The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 33

પ્રથમવાર ઝઘડીયાથી કેસર કેરી સીધી પહોંચસે સાઉથ આફ્રિકાના બજારોમાં

ગુજરાતની મિઠી મધુર કેસર કેરી અત્યાર સુધી અન્ય રાજ્યોથી વિદેશોમાં નિકાસ કરવામાં આવતી હતી. જોકે સૌપ્રથમવાર આ સીઝનમાં  કેસર કેરી ઝઘડીયા તાલુકામાંથી સીધી સાઉથ આફ્રિકાના બજારોમાં મોકલવામાં આવી છે.

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામ નજીક આવેલા એ.બી.એન.એન ફ્રેશ પેક હાઉસના ડાયરેક્ટર નાગેન્દ્ર મિક્ષ્રાએ જણાવ્યું હતું કે ‍અત્રેના પેક હાઉસમાં કેરીઓના જથ્થાને ખુબજ જીવણટભરી રીતે પ્રોસેસ કરવામાં આવે છે.હાલ ભારતના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાંથી વિવિધ ખાણીપીણીની ચીજવસ્તુઓની વિદેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદની એક એકસ્પોર્ટર કંપની દ્વારા ગીરની જી.આઇ.ટેગ પ્રકારની કેસર કેરીનો જથ્થો અત્રે પ્રોસેસમાં આવ્યો હતો અને કેસર કેરીના જથ્થાને તબક્કામાં પ્રોસેસ કર્યા બાદ આ કેરીના જથ્થાને ઉચ્ચ ક્વોલિટીના પેકિંગમાં ભારત દેશથી સૌપ્રથમવાર સાઉથ આફ્રિકા મોકલવામાં આવ્યો છે.

ગુજરાતની કેસર કેરી દેશ વિદેશમાં પ્રખ્યાતછે અને તેની નિકાસ પણ સારી એવી થાયછે.ગુજરાતમાં દર વર્ષે ૩-૩.૫ લાખ ટન કેસર કેરીનુ ઉત્પાદન થાય છે.વેપારીઓ તેમજ નિકાસકારોના મતે કેસર કેરીના કુલ ઉત્પાદનમાંથી ૨૦-૨૫ % કેરી જાપાન,અમેરિકા,ગલ્ફના દેશો,યુરોપ,કેનેડા સહિતના દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

બે વર્ષના કોરોના કાળ દરમિયાન કાર્ગોના ભાડાનો વધારો,લોકડાઉન જેવી પરિસ્થિતિઓ ઉભી થતા કેસર કેરીની નિકાસ માટે કોઇ પુછપરછ કરતું ન હતુ. પરંતુ કોરોના કાળ બાદ હાલ કેરીની વિદેશોમાં માંગમાં વધારો નોંધાયો છે.

ભરૂચના વાગરામાં દરિયામાં ડૂબવાથી ૮ પૈકી ૬ના મોત

વાગરાના મૂલેર ગામે દરિયામાં ન્હાવા ગયેલ ગોહિલ પરિવારના ૬ સભ્યો ડૂબી જતા કરૂણાંતિકા સર્જાઇ હતી. જેમાં ભરતીના પગલે દરિયામાં ડૂબતા એકને બચાવવા જતા કુલ ૮ લોકો ડૂબી જતા સ્થાનિકો દ્વારા રેશ્ક્યુ કરાયા હતા. જેમાં ૬ લોકો મોતને ભેટ્યા હતા.

વાગરા લુકાના ગાંધાર નજીક સમુદ્ર કિનારે વેકેશનની મજા માણવા ગયેલા બે પરિવારોને સમુદ્રની ભરતીના સ્વરૂપમાં કાળ ભરખી જતા ૩ નાના બાળકો સહીત ૬ લોકોના મોત નિપજ્યા હતા.જેમાં અમાસ હોય દરિયામાં ભરતીના પાણી અચાનક આવી જતા એકને બચાવવા જતા કુલ ૮ જેટલા લોકો ડૂબવા લાગ્યા હતા હતા. આ ઘટનામાં બાળકો સહિતનાને રેશ્ક્યુ કરી સારવારા અર્થે ભરૂચ બરોડા હાર્ટ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.જ્યાં હાજરા તબીબે ૬ લોકોને મૃતા જાહેરા કર્યા હતા જ્યારે અન્ય બેની હાલત પણ નાજુક હોય તેમની સારવાર આરંભાઇ હતી.

