The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 34

ચૈત્રી અમાસે શુળપાણેશ્વર ખાતે ભરાતા ત્રણ દિવસના લોકમેળાની પરંપરા રહેશે યથાવત

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજના અમલમાં આવતા મૂળ શુળપાણેશ્વર મંદિર ડૂબ માં જતા સરકાર દ્વારા ગોરા ગામ ખાતે 1994 માં નવું મંદિર બનાવવામાં  આવ્યું હતું અસલ મંદિરે પણ ચૈત્રી અમાસે ત્રણ દિવસ નો મેળો ભરાતો હતો. તે પરંપરા આજે પણ ચાલુ છે અને મદયપ્રદેશ ,મહારાષ્ટ ,રાજેસ્થાન અને ગુજરાત માંથી લાખો શ્રધાળુઓ આજે પણ આ  લોકમેળો મહાલી દર્શન કરી ધન્યતા અનુભવે છે.

નર્મદા ના ગોરા ગામ પાસે ના નવા શુળપાણેશ્વર  મંદિરે આજે પણચૈત્રી અમાસે  પરંપરાગત લોક મેલો ભરાય છે અને અહી ગુજરાત મહારાષ્ટ્ર અને  મધ્યપ્રદેશ ના દર્શનાર્થીઓ આવી ને ધન્યતા અનુભવે છે એક  માન્યતા પ્રમાણે હાલ જ્યાં નર્મદા બંધ છે. તે બંધ ના પાછળ ના ભાગે આવેલા ભ્રુગુતુંન્ગ પર્વત પાસે ભગવાન શિવ એ તેમના ત્રિશુળ વડે અંધકાસુર દૈત્ય નો નાશ કર્યો હતો પરંતુ આ અંધકાસુર બ્રાહ્મણ હતો તેથી ભગવાન શિવને બ્રહ્મહત્યા નું પાપ લાગ્યું હતું અને ભગવાને આ ત્રિશુળ પર લાગેલા રક્ત ને અહી નર્મદા માં ધોતા તેમનું બ્રહ્મહત્યાનું  પાપ ધોવાયું હતું અને અહી તેઓ નું સ્થાન શુળપાણેશ્વર તરીકે સ્થાપિત થયું હતું એ દિવસ તે ચૈત્રી અમાસ હતી અને આ દિવસે  દેવો એ અહી મેલો ભર્યો હતો ત્યાર થી આ શુળપાણેશ્વર મંદિરે મેળો ભરાય છે.

જોકે અસલ મંદિર મહારાષ્ટ્ર અને ગુજરાત ની વચ્ચે આવેલું હતું પરંતુ નર્મદા બંધ બનવાને કારણે તે 1994 માં ડૂબ માં જવાથી ગુજરાત સરકારે અહી નવું મંદિર ગોરા ખાતે બનાવ્યું અને અહી પણ પરંપરાગત મેળો  ભરાય છે.

અસલ મંદિર ગુજરાત અને મહારાષ્ટ્ર ની વચ્ચે આવેલું હોવાને કારણે અહી ગુજરાત અને મહારાષ્ટ્ર ના દર્શનાર્થીઓ પણ આવતા હોય છે અને તેને કારણેજ આવતા આ તમામ દર્શનાર્થીઓ ને કોઈ અગવડ ના પડે તે માટે તંત્ર દ્વારા પણ પૂરી તકેદારી રાખવામાં આવે છે અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી ની સાથે સાથે સુરક્ષા સેતુ દ્વારા અહી દર્શનાર્થીઓ માટે પીવાના પાણી ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.જોકે આ મંદિર નો ઉલ્લેખ પુરાણો માં પણ દર્શાવવામાં આવ્યો છે અને શિવજી એ પર્વત પર જાતે ત્રિશુળ મારી શિવલિંગ પ્રગટ કર્યું હતું જેથી ભક્તો ની આસ્થા અને શ્રદ્ધા એટલી અપાર છે કે જે કોઈ પણ મનોકામના રાખે એ ભક્તો ની પૂર્ણ થાય છે.

બીજી એક આ મેળાની વિશેષતા એ છે કે અહી ભગવાનને ચણા  માંથી બનાવેલા દાળિયા નો પ્રસાદ ચઢાવવામાં આવે છે અને તેને કારણેજ જાણે અહી દાળિયા નું  આખે આખું બજાર ભરાય છે અને દાળિયા વેચીને ગુજરાત બહાર ના લોકો પણ રોજગારી મેળવે છે સાથેજ નર્મદા તટે આવેલું આ મંદિર હોવાથી લોકો નર્મદા સ્નાન કરીને ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

આજના સોશીયલ મીડિયા ના યુગ માં તહેવારો અને લોકમેળાઓ દ્વારાજ સમાજ એકબીજાની નજીક આવે છે. ત્યારે આવા આ લોક મેલા ની પરંપરા જળવાઈ રહે તે આજની પેઢીએ જ જોવું રહ્યું અને આવા લોકમેળા માં લાખો ની સંખ્યા માં ભક્તો આવતા અહીંના આદિવાસીઓ ની રોજગારી માં પણ વધારો થાય છે. વળી અહીં રોજના એક વ્યાપારી 40 થી 50 હજાર ના દારિયા  ગોર અને પ્રસાદ વેચે છે. સાથે સાથે અહીં આદિવસીઓ પોતાના જંગલમાંથી બનતા અનેક વાસણો પણ વેચે છે. એટલે ખાસ આ લોક મેળાને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટે છે.

