદ, નડિયાદ, ખંભાત તેમજ સુરત કાઈટ મેન્યુફેક્ચરીંગના હબ બન્યા છે. એટલું જ નહિ, આજે દેશના પતંગ માર્કેટમાં 65 ટકા હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતમાંથી દર વર્ષે પતંગો અમેરિકા, યુ.કે., કેનેડા જેવા દેશોમાં એકસપોર્ટ પણ થાય છે.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના પાઠ થશે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ પણ આયોજીત કરવામાં આવી છે. આ ઉપરાંત નાઈટ કાઈટ ફાઇલિંગ, સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ, પતંગ વર્કશોપ, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, રિફ્રેશમેન્ટ સ્ટોલ પણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે. લોકો માટે આંતરરાષ્ટ્રીય પ્રસંગ મહોત્સવમાં કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી નથી.

સુપ્રિમ કોર્ટનો પ્રોપર્ટી માલિકીહક્ક ચુકાદો અતિ મહત્ત્વપૂર્ણ

અચલ એટલે કે સ્થાવર મિલકતના મામલામાં સુપ્રિમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. જેની અસરો ખૂબ જ વ્યાપક રીતે જોવા મળશે. પ્રોપર્ટીના માલિકીહક્ક અંગે આ ચુકાદામાં સ્પષ્ટતાઓ કરવામાં આવી છે, જેને કારણે અચલ મિલકતના ટ્રાન્સફર કેસમાં વચેટિયાઓની આપોઆપ બાદબાકી થઈ ગઈ.
લાખો એવી સ્થાવર મિલકતો હોય છે જેમાં પાવર ઓફ એટર્ની અથવા વીલ દ્વારા મિલકતનો કબજો અન્ય વ્યક્તિને ટ્રાન્સફર થતો હોય છે. આ રીતે મિલકત ટ્રાન્સફર થવા માત્રથી મિલકત કબજેદારને મિલકતનો માલિકી હક્ક મળી જશે નહીં. આ મિલકતનું સેલ ડીડ એટલે કે વેચાણ કરાર સરકારમાં રજિસ્ટર્ડ થશે પછી જ મિલકતધારકને તે મિલકતનો માલિકી હક્ક પ્રાપ્ત થઈ શકશે.
સુપ્રિમ કોર્ટમાં જસ્ટિસ બી.વી.નાગરત્નાના વડપણ હેઠળની ખંડપીઠે આ સ્પષ્ટતાઓ કરી છે. ખંડપીઠે કહ્યું: 1882 ના ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની સેકશન 54ની જોગવાઈ મુજબ પ્રોપર્ટી ટ્રાન્સફર ફક્ત રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ દ્વારા જ થઈ શકે. અદાલતે સ્પષ્ટ કર્યું કે, સંપતિનું પઝેશન લઈ લેવા માત્રથી તે સંપત્તિનો માલિકીહક્ક પ્રાપ્ત થઈ જતો નથી. ઉલ્લેખનિય છે કે આ મામલે જોગવાઈ છે કે, રૂ. 100 કે તેથી વધુ મૂલ્યની કોઈ પણ અચલ સંપત્તિનું વેચાણ પણ ત્યારે જ માન્ય ગણાશે જ્યારે આ વેચાણ રજિસ્ટર્ડ દસ્તાવેજ દ્વારા કરવામાં આવ્યું હોય. એ પણ નોંધનીય છે કે, હાલની વ્યવસ્થાઓમાં મિલકતોનો કબજો પાવર ઓફ એટર્ની અને વીલ દ્વારા પણ અન્ય વ્યક્તિઓને આપવામાં આવતો હોય છે, આમ કરવાથી તે મિલકતનો માલિકીહક્ક પ્રાપ્ત થઈ શકે નહીં.