ઘટનાની જાણ થતાં જ વાગરાના ધારાસભ્ય સહિત પોલીસ અધિક્ષક લીના પાટીલ અને પોલીસ કાફલો હોસ્પિટલ ઉપર પહોંચ્યો હતો. અને ધારાસભ્ય અરૂણસિંહે તબીબોને સારવાર હેઠળના બે જીવ બચાવવા એડીચોટીનું જોર લવાવાની તાકીદ સાથે મૃતકોના પરિવારજનોને દુ:ખની લાગણી સાથે સાંત્વના પાઠવી હતી. ઘટનાના પગલે ભરૂચની હોસ્પિટલમાં કલ્પાંતના દ્રશ્યોએ કઠણ હ્રદયના માનવીઓની પણ આખો ભીંજવી દીધી હતી. સારવાર માટે લવાયેલા ૮ લોકો પૈકી ૬ લોકોએ  એકપછી એક જીવ ગુમાવતા ગમગીની ફેલાઈ હતી. આજે વાગરા તાલુકાના મુલેર ગામમાં આ કમભાગીઓની અંતિમવિધિ કરવામાં આવી હતી. જયાં મૃતકો ના પરિજનો સહિત આખુ ગામ હિબકે ચઢ્યું હતું.ભારે હૈયે મૃતકોને મુખાગ્ની અપાયો હતો.

ભરૂચ પોલીસ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર સાંજના સુમારે વાગરા તાલુકાના મુલેર ગામના બે પરિવાર વેકેશન હોવાથી બાળકોને ખંભાતના અખાત નજીક સમુદ્ર કિનારે ફરવા લઈ ગયા હતા. સાંજના સુમારે બાળકો કિનારે રમી રહ્યા હતા ત્યારે અમાસની ભરતી ચઢવા લાગી હતી. અચાનક ધસી આવેલા પાણીના કારણે બાળકો કિનારા તરફ પહોંચે તે પહેલા સમુદ્રએ બાળકોને તેમનામાં સમાવી લીધા હતા. આ બાળકોને બચાવવા માટે પરિવારના મોભીઓ પણ સમુદ્ર તરફ દોડ્યા હતા અને એક પછી એક ૮ લોકો સમુદ્રમાં સમાઈ ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી સમુદ્રમાંથી ૮ લોકોને બહાર કાઢ્યા હતા.

આ ગોઝારી દુર્ઘટનામાં ડૂબી જવાથી યોગેશ દિલીપભાઈ ગોહિલ(ઉ.વ. 19), તુલસીબેન બળવંતભાઈ ગોહિલ (ઉ.વ. 20), જાનવીબેન હેમંતભાઈ ગોહિલ(ઉ.વ. 05), આર્યાબેન રાજેશભાઇ ગોહિલ, રીંકલબેન બળવંતભાઈ (ઉ.વ.15) અને રાજેશ છત્રસિંહ ગોહિલ(ઉ.વ 38) ના મોત થયા છે.

ભરૂચમાં 95 વર્ષીય સ્વ જગુભાઈ બેલાણીનું નિધન થતાં કરાયું દેહદાન

સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ જે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન ,અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવા કાર્ય  કરી રહી છે તે અંતર્ગત આજરોજ 95 વર્ષીય સ્વ જગુભાઈ બેલાણી નું દુઃખદ નિધન થતાં તેમના પરિવારજનો ભરૂચ સ્થિત સુપુત્રી યાત્રીબેન અને મસ્કત સ્થિત સુપુત્રી આશાબેન અને ભરૂચ સ્થિત તેમના જમાઈ ડોક્ટર હિમાંશુભાઈ માલવણીયા દ્વારા સ્વ જગુભાઈનું દેહદાન કરવાનો નિર્ણય કર્યો અને સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજયભાઈ તલાટીનો સંપર્ક કર્યો .

સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા મૃતક ના દેહને પરિવારજનો ની હાજરીમાં યોગ્ય સન્માન આપી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહને ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ ખાતે મોકલવામાં આવ્યું .વર્ષ 2017 માં પણ આ પરિવાર દ્વારા ડોક્ટર હિમાંશુભાઈ માલવણીયા ના પિતા સ્વ ચંપકલાલ માલવણીયા નું દેહદાન કરવામાં આવ્યું હતું .

આ સેવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજયભાઈ તલાટી , જીતેન્દ્ર પટેલ ગીરીશભાઈ પટેલ ,ગૌતમભાઈ મહેતા, વિનોદભાઈ જાદવ હાજર રહ્યા હતા અને સેવાયજ્ઞ સમિતિ દ્વારા એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવી હતી . પરમ કૃપાળુ પરમાત્મા સદગતની આત્માને શાંતિ આપે ઓમ શાંતિ શાંતિ શાંતિ અને પરિવાર દ્વારા જે આ સેવાકીય કાર્ય થઈ રહ્યું છે તેને સમાજ સત સત વંદન કરે છે

આજે ભરૂચના ગોલ્ડનબ્રીજનો 143 માં વર્ષમાં પ્રવેશ

142 વર્ષથી ભરૂચ અને અંકલેશ્વરને જોડતો 2.80 લાખ રીવેટ, 850 ગર્ડર અને 25 સ્પામ ઉપર ટકેલો ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ નવો 4-લેન બ્રિજ બની ગયા બાદ પણ વાહન વ્યવહાર માટે અવિરત અડીખમ રહી ધમધમી રહ્યો છે.

કોસ્મો પોલિટન કલચર ધરાવતું કાશી કરતા પણ ભારતની 8000 વર્ષ પ્રાચીન ભરૂચ નગરીની ઓળખ વેપારી બંદર તરીકે વિશ્વભરમાં હતી. નર્મદા કાંઠે પાઘડી આકરે વસેલા ભરૂચ અને સામે પાર અંકલેશ્વર નગરી વચ્ચે 150 વર્ષ પહેલાં લકડીયો પુલ અને ત્યારબાદ બ્રિટિશ રાજમાં ગોલ્ડનબ્રિજ અસ્તિત્વમાં આવ્યો હતો. સ્વતંત્ર ભારતમાં બ્રિટિશ રાજ બાદની સરકારોને ભરૂચ-અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજને સાકાર કરવામાં 43 વર્ષનો સમય લાગ્યો છે.

ગોલ્ડન બ્રિજની ડિઝાઇન સરજોન હોકશા દ્વારા બનાવી તેનું બાંધકામ ટી.વાઇટ અને જી.એમ.બેલી દ્વારા થયુ હતું. ચીફ રેસીડન્ટ એન્જિનિયર એફ.મેથ્યુ અને રેસીડન્ડ એન્જિનિયર એચ.જે.હારચેવ દ્વારા 7 ડિસેમ્બર 1877 ના રોજ બ્રિજ બાંધવાનું શરૂ કરી 16 મે 1881 નાં રોજ પૂર્ણ કરાયું હતું. નર્મદા બ્રિજ સૌપ્રથમ રેલવે માટે ખુલ્લો મુકાયો હતો. જે બાદ 1940 માં સિલ્વર જયુબલિ રેલવે બ્રિજનું નિર્માણ કરાતા ગોલ્ડનબ્રિજ પરથી વાહનવ્યવહાર શરૂ થયો હતો. બ્રિજનાં નિર્માણમાં તે સમયે સોનાની કિંમત જેટલો ખર્ચ થયો હોવાથી નર્મદાબ્રિજ ગોલ્ડનબ્રિજ તરીકે ઓળખાયો.