ભરૂચના પત્રકાર જગતના શિરમોર જગદીશ પરમારનો દેહ થયો પંચમહાભૂતમાં વિલિન

ભરૂચ શહેર અને જિલ્લાના પ્રખર વક્તા, શબ્દોના મહારથી, રાજનેતા, ચિત્રકાર અને પત્રકાર જગતના શિરમોર એવા ઉમદા વ્યક્તિત્વના ધણી જગદીશ પરમારનું દુઃખદ નિધન થયું છે.

શાળા, સમાજ, સંસ્થા, સહકારી કે રાજકીય ક્ષેત્ર હોય કે પછી કલા કે રમતગમત દરેકમાં જગીદશ પરમાર પોતાની પ્રતિભાથી કુશળ સુકાની પુરવાર થયા છે. પત્રકાર જગતમાં તો તેમની કલમ અને શબ્દોમાં મહારથે અનેકને તેમના પ્રશંસક બનાવી દીધા હતા.

સરકારી કે રાજકીય કોઇપણ કાર્યકમ હોય જિલ્લાના પત્રકારોમાં જગદીશ કાકાના હુલામણા નામથી સહુના ચાહિતા જગદીશ પરમાર તેઓની કલમ, શબ્દો, ચિત્રકલા અને પ્રતિભા સાથે ભરૂચ જિલ્લાના જન જનના હૃદયમાં કાયમ જીવંત રહેશે.

પત્રકારત્વના સ્વામી અને સ્પષ્ટ, નિખાલસ વક્તા જગદીશ પરમારને ભરૂચ જિલ્લાના વહીવટી, રાજકીય, પોલીસ, સામાજિક -શેક્ષણિક સંસ્થાઓ, સહકારી મંડળીઓ તેમજ પત્રકારો દ્વારા અશ્રુભીની અંજલિ અર્પણ કરાઈ હતી .ભરૂચ જિલ્લામાં સહકારી, રાજકીય, સામાજિક અને સેવા ક્ષેત્રે આગળ રહેલા ઉમદા પત્રકાર જગદીશ પરમારની વસમી વિદાયથી પરિવારજનો પર આવી પડેલી આપતિમાં કુદરત તેઓને હિંમત આપે એજ પ્રભુને અભ્યર્થના છે.

ભરૂચ શહેર તથા જિલ્લો જગદીશભાઈ પરમારની અણધારી વિદાયથી ઘેરાશોકની લાગણી અનુભવે છે. પ્રભુ આ દિવ્ય આત્માને તેમના ચરણનોમાં સ્થાન અર્પે એજ પ્રાર્થના સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરે છે.

સદગતની અંતિમ યાત્રા તેઓના નિવાસ સ્થાનેથી નીકળી હતી. દશાશ્વમેઘ સ્મશાન ખાતે તેઓના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા.

ભરૂચના લુવારા ગામ પાસે કેનાલમાં 7 ફૂટનો અજગર દેખાતા રેસ્ક્યુ કરાયુ

ભરૂચ જિલ્લા અને શહેરી વિસ્તારોમાં આકરી ગરમીના કારણે કરફ્યુ જેવો માહોલ વર્તાય છે. રસ્તા ઉપર પણ માણસોની અવરજવર દેખાતી નથી પરંતુ આકરી ગરમીના કારણે જમીનમાં રહેતા સરીસૃપ પ્રાણી આકળ વિકળ થઈ બહાર આવતા દેખાઈ રહ્યા છે. ભરૂચના લુવારા ગામે  અજગર દેખાતા તેનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.

ભરૂચના લુવારા ગામે નર્મદાની કેનાલમાં હાલમાં ખેડૂતોને મળતા સિંચાઇના પાણીમાંથી એક સાત ફૂટનો અજગર દેખાયો હતો. આ અંગે ગામના સરપંચ સિરાજભાઈને જાણ થતાં તેમણે નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરીને જાણ કરતા જ તરત ટીમના સભ્યો જાહિદભાઈ, હિરેનભાઈ શાહ, રમેશભાઈ દવે તેમજ અન્ય સાથીઓ લુવારા પહોંક્યા હતા. તેમણે કેનાલમાંથી વહેતા પાણીમાં ઉતરીને અજગરને ઘણી જહેમત બાદ પકડીને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા ત્યારબાદ વન વિભાગનો સંપર્ક કરીને તેમને સાત ફૂટ લાંબો અજગર સોંપ્યો હતો.તો વન વિભાગા દ્વારા આ અજગરને વ્યવસ્થિત રીતે યોગ્ય સ્થળે છોડવાની કવાયત હાથધરી હતી.સાત ફૂટનો અજગરના રેસ્ક્યુ બાદ લુવારા ગામના સરપંચ અને નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેનભાઈ શાહ સહિતની ટીમનો આભારા વ્યક્ત કર્યો હતો.