ભરૂચ સબજેલ પાછળ આવેલું મેદાન ખુલ્લું રાખવા બે સગી બહેનો વડોદરાથી સાયકલિંગ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સબજેલ પાછળ આવેલું એકમાત્ર રમત-ગમતનું ખુલ્લું મેદાન ફક્ત રમત-ગમત માટે ખુલ્લું રાખવાના વિરોધમાં બે નેશનલ લેવલની ભરૂચની ખેલાડી બહેનોએ વડોદરાથી સાયકલિંગ કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમની સાથે સ્થાનિક રહીશો પણ જોડાયા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે,ભરૂચ સબજેલની આવેલી ખુલ્લા મેદાનનો વિવાદે સપાટી પર ફરી માથુ ઉચક્યું છે. આ મેદાનમાં સબજેલ પ્રશાસન દ્વારા તેના પર બાંધકામ કરવા સાથે અમુક દબાણમાં આવતા મકાનો તોડવા માટે નોટિસ આપ્યા બાદ વિવાદ વકર્યો હતો. જેને લઈને સ્થાનિકોએ અગાઉ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી. તેમ છતાંય આ અંગે કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતા ભરૂચના સંતોષી વસાહતના હબીબ પાર્કમાં રહેતી અને હાલમાં વડોદરામાં સ્થાયી થયેલી નેશનલ સ્કેટિંગ અને ટેનિસ રમતી ખેલાડી લાયબખાન પઠાણ અને લારૈબખાન પઠાણ બે સગી બહેનો પણ આજ મેદાન પર રમીને આજે નેશનલ લેવલ પર રમી રહી છે, પરતું જિલ્લામાં રમત ગમત માટે કોઈ સુવિધાઓ ન હોવાથી હાલમાં વડોદરામાં રહીને રમત-ગમત ક્ષેત્રે આગળ વધી રહી છે.

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ઢોલ-નગારા-તાંસા અને ડી.જેના સથવારે “જય જગન્નાથ”ના નારા સાથે ભરૂચ શહેરમાં બે સ્થળોએથી દબદબાભેર કાઢવામાં આવી હતી.

ભગવાન જગન્નાથજી તેઓના જયેષ્ઠ ભ્રાતા બલરામ તથા બહેન સુભદ્રા આજે રથ ઉપર સવાર થઈ નગરચર્યાએ નીકળ્યા હતા.ગુજરાતમાં અનેક સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે તેમ દબદબાભેર ભરૂચ શહેરમાં અપનાઘર સોસાયટી નજીકની આશ્રય સોસાયટી સ્થીત જગન્નાથ મંદિરેથી ભરૂચમાં વસતા ઉડિયા સમાજ દ્વારા તો ફૂરજારોડ પર આવેલ પૌરાણિક જગન્નાથ મંદિરેથી ભોઇ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. જે ભરૂચ શહેરના વિવિધ માર્ગો પર ‘જય જગન્નાથ’ના નારા સાથે ફરી હતી. નગરચર્યાએ નીકળેલ ભગવાન જગન્નાથજીના શ્રધ્ધાળુઓ દ્વારા ઠેરઠેર વધામણા સાથે ફૂલોથી સ્વાગત કરાયું હતું.ભગવાન જગન્નાથજીને વધાવવા તેમજ તેમનો રથ ખેંચવા ભક્તોમાં ભારે હોડ જામી હતી.

ભરૂચ અપનાઘર સ્થીત જગન્નાથજી મંદિરેથી ભવ્ય રથમાં ત્રણેવ પ્રતિમાઓને વાજતેગાજતે આરૂઢ કરાયા બાદ ભગવાનના શણગાર પછી મહાનુભવો દ્વારા ભગવાનની આરતી બાદ રથયાત્રા બપોરે શરૂ કરાઇ હતી.તો ભરૂચના ફૂરજા વિસ્તારના પૌરાણિક જગનાથજી મંદિરે સાંજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા દબદબાભેર ૩ રથમાં કાઢવામાં આવી હતી.ભગવાન જયારે શહેરના વિવિધ માર્ગો પર નગરચર્યાએ નીકળ્યા ત્યારે વાતાવરણ અલ્હાદક બન્યું હતું. સમગ્ર ભરૂચ શહેરના માર્ગો ભક્તોથી ઉભરાયા હતા. આ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જિલ્લા પ્રશાસન તરફથી ગોઠવાયો હતો. ભાવિક ભક્તોએ આસ્થાભેર ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ભરૂચ જિલ્લાવાસીઓ આજે જગન્નાથ મય બની ‘જય જગન્નાથ’ના નારા સાથે ઝુમી ઉઠી ભગવાનના વધામણા લીધા હતા.