ભરૂચના ગોલ્ડનબ્રિજની સમાંતર નવો બ્રિજ રૂ.400 કરોડના ખર્ચે બે વર્ષથી કાર્યરત છે. નવા ફોર લેન બ્રિજ બાદ પણ ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ લાઇટ વાહનો માટે સતત કાર્યરત છે. નવા બ્રિજ બાદ ગોલ્ડનબ્રિજ ઉપરનું ભારણ ઘટતા તે હજી આગામી 20 વર્ષ સુધી વાહનો માટે ધમધમતો રહેશે તેમ નિષ્ણાંતો જણાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, એક સમયે બ્રિજમાં વપરાયોલા મૂલ્યવાન લોખંડ માટે તેને ઉતારી લઇ નાશ કરવાની વિચારણા કરાઇ હતી. 1965 અને 1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતને ઉત્તરથી દક્ષિણને જોડતો એકમાત્ર પુલ હતો. આજે 16 મે ગોલ્ડનબ્રીજ 137 માં વર્ષમાં પ્રવેશ કરી રહયો છે.

ચોરોએ ચોરીની અપનાવી નવી તરકીબ : મકાનની અંદર કશું હાથ નહિ લાગતા મોપેડની કરી ચોરી

ઝઘડીયા તાલુકાના નવાપોરા ગામે થોડા દિવસો પુર્વે એક મકાનની બહાર પાર્ક કરેલ ટીવીએસ જ્યુપિટર મોપેડની કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ઉઠાંતરી કરી પલાયન થઇ જવાની ફરિયાદ રાજપારડી પોલીસના ચોપડે નોંધાઇ હતી.

આ ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતુ કે ઝઘડીયાના નવાપોરા ગામે એક મકાનમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ મકાનમાં ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કર્યો હતો. પરંતુ મકાનમાંથી કોઇ કિમતી ચીજવસ્તુઓ હાથ નહિ લાગતા ચોરોએ નવી તરકીબ અપનાવી મકાનમાં મળી આવેલ ટીવીએસ જ્યુપિટર મોપેડની ચાવી મેળવી મોપેડ ચાલુ કરી ફરાર થઇ ગયા હતા.આ ગુના સંદર્ભમાં રાજપારડી પોલીસ મથકના પી.એસ.આઇ.એ ચોરોને શોધી કાઢવા ટીમની રચના કરી વધુ તપાસ હાથધરી હતી.

દરમિયાન આ બન્ને તસ્કરો ટીવીએસનુ મોપેડ લઇને અવિધા ગામ તરફથી રાજપારડી ગામ તરફ આવી રહ્યા છે, તેવી બાતમી પી.એસ.આઇ.ને મળતા બાતમી વાળા સ્થળે પી.એસ.આઇ.ના માર્ગદર્શન હેઠળ પોલીસના જવાનો પહોંચી ગયા હતા અને વોચ તપાસમાં હતા. ત્યારે ચોરી થયેલ ટીવીએસ જ્યુપિટર મોપેડ હંકારી લાવતા નવાપોરા ગામના નરેશ ગોવિંદ વસાવા અને શ્રવણ રામાભાઇ વસાવાને આ ચોરીના ગુના સંદર્ભે ઝડપી પાડી ટીવીએસ ઝ્યુપિટર મોપેડ ૬૯ હજાર રૂપિયાનું કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા ઝઘડીયાના પાણેથા નર્મદા કાંઠે સ્નાન કરવા કીડીયારૂ ઉભરાયું

ઝઘડીયા તાલુકાના પાણેથા નર્મદા કાંઠે અને વડોદરા જીલ્લાના દિવેર-મઢી કિનારે હજારો લોકો ઉમટી પડ્યાં

