ભરૂચ અને સુરત જિલ્લામાં હત્યા , મારામારી અને દારૂના વેપલાના અનેક ગુનાઓનો હિસ્ટ્રીશીટર બે-બે વાર જેલમાંથી પેરોલ લઈ ફરાર થી જતા ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે તેને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો છે. ઓળખ અને હકીકત છુપાવી દારૂના વેપલામાં સંડોવાયેલા હિસ્ટ્રી શીટર ગુનેગાર રાજીવ ઉર્ફે રાજુ બિહારી ઉર્ફે રાજેશ સુરંજનસિંગ રાજપુતને ભરૂચ પોલીસે નવસારી જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે.

આ શખ્શ બે-બે વાર જેલમાંથી પેરોલ મેળવી ફરાર થી ગયો હતો અને ગેંગ સાથે મળી ગુનાઓને અંજામ આપ્યો હતો. લાંબા સમયથી ફરાર રાજીવ ઉર્ફે રાજુ બિહારી ઉર્ફે રાજેશ સુરંજનસિંગ રાજપુતને ભરૂચ પોલીસે નવસારીથી ઝડપી પાડ્યો છે. આ આરોપી એક હિસ્ટ્રીશીટર ગુનેગાર છે જેણેપોતાની ગેંગ સાથે મળી હત્યાના બે ગુણ ઉપરાંત મારામારી અને પ્રોહીબીશનના અનેક ગુનાઓને અંજામ આપ્યો છે. આરોપી પાંચેક વર્ષ પહેલા ઝગડીયાની MTZ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ હતો. અહીં તેણે પોતાની ગેંગ સાથે મળી હત્યા કરી મૃતકની લાશ નાળામાં ફેંકી દીધી હતી.

ગુનામાં ભરૂચ સબ જેલ ખાતે મોકલવામાં આવેલ જેને તા.૧૦/૦૮/૨૦૧૮ થી ૨૪/૦૮/૨૦૧૮ સુધી દિન – ૧૪ માટે વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. રાજીવ ઉર્ફે રાજુ બિહારી ઉર્ફે રાજેશ સુરંજનસિંગ રાજપુત વચગાળાના જામીન પરથી ફરાર થઈ ગયેલ જે દરમ્યાન તેણે હત્યાના વધુ એક ગુનાને અંજામ આપ્યો હતો. હત્યા એ હળી ઘાતિકી રીતે કરવામાં આવી હતી કે મૃતકને અંન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં ચણી દીધો હતો.આ ગુનામાં પકડાયા બાદ તેણે સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. અહીં પણ તા.૨૧/૧૨/૨૦૨૨ થી ૨૮/૧૨/૨૨ સુધી દિન – ૦૭ ના વચગાળાના જામીન મેળવી ત્યાંથી પણ તે ફરાર થઈ ગયો હતો. પોલીસને પડકાર ફેંકનાર આ ગુનેગારને આખરે તેની અસલ મંઝિલે પહોંચાડી દેવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here