ભરૂચ જિલ્લા અને શહેરી વિસ્તારોમાં આકરી ગરમીના કારણે કરફ્યુ જેવો માહોલ વર્તાય છે. રસ્તા ઉપર પણ માણસોની અવરજવર દેખાતી નથી પરંતુ આકરી ગરમીના કારણે જમીનમાં રહેતા સરીસૃપ પ્રાણી આકળ વિકળ થઈ બહાર આવતા દેખાઈ રહ્યા છે. ભરૂચના લુવારા ગામે  અજગર દેખાતા તેનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.

ભરૂચના લુવારા ગામે નર્મદાની કેનાલમાં હાલમાં ખેડૂતોને મળતા સિંચાઇના પાણીમાંથી એક સાત ફૂટનો અજગર દેખાયો હતો. આ અંગે ગામના સરપંચ સિરાજભાઈને જાણ થતાં તેમણે નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરીને જાણ કરતા જ તરત ટીમના સભ્યો જાહિદભાઈ, હિરેનભાઈ શાહ, રમેશભાઈ દવે તેમજ અન્ય સાથીઓ લુવારા પહોંક્યા હતા. તેમણે કેનાલમાંથી વહેતા પાણીમાં ઉતરીને અજગરને ઘણી જહેમત બાદ પકડીને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા ત્યારબાદ વન વિભાગનો સંપર્ક કરીને તેમને સાત ફૂટ લાંબો અજગર સોંપ્યો હતો.તો વન વિભાગા દ્વારા આ અજગરને વ્યવસ્થિત રીતે યોગ્ય સ્થળે છોડવાની કવાયત હાથધરી હતી.સાત ફૂટનો અજગરના રેસ્ક્યુ બાદ લુવારા ગામના સરપંચ અને નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેનભાઈ શાહ સહિતની ટીમનો આભારા વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here