શાળાઓમાં ઉનાળુ વેકેશન અને કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા નજીકથી પસાર થતી નર્મદા નદીમાં સ્નાન કરવા લોકોનુ કીડીયારૂ ઉભરાયુ હતું. શાળાઓના ઉનાળા વેકેશનની ઉજવણી કરવા અને કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકોએ ઝઘડીયાના પાણેથા નર્મદા નદીના કાંઠે નર્મદા નદીમાં સ્નાન કરી મજા માણી હતી હાલ રાજ્યભરમાં ભારે ગરમીનો લોકો સામનો કરી રહ્યાછે ગરમીથી ત્રસ્ત થયેલા લોકો રાહત મેળવવા સ્વિમિંગ પુલો,પહાડોમાંથી વહેતા કુદરતી ધોધ,વન્ય વિસ્તારોમાં ફરી ગરમીથી રાહત લઇ રહ્યા છે.ત્યારે ભરૂચ,અંકલેશ્વર,તેમજ દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ હાલ ઝઘડીયાના પાણેથા નજીકથી વહેતી નર્મદા નદીમાં સ્નાન કરી ગરમીથી રાહત મેળવી મજા માણી રહ્યાછે. ઝઘડીયા તાલુકાના પાણેથા નજીકથી પસાર થતી નર્મદા નદીમાં હાલ ઉનાળાને લઇને પાણીની આવક ઘટી હોઇ ગરમીથી ત્રસ્ત બનેલા લોકોએ રીતસર પડાપડી કરી સ્નાન કરવાની મજા માણી હતી શાળાઓમાં ઉનાળુ વેકેશનની રજાઓના દિવસોમાં લોકો નર્મદા કિનારે બાળકો,વૃધ્ધો સહિત ઉમટી પડ્યા હતા અને કાંઠા વિસ્તારમાં મળતી મકાઇ,પાપટીના લોટની ઝ્યાફત માણી આનંદ મેળવ્યો હતો.

પાણેથા નજીકની નર્મદા નદીના કિનારે એક તરફ ઝગડીયા તાલુકાનો વિસ્તાર છે. ત્યાં ઝઘડીયા તાલુકાના લોકો તેમજ રાજપારડી,ઉમલ્લા,ઝઘડીયા,ભરૂચ,અંકલેશ્વર,તેમજ દક્ષિણ ગુજરાતના લોકો સ્નાન કરવા ઉમટ્યા હતા જ્યારે બીજી તરફ સામે પારના વડોદરા જીલ્લાના દિવેર ગામના મઢીના કિનારે પણ સેંકડો લોકો સ્નાન કરવા ઉમટી પડ્યા હતા નર્મદામાં સ્નાન કરવા આવતા લોકોની સંખ્યા વધુ હોઇ વાહનોના પાર્કિંગ એરીયામાં પણ વાહનોનો ખડકલો નજરે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભુતકાળમાં વડોદરા જીલ્લાની હદમાં આવતી નર્મદા નદીમાં સ્નાન કરતી વખતે કેટલાક લોકો ઉંડા પાણીમાં ડુબી જતા મોતને ભેટવાના બનાવો બન્યા હતા ત્યારે ભરૂચ તેમજ વડોદરા જીલ્લાના તંત્ર દ્વારા લોકોની સલામતી માટેના પગલા ભરવામાં આવે તે લોકહિતમાં યોગ્ય પગલુ લેખાશે.

ભરૂચ નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા નજીક ક્રેનમાં આગ

ભરૂચના ઝાડેશ્વરથી અંકલેશ્વરને જોડતા નેશનલ હાઇવે 48 ઉપર આજે સવારના સુમારે મહાકાય ક્રેનમાં એકાએક આગ ભભુકી ઉઠતા ભારે નાશભાગ મચી જવા પામી હતી. જોત જોતામાં આગ અને ધુમાડાના ગોટેગોટા નજરે પડતા ઉપસ્થિત રાહદારીઓએ ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને ક્રેન ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.