ભરૂચમાં ૧૭મી સદીમાં નર્મદાના પવિત્ર કિનારે ફુરજા બંદર પાસે ભગવાન જગન્નાથજીનાં મંદિરનું નિર્માણ કરાયું હતું. મંદિરની સ્થાપના અંગે ભોઈ જ્ઞાતીના અતિ વયોવૃધ્ધો પાસેથી મળતી માહિતી મુજબ, ફુરજા બંદર પર વર્ષોથી ભોઈ સમાજના લોકો મજુરી તથા અન્ય કામ કરતા હતા. અહી વિશાળ સાગર જેવો માતા નર્મદાનો પ્રવાહ વહેતો હતો.

અમદાવાદની યાત્રા માટે ભરૂચનાં ખલાસીઓએ રથ બનાવ્યા હતા.દેશ–વિદેશ ના મોટા મોટા વાહનો અહી લાંગરતા હતા. ફુરજા બંદરે ભોઈ લોકો કામ કરતા અને બપોરના સમયે હાલ જયાં જગન્નાથજીનું મંદિર છે ત્યાં ભોજન બાદ આરામ કરતા હતા. ઓરિસ્સાથી આવતા જહાજોમાં ત્યાંથી મજુરો તથા વેપારીઓ ભરૂચ આવતા હતા. તેઓના સંપર્ક માં ભોઈ સમાજનાં લોકો પણ આવ્યા. શ્રધ્ધાળુઓએ ભેગા થઈ એવું વિચાર્યું કે, આપણે જ્યાં આરામ કરીએ છીએ ત્યાં એક મંદિર હોય તો વધુ સારું જેથી સવારે અહીં દર્શન કર્યા બાદ લોકો પોતાના કામે લાગી જાય.

ઓરિસ્સાવાસીઓની મદદથી ભોઈ જ્ઞાતીના લોકોએ અહી  મંદિર બનાવવાનું નક્કી કર્યું. તે સમયે આ ફુરજા વિસ્તારનો કાદવ ( માટી) ઉચા પ્રકારનો હતો. અહી નાળિયેરનો વેપાર ધમધોકાર ચાલતો હોવાથી નાળિયેરના છોડા (રેસા) ના મિશ્રણમાંથી ભગવાન જગન્નાથજીની મૂર્તિ બનાવવામાં આવી. ભગવાન બલરામ, બહેન સુભદ્રા તથા ભગવાન શ્રી કૃષ્ણની  પ્રતિમા  તૈયાર થઇ અને પછી ત્યાં મંદિર બનાવવા માં આવ્યું ત્યારથી ભરૂચમાં ભોઇ સમાજ દ્વારા દર અષાઢી બીજે જગન્નાથપુરીની જેમ રથયાત્રા નીકળે છે.

આદિવાસી પટ્ટાના વિવિધ પ્રશ્નો અંગે ભરૂચ આમ આદમી પાર્ટીએ કરી રજૂઆત, સાત દિવસમાં કાર્યવાહી નહીં થાય તો જનતા રેડની ચીમકી

ભરૂચ જિલ્લામાં આદિવાસી પટ્ટા ઉપર શિડયુલ વિસ્તારમાં 73એએની જમીનો પર ગેરકાયદેસર ચાલતા સ્ટોન,કવોરી-કસર રેતીની લીઝો,રેતીના સ્ટોકના ઢગલાઓ,સિલિકા પ્લાન્ટોની તપાસ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી સાત દિવસનો કાર્યવાહી કરવાની માગ કરાઈ હતી.

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના કાર્યકરોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,ઝઘડીયા, નેત્રંગ, તાલુકો શિડયુલ વિસ્તારમાં આવે છે. અહી 73 એએની જમીનો ટ્રાન્સફરો, NA કે ભાડા પેટે કરીને પચાવી પાડી,ગેરકાયદેસર રીતે સ્ટોન કવોરી,કસરો ચલાવવામાં આવે છે.નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની પરવાનગી કે એન્વાયરમેન્ટ ક્લીયરન્સ સર્ટીફીકેટો પણ ન હોવા છતા ગેરકાયદેસર પરવાનગી ની જગ્યા છોડી,સરકારી પડતર ગૌચરો, જંગલની જગ્યાઓ પર ખોદકામ કરવામાં આવે છે.જેના કારણે પાણીના સ્તર ઊંડા જાય છે.ખેતીના પાકો થતા નથી, લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે.જેને તાત્કાલિક અસરથી બંધ કરાવવુ જોઈએ.

