The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ચેનલ નર્મદા દ્વારા મીટ વિથ સીનિયર સિટીઝન્સ કાર્યક્રમ યોજાયો

ચેનલ નર્મદા દ્વારા મીટ વિથ સીનિયર સિટીઝન્સ કાર્યક્રમ યોજાયો

0
ચેનલ નર્મદા દ્વારા મીટ વિથ સીનિયર સિટીઝન્સ કાર્યક્રમ યોજાયો

ભરૂચ શહેર અને જિલ્લામાં વિઝ્યુઅલ મીડિયામાં 20 ઓગસ્ટ,1998માં પદાર્પણ કર્યાના 24 વર્ષ પૂર્ણ થતાં 20 ઔગસ્ટ 2022 થી રજત જયંતિ વર્ષની ઉજવણીનો ચેનલ નર્મદાના સંચાલકોએ નીર્ધાર  કરી,જે સમાચાર દર્શકો અને પ્રસંશકો,સાથીઓએ સતત 24 વર્ષ સહયોગ,પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું,એમને આનંદ સહ બિરદાવવાનો અને જૂના સંસ્મરણો તાજ્જા કરી, ઋણ સ્વીકાર કરવાના નાનકડા પ્રયાસના ભાગ રૂપે ચેનલની લાંબી વ્યવસાયિક અને સમાજ સેવાની યાત્રા દરમ્યાન સફળ થયેલા કાર્યક્રમો પૈકી 25 કાર્યક્રમોને પુનઃ યોજવાનું બીડું ઝડપ્યું છે.જે પૈકી 15માં કાર્યક્રમ 11મી એપ્રિલ,2023 ને મંગળવારે રૂંગટા સ્કૂલના હોલમાં  “મિટ વિથ સિનિયર સિટીઝન્સ” નો કાર્યક્રમ યોજ્યો, જેમાં ભરૂચ સિનિયર સિટીઝન્સ ગ્રુપ ના 125 થી વધુ આદરણીય વડીલોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો.

આ કાર્યક્રમમાં વયસ્ક,અત્યંત અનુભવી એવા જુદા જુદા ફિલ્ડના મહાનુભાવો,વડીલોને એમના બચપણને યાદ કરાવવાનો સ્તુત્ય પ્રયાસ ઋષિ દવે અને જીગર દવે એ માનવીય કુકીઓ વડે ‘સાપ સીડી’ની રમત રમાડી ને સહુને બાળપણની યાદો તાજજી કરાવી.પ્રિન્ટેડ મોટી સાપ સીડી ના પોસ્ટર પર સશક્ત અને ઉત્સાહી 10 જેટલા વડીલો ને ‘કુકીઓ’ બનાવી પાસાઓ સાથે રમાડી-ચલાવીને બે વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા.

આ રમત માં 14 જેટલા વડીલો જેમાં સાધના બેન દેસાઈ,જ્યોતિબેન અમદાવાદી,શકુન્તલા બેન પટેલ,રમીલાબેન સોલંકી,ઊર્મિલાબેન શાહ,નયનાબેન ગાંધી,જ્યોતિબેન પરીખ,ભાનુબેન પટેલ,કીર્તિબેન મહેતા,ચંદુભાઈ ચૌહાણ,પ્રકાશ શાહ,નવીન શાહ,તરુણભાઈ ઠાકોર,પંકજભાઈ  વિગેરે જોડાયા હતા..આ રમત સ્પર્ધામાં પ્રથમ વિજેતા તરીકે તરુણભાઈ ઠાકોર આવ્યા જેમને પ્રથમ ઇનામ ઋષિ દવે દ્વારા સાપ સીડી ને ગેમ બોર્ડ આપવામાં આવ્યું.જ્યારે દ્વિતિય વિજેતા તરીકે જ્યોતિબેન પરીખને નરેશ ઠક્કર દ્વારા ફોટો ફ્રેમ આપવામાં આવી. સમય મર્યાદાના પરિણામે વધુ રમતો રમાડવી અશક્ય બનતા,અને વીજળી વિલન (અંધારપટે વડીલો નો કાર્યક્રમ ડિસ્ટર્બ કરતા) મોબાઇલની લાઈટો વચ્ચે  કાર્યક્રમને ટૂંકાવવાની અને પૂરો કરવાની ફરજ પડી હતી.માર્ચ મહિનામાં ભરૂચના આ સિટીઝન્સ ગ્રુપના જે પણ સભ્યોની બર્થ ડે આવતી હતી,એમનો ગ્રુપના નિયમ મુજબ કેક કાપીને બર્થ ડે સેરિમનીની ઉજવણી કરાઈ જેમાં ઉંમર ભૂલીને સહુએ એક સાથે મોબાઈલ કેન્ડલ લાઈટના પ્રકાશમાં હેપ્પી બર્થ ડે ની ગીત ગાઈને ઉજવણીમાં જોડાયા.

લાંબી લાઈનો અને અન્ય અગવડો અને અશક્ત શારીરિક પરિસ્થિતિ વચ્ચે પણ સાંહીઠી વટાવી ચૂકેલા એક એક નાના-મોટા વડીલોએ એકદમ સંયમ અને સ્વસ્થતા વચ્ચે ચેનલની ટીમને સંપૂર્ણ સહયોગ સાથે લાંબી લાઇન અને અંધારા વચ્ચે વિલંબ છતાં, નાનકડી પણ ફરિયાદ કર્યા વિના કાર્યક્રમને અંતરના ઊંડાણ અને આનંદથી માંણી જાહેર કાર્યક્રમો કે લગ્નોમાં થતી અંધાધૂંધીની કડવી યાદો તાજી કરાવવા વચ્ચે એક ઊંચા શુકુનની અનુભૂતિ કરાવી હતી અને ઉંમરની પરિપક્વતા અને પીઢતા નો બહોળો અનુભવ છલકાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!