આ આગની ઘટનાને પગલે હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.જો કે ગણતરીના સમયમાં આગ કાબુમાં આવી જતા માર્ગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આગની ઘટનામાં સદનસીબે કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

વડોદરા પોલીસે બોગસ ડેથ સેર્ટિફિકેટ આપવા બદલ ભરૂચના ડો. સુનિલ શાહની કરી ધરપકડ

ભરૂચ ની શાહ નર્સિંગ હોમ ના ડો. સુનિલ શાહ ની વડોદરા ની ગોત્રી પોલીસે મરણનો ખોટો દાખલો આપવાના કેસમાં ધરપકડ કરી છે

વડોદરાના એસ.સી.આઈ.ઈન્ટરનેશનલ સિક્યુરીટી લિમિટેડના ડિરેક્ટર વિક્રાંત સુરેશભાઈ શુકલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પિતાના અવસાન બાદ માતાએ તમામ જવાબદારી સંભાળી લેતા વિક્રાંતના કાકા વિજય ચંદ્ર પ્રકાશ શુકલા(રહે. પંચમ ડૂપ્લેક્સ, સોમા તળાવ)ને આ વાત હજમ થઈ ન હતી. જેથી વિજય શુકલાએ પોતાના ભાઈની પત્ની હીરારાણી હોવાના ખોટા પુરાવા આપી કંપની વિક્રાંત અને વર્ષાબેનની જાણ બહાર પોતાના નામે કરાવી દીધી હતી.

વિક્રાંત શુકલા સહિત તેમની માતા વર્ષાબેને આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં ડો. સુનિલ પ્રફુલ્લચંદ્ર શાહ (રહે. શાહ નર્સિંગ હોમ, ભરૂચ) વિક્રાંતના કાકા વિજય શુકલાના કહેવા પર વિલાસપતિ તેમની હોસ્પિટલમાં મૃત્યુ પામ્પા ન હોવા છતાં મરણ જાહેર કર્યા હોવાનું સામે આવ્યું છે. જેના આધારે વિજય શુકલાએ ભરૂચ નગર પાલિકામાંથી મરણ દાખલો કઢાવ્યો હતો. એટલું જ નહિ પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, માત્ર વિલાસપતિ જ નહિ પરંતુ, હીરારાણીનો પણ મરણનો દાખલો ખોટી રીતે કઢાવવામાં આવ્યો હતો. જેથી આ મામલે ખોટું મરણ સર્ટિફિકેટ બનાવનાર ભરૂચના ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે.

બિહારથી શૂટર બોલાવી પિતાની હત્યાનો પ્રયાસ કરનાર પુત્ર સહિત ૩ બિહારના ૩ શાર્પ શુટરની અટકાયત

ગત તા.૧૧/૦૪/૨૦૨૩ ના રોજ ઝાડેશ્વર રોડ ઉપર આવીષ્કાર એપાર્ટમેન્ટની સામે આવેલ શિવશંકર નર્સરી તથા માટલાનો વેપાર કરતા વેપારી વહેલી સવારે નજીકમાં આવેલ ગાયત્રી ફ્લેટની પાછળ કુદરતી હાજતે ગયેલ. તે વખતે તેઓ ઉપર અજાણ્યા શાર્પ શુટરોએ હથીયારો વડે અંધાધુંધ ફાયરીંગ કરી, નાસી ગયેલ અને વેપારીને ગંભીર ઇજાઓ થતા પ્રથમ ભરૂચ બાદ વડોદરા સયાજી હોસ્પીટલમાં દાખલ કરેલ. આ બાબતે વેપારીના પુત્રએ જુની અદાવતમાં આયોજનબધ્ધ રીતે હુમલો થયાની શંકા વ્યકત કરી, ફરીયાદ આપતા ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાની કોશીશ, ગુનાહીત કાવતરૂ તથા આર્મ્સ એકટની સંલગ્ન કલમો મુજબ ગુનો રજેસ્ટર કરવામાં આવેલ હતો.