સાથે ઝઘડીયા તાલુકામાં 73 એએની જમીનો પર ચાલતા સિલિકા પ્લાન્ટ,રેતી લીઝો અને રેતી સ્ટોરેજના ઢગલાઓ કરવામાં આવેલા છે.જેના કારણે સામાન્ય લોકોને હેરાન થવું પડે છે.રોયલ્ટીની ચોરી થતી હોવાથી સરકારને પણ નુકશાન થાય છે.ભરૂચ જિલ્લાની ઝઘડીયા,અંકલેશ્વર,પાનોલી, દહેજ GIDCની કંપનીઓમાં સરકારની ઔદ્યોગિક નીતિ પ્રમાણે 80% જેટલા સ્થાનિક લોકોને કાયમી રોજગારી આપવાની જોગવાઈ છે તેમ છતાંય સ્થાનિકો નોકરી નહિ લેવામાં આવતા અથવા જો લેવામાં આવે તો સારી જગ્યા પર મુકવામાં આવતા નથી એમનું શોષણ કરવામાં આવે છે.

ભૂસ્તર, ખાણ-ખનીજ વિભાગ, સ્ટોન કવોરી, ફર્સર, રેતી લીઝ ધારકો પાસેથી મોટી રકમની ઉંઘરાણી કરવામાં આવતી હોવાના કારણે જ બે-રોક ટોક આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ચાલી રહેલા છે.જેમાં સરકાર અને અહીના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ અને ભૂ માફિયાઓના પાપે, નિર્દોષ લોકોએ જીવ ગુમાવે છે.જેથી આવેદનપત્ર આપીને યોગ્ય તપાસ કરી અને જો કાર્યવાહી કરવામાં ન આવે તો, દિન-7 પછી, આ તમામ જગ્યાએ જનતા રેડ કરીને જવાબદાર લોકોને ખૂલ્લા પાડવાના કામ જનતા કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે એક આવેદનપત્ર આપવામાં આવ્યું અને જેમના મકાનો તૂટે છે તેઓએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.તો કલેકટર ઓફિસ તરફથી સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની બાહેધરી પણ આપવામાં આવી છે.

 

બનાવની વિગત એવી છે કે ગઈકાલે તારીખ ૨૦/૦૬/૨૦૨૪ ના રોજ બપોરે ૧૨.૦૦ વાગ્યાના સોમવારે જેલ પ્રશાસન તરફથી પોલીસ બંદોબસ્ત સાથે ભરૂચ મહંમદપુરા વિસ્તારમાં જેલની બાજુમાં આવેલા ભરૂચ નગર યોજના નંબર-૩ ના અંતિમ ખંડ નંબર ૯૪-૯૫ ઉપર દિવાલ બનાવવા માટે લાઈન દોરી કરવામાં આવેલ. તે સમયે લાઈન દોરી કરતી વખતે સંતોષી વસાહતના મકાન નંબર ૧૫૪/૨ થી ૬૫/૧ સુધીના ૧૦-મકાનોને એવી ધમકી આપવામાં આવી કે તમારા મકાનો નો અમુક હિસ્સો અમે બુલડોઝર લઈને તોડવા આવીશું તો તમો ઘર ખાલી કરી આપજો.

કોઈપણ જાતની નોટીસ વગર આ મકાનો ના રહીશોને મકાનો તોડવાનું અલ્ટીમેટમ અપાતા સંતોષી વસાહતના મકાન ધારકો હતપ્રભ થઈ ગયા છે, ડરી ગયા છે અને કલેક્ટર પાસે એમના તૂટતા મકાનો બચાવવાની ગુહાર લઈને પહોંચ્યા હતા.જ્યાં કલેક્ટર ઓફિસમાં આર.ડી.સી. ધાંધલે તેઓને શાંતિથી સાંભળ્યા અને યોગ્ય તપાસ કરી ઘટતું કરવા બાહેધરી આપતા હાલા મામલો થાળે પડયો છે.

૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઝઘડિયા કોર્ટ સંકુલમાં ઉજવણી કરવામાં આવી

૨૧ મી જૂન વિશ્વ યોગ દિન નિમિત્તે વિશ્વભરમાં તેની આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે અને ઠેર ઠેર તેની ઉજવણી થાય છે, યોગ દ્વારા માનસિક શાંતિ પ્રાપ્ત થતી હોય છે, આજે માનવીનું જીવન ઘડિયાળના ટકોરા મુજબ સમયબદ્ધ ચાલી રહ્યું છે અને તેને લઈને જીવનમાં મોટો સમય વ્યસ્ત રહેતો માનવી માનસિક શાંતિ ઈચ્છતો હોય છે, ત્યારે આ માનસિક શાંતિ યોગ દ્વારા મેળવી શકાતી હોય છે, આપણો ઇતિહાસ પણ કહે છે કે આપણા પ્રાચીન ઋષિમુનિઓ પણ જીવનમાં યોગને મહત્વ આપતા હતા.

ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયાની કોર્ટ ખાતે પણ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આ ઉજવણી પ્રસંગે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી એચ.એસ પટેલ તથા જ્યુડિશિયલ ફ.ક મેજિસ્ટ્રેટ જે.ટી પટેલ, ઝઘડિયા કોર્ટનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં વકીલ મંડળ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ખુબ ઉત્સાહ પૂર્વક યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચમાં સગા બાપેજ દીકરીને બનાવી હવસનો શિકાર…!

ભરૂચ જિલ્લાના એક પોલીસ મથકમાં સગી દીકરી ભોગ બનનારે સગા બાપ ઉપર ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી છે જેમાં સગા બાપે જ પોતાની જ દીકરી ઉપર વારંવાર બળજબરી પૂર્વક દુષ્કર્મ કરી ગર્ભપાત પણ પડાવી નાની ઉંમરમાં જ કોઈપણ જાતના લગ્ન કરાવ્યા વિના બીજે છોકરા સાથે રવાના કરી દેતા અને સગીરા પરત આવતા સગા બાપે ફરી વારંવાર બળાત્કાર ગુજારતા અને સગા બાપ થકી સગી દીકરી ગર્ભવતી બનતા આખરે સાવકી માતાની હિંમતથી પીડિતાએ ભરૂચ પોલીસ મથકમાં સગા બાપ સામે બળાત્કાર અપહરણ પોકસો અને બાળ લગ્ન એક્ટ હેઠળ સગા બાપ સહીત પત્ની બનાવીને રાખનાર યુવક સામે ફરિયાદ નોંધાવી છે.

ભરૂચના પોલીસ મથકમાં ભોગ બનનાર પીડીતાએ નોંધાવેલ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, ગત વર્ષ 2022 ના 10મા મહિનામાં ફરિયાદીને તેના પિતા પાલક માતા સાથે બનતું ન હોય અને તે સમયે ફરિયાદીને હવસખોર પિતા તેના મૂળ વતન મધ્યપ્રદેશ રહેતા જ્યાંથી તેમની સાથે ફરિયાદી તેણીની પાલક માતા ભરૂચ ખાતે રહેતી હતી અને ફરિયાદીના પિતાના બીજા બાળકો અટાલી ખાતે અભ્યાસ કરતા હતા.

દરમિયાન પિતા નરાધમ ફરિયાદીને અમદાવાદથી મહેસાણા વચ્ચે કોઈ જગ્યાએ કડિયા કામની મજૂરી માટે લઈ ગયેલા અને ત્યાં એક મહિના જેટલો સમય પતરાના ઝૂંપડામાં રોકાયા હતા અને તે સમયે સગા પિતાએ જ રાત્રિના સમયે સગી દીકરી ફરિયાદી ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ કરી તેણીને ધમકી આપી હતી કે તું કોઈને આ બાબતે કહીશ તો તને જીવતી નહીં રહેવા દઉં જેથી સગી દીકરી ડરી ગઈ હતી અને સતત અલગ અલગ રાત્રીએ સગા પિતાએ ૮ થી ૧૦ વખત સગી દીકરી ઉપર દુષ્કર્મ આચરી દીકરીને ગર્ભવતી કરી હતી.જ્યારે નરાધમ પિતાને ખબર પડી કે દીકરીના પેટમાં ગર્ભ રહી ગયો છે તો તેણે પુરાવાનો નાશ કરવા માટે નજીકમાંથી દેશી ઝાડના મૂળિયાની દવા પીવડાવી દીકરીનો ગર્ભ પડાવ્યો હતો.