ભરૂચ અને સુરત જેલમાંથી ફરાર હિસ્ટ્રીશીટર આરોપીને નવસારીથી ઝડપાયો

ભરૂચ અને સુરત જિલ્લામાં હત્યા , મારામારી અને દારૂના વેપલાના અનેક ગુનાઓનો હિસ્ટ્રીશીટર બે-બે વાર જેલમાંથી પેરોલ લઈ ફરાર થી જતા ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે તેને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો છે. ઓળખ અને હકીકત છુપાવી દારૂના વેપલામાં સંડોવાયેલા હિસ્ટ્રી શીટર ગુનેગાર રાજીવ ઉર્ફે રાજુ બિહારી ઉર્ફે રાજેશ સુરંજનસિંગ રાજપુતને ભરૂચ પોલીસે નવસારી જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે.

આ શખ્શ બે-બે વાર જેલમાંથી પેરોલ મેળવી ફરાર થી ગયો હતો અને ગેંગ સાથે મળી ગુનાઓને અંજામ આપ્યો હતો. લાંબા સમયથી ફરાર રાજીવ ઉર્ફે રાજુ બિહારી ઉર્ફે રાજેશ સુરંજનસિંગ રાજપુતને ભરૂચ પોલીસે નવસારીથી ઝડપી પાડ્યો છે. આ આરોપી એક હિસ્ટ્રીશીટર ગુનેગાર છે જેણેપોતાની ગેંગ સાથે મળી હત્યાના બે ગુણ ઉપરાંત મારામારી અને પ્રોહીબીશનના અનેક ગુનાઓને અંજામ આપ્યો છે. આરોપી પાંચેક વર્ષ પહેલા ઝગડીયાની MTZ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ હતો. અહીં તેણે પોતાની ગેંગ સાથે મળી હત્યા કરી મૃતકની લાશ નાળામાં ફેંકી દીધી હતી.

ગુનામાં ભરૂચ સબ જેલ ખાતે મોકલવામાં આવેલ જેને તા.૧૦/૦૮/૨૦૧૮ થી ૨૪/૦૮/૨૦૧૮ સુધી દિન – ૧૪ માટે વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. રાજીવ ઉર્ફે રાજુ બિહારી ઉર્ફે રાજેશ સુરંજનસિંગ રાજપુત વચગાળાના જામીન પરથી ફરાર થઈ ગયેલ જે દરમ્યાન તેણે હત્યાના વધુ એક ગુનાને અંજામ આપ્યો હતો. હત્યા એ હળી ઘાતિકી રીતે કરવામાં આવી હતી કે મૃતકને અંન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં ચણી દીધો હતો.આ ગુનામાં પકડાયા બાદ તેણે સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. અહીં પણ તા.૨૧/૧૨/૨૦૨૨ થી ૨૮/૧૨/૨૨ સુધી દિન – ૦૭ ના વચગાળાના જામીન મેળવી ત્યાંથી પણ તે ફરાર થઈ ગયો હતો. પોલીસને પડકાર ફેંકનાર આ ગુનેગારને આખરે તેની અસલ મંઝિલે પહોંચાડી દેવાયો છે.

ચેનલ નર્મદા દ્વારા મીટ વિથ સીનિયર સિટીઝન્સ કાર્યક્રમ યોજાયો

ભરૂચ શહેર અને જિલ્લામાં વિઝ્યુઅલ મીડિયામાં 20 ઓગસ્ટ,1998માં પદાર્પણ કર્યાના 24 વર્ષ પૂર્ણ થતાં 20 ઔગસ્ટ 2022 થી રજત જયંતિ વર્ષની ઉજવણીનો ચેનલ નર્મદાના સંચાલકોએ નીર્ધાર  કરી,જે સમાચાર દર્શકો અને પ્રસંશકો,સાથીઓએ સતત 24 વર્ષ સહયોગ,પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું,એમને આનંદ સહ બિરદાવવાનો અને જૂના સંસ્મરણો તાજ્જા કરી, ઋણ સ્વીકાર કરવાના નાનકડા પ્રયાસના ભાગ રૂપે ચેનલની લાંબી વ્યવસાયિક અને સમાજ સેવાની યાત્રા દરમ્યાન સફળ થયેલા કાર્યક્રમો પૈકી 25 કાર્યક્રમોને પુનઃ યોજવાનું બીડું ઝડપ્યું છે.જે પૈકી 15માં કાર્યક્રમ 11મી એપ્રિલ,2023 ને મંગળવારે રૂંગટા સ