આ ગુનાની ગંભીરતા સમજી ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલે ગુન્હો શોધી કાઢી,તાત્કાલીક આરોપીઓને ઝડપી પાડવા નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ ભરૂચ તથા પોલીસ ઇન્સ્પેકટર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ,ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે.નાઓને સુચના આપેલ.

જે અનુંસંધાને એલ.સી.બી. તથા પોલીસ ઇન્સપેક્ટર ભરૂચ શહેર “સી” ડીવીઝન ભરૂચનાએ તાત્કાલીક ગુનાવાળી જગ્યાની વિઝીટ કરી,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે.ની અલગ અલગ ટીમો બનાવી રૂટ ઉપરના સી.સી.ટીવી ફુટેજ, ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સથી આરોપીઓનું પગેરૂ શોધી વર્ક આઉટ હાથ ધરી, પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સથી હકિકત જણાય આવેલ કે આ ગુનાને અંજામ આપવા આરોપીઓ બિહાર ખાતેથી આવેલ હતા અને ગુનાને અંજામ આપી પરત બિહાર જતા રહેલ છે અને હાલ આ શંકાસ્પદ આરોપીઓ બિહારના શિવહર શહેરમાં છે જે મુજબની હકિકત આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ તથા પોલીસ સબ ઇન્પેકટર ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમને તાત્કાલીક શિવહર (બિહાર) ખાતે મોકલી આપવામાં આવેલ. બિહાર ખાતે તપાસમાં ગયેલ ટીમને શિવહર (બિહાર) ટાઉનમાંથી આ ગુનાને અંજામ આપનાર શાર્પ શુટર ત્રણેવ આરોપીઓને ઝડપી પાડી, ગુના બાબતે પુછપરછ કરતા આરોપીઓએ સનસની ખેજ કેફીયત આપેલ કે ભોગ બનનાર માટલાના વેપારીનો પુત્ર લલન શાહ મિત્ર હોય તેને જણાવેલ કે પોતાના પિતા સાથે બે-ત્રણ મહીનાથી તકરાર ચાલે છે. જેથી ત્રણેવને પિતાનું કાસળ કાઢવા ભરૂચ બોલાવતા તેઓ ત્રણેવ ટ્રેન મારફતે ભરૂચ આવેલ અને લલન શાહે હોટલ ક્લાસિક ખાતે રોકાણની વ્યવસ્થા કરેલ અને આ ગુનાને અંજામ આપેલાની હકિકતની કબુલાત કરતા, શિવહર શહેરની સ્થાનિક કોર્ટમાંથી ટ્રાન્ઝીટ રીમાન્ડ વોરંટ મેળવી આરોપીઓને અત્રે ભરૂચ ખાતે લઇ આવી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

આ ગુનામાં શાર્પ શુટરો પકડાયા બાદ ફરીયાદ આપનાર પુત્ર લલન શાહ ઉપર પ્રબળ શંકા ઉપજેલ અને તેને ઝડપી પાડી ઊડાણપુર્વકની પુછપરછ હાથ ધરતા ફરીયાદી લલન શાહ પણ ભાંગી પડેલ અને ગુનાની કબુલાત કરતા જણાવેલ કે પોતાના પિતા સાથે નાણાંકીય લેવડ-દેવડ બાબતે તકરાર ચાલતી હતી જેથી આ આરોપીઓને ટીપ આપી બિહારથી ભરૂચ બોલાવેલ હતા અને ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક હોટલ ક્લાસિકમાં રહેવાની વ્યવસ્થા કરી આપેલ હતી અને પોલીસને શંકા ન જાય તેથી પોતે જાણી જોઇને જુની અદાવતનું કારણ બતાવી ફરીયાદ આપેલ હતી.

પોલીસ દ્વારા આ મુજબની કબુલાત કરતા ત્રણેવ શાર્પ શુટર તથા ભોગ બનનારના પુત્ર વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવેલ છે.