પિડિતાની ફરિયાદમાં એવા પણ આક્ષેપ કરાયા છે કે, તેના બળાત્કારી સગા પિતા મજૂરી કામ કરવા માટે વડોદરા ખાતે એકલા જતા રહેલ અને તેના થોડા દિવસ પછી તેના પિતા પાલક માતા સાથે જામદા ખાતે ફરિયાદી તથા તેની સાવકી માતાને લેવા માટે આવતા ફરિયાદી વડોદરા ખાતે આવી હતી.જ્યાં તેઓ વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી સરકારી મકાનમાં વડોદરા ખાતે ભાડેથી રહેતા હોય ત્યાં પણ ૧૫થી વધુ દિવસ સુધી ફરિયાદી રોકાયેલ અને તે સમયે પણ પાલક માતા રસોડાના કામ કરવા માટે રાત્રીએ બહાર જતા જ સગી દીકરીનો એકલતાનો લાભ લઇ હવસખર પિતાએ સગી દીકરી સાથે શારીરિક સંબંધ બાંધતા ફરી દીકરીને ગભૅ રહી ગયો હતો.જે વાત છુપાવવા માટે સગા બાપે સગીર વયની દીકરી હોવા છતાં તેને દાહોદના સતીશ નરપત મેડાને બોલાવી સગી દીકરીની સાથે કોઈપણ જાતના લગ્ન કરાવ્યા વિના જ પત્ની તરીકે રવાના કરી હતી અને સતીશ મેડા પણ સગીર વયની દીકરીને પત્ની બનાવીને રાખતો હતો.

સમગ્ર પ્રકરણનો ભાંડો તો ત્યારે ફૂટ્યો જ્યારે મધ્યપ્રદેશ ખાતે ફોઈના છોકરાના લગ્નમાં ફરિયાદી આવી હતી.દરમિયાન લગ્નમાં પિડિતાને તેની પાલક માતા સાથે ભેટો થયો અને ભોગ બનનાર ફરિયાદીએ સગા બાપે કરેલું કૃત્ય સાવકી માતાને કહેતા જ સૌપ્રથમ સાવકી માતાની પગ તળેની જમીન ખસી ગઈ હતી અને તેઓ અનુભવ કર્યો હતો.જે બાદ ફરિયાદી થોડા દિવસ માટે સાવકી માતાના ઘરે ભરૂચ આવી હતી અને ત્યારેપણ સતત અલગ અલગ દિવસે સગા બાપે જ દીકરી ઉપર બળાત્કાર કર્યો હતો.

સાવકી માતા ભરૂચની હોસ્પિટલમાંથી નોકરી કરી પરત ઘરે આવી તે દરમિયાન ભોગ બનનાર ઘરમાં રડી રહી હતી અને રડતી દીકરીને સાવકી માતાએ પૂછ્યું શું થયું કેમ રડે છે અને સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો. જેમાં સગો બાપ જ પોતાની હવસ પોતાની સગી દીકરી ઉપર સંતોષી રહ્યો હોવાની વાત સાવકી માતા અને દીકરીએ પોતાના નરાધમ બાપને કહેતા જ ઉશ્કેરાયેલા બાપે સાવકી માતા અને ભોગ બનનાર દીકરીને ઢોર માર મારી અને અંતે સગીરાના પેટમાં જે ગર્ભ છે તે પણ તેના બાપ થકી જ હોવાનો ખુલાસો થતા આખરે સાવકી માતાની હિંમતથી સગી દીકરીએ ભરૂચના પોલીસ મથકમાં પહોંચી નરાધમ સગા બાપ સામે તથા જે યુવકે ભોગ બનનારને નાની ઉંમરે લગ્ન વિના પત્ની બનાવી હતી તેની તથા સગા બાપ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પણ બંન્નેવ નરાધમો સામે બળાત્કાર પોકસો અપહરણ અને બાળ લગ્ન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

error: Content is protected !!