* પકડાયેલ આરોપીઓ:

(૧) નંદકિશોર ઉર્ફે રાકેશ ટુનટુન શાહ ઉ.વ.૨૨ રહેવાસી- શિવહર વોર્ડ નં-૩ ફતેહપુર રોડ થાના-વિષહરસ્થાન જી. શિવહર (બિહાર)

(૨) હરેઓમ કુમાર કમલકાન્તપ્રસાદ શાહ ઉ.વ.૧૮ રહેવાસી- શિવહર વોર્ડ નં-૩ ફતેહપુર રોડ થાના-વિષહરસ્થાન જી. શિવહર (બિહાર)

(૩) રામાશંકર ઉર્ફે અભયકુમાર શ્રીગણેશ શાહ ઉ.વ.૧૯ રહેવાસી- શિવહર વોર્ડ નં-૧૪ મોરારી ચોક થાના-કુંજ ગલી જી. શિવહર (બિહાર)

(૪) લલનકુમાર 5/0 રામઇશ્વર જેગબહાદુર શાહ ઉ.વ.૩૦ હાલ રહેવાસી-મકતમપુર આવીષ્કાર એપાર્ટમેન્ટની સામે તા.જી.ભરૂચ મુળ રહેવાસી-મથુરાપુર થાના શિવહર (બિહાર)

* પોલીસે કબ્જે કરેલ મુદામાલ:

(૧) દેશી બનાવટનો તમંચો નંગ એક કિ.રૂ.૫,૦૦૦/-

(૨) આરોપી નન્દકિશોરની અંગઝડતીમાંથી ટેકનો સ્પાર્ક 10 પ્રો કંપનીનો સ્માર્ટ ફોન કિ.રૂ.૫,૦૦૦/-

(૩) આરોપી હરિઓમની અંગઝડતીમાંથી એક લાવા કંપનીનો ક્રિપેડ મોબાઇલ કિ.રૂ.૫૦૦/-

(૪) આરોપી રામાશંકરની અંગઝડતીમાંથી એક ઓપો કંપનીનો સ્માર્ટ મોબાઇલ કિ.રૂ।.૫,૦૦૦/-

(૫) આરોપી લલન શાહની અંગઝડતીમાંથી એક સ્માર્ટ મોબાઇલ કિ.રૂ।.૫,૦૦૦/-

કુલ મુદામાલ કિ.રૂ.૨૦,૫૦૦/-

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સંપર્ક અને સંવાદ કાર્યક્રમ અંતર્ગત ભરૂચમાં

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ (20 એપ્રિલે) સવારે  ભરૂચ આવી પહોંચ્યા હતા. અને કાર્યકરો તથા જનપ્રતિનધિઓને સાથે સંપર્ક અને સંવાદ કાર્યકમ યોજાયો હતો.

ભરૂચ જિલ્લાના ભાજપ સંગઠન, આગેવાનો, પદાધિકારીઓ, જન પ્રીતિનિધિઓ, સંઘ પરિવાર, કાર્યકર્તાઓ અને સંકલન સમિતિની બેઠક અંતર્ગત  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે ભરૂચના પ્રવાસે આવયા હતા. જી.એન. એફ.સી ખાતે આગમન થયા બાદ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કાર્યકર્તા સંમેલન માં મુખ્યમંત્રી આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન, સંકલન સમિતિ, આગેવાનો, કાર્યકરો અને સંઘ પરિવાર સાથે સંવાદ તેમજ સંપર્ક કાર્યકમ માટે આગમન થયું છે.

સવારે 10.30 કલાકે જિલ્લા ભાજપ સંગઠન સાથે તેઓ એક થી દોઢ કલાક બેઠક યોજી હતી. જે બાદ મુખ્યમંત્રી જિલ્લાના જન પ્રતિનિધિઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિતના સાથે 45 મિનિટ સંવાદ માં જોડાયા હતા. સંઘ પરિવાર સાથે પણ મુખ્યમંત્રીનો સંવાદ યોજાયો. જે બાદ સંકલન સમિતિ સાથે રાજ્યના મુખ્યમંત્રી સંકલન બેઠક કરવાના છે.

error: Content is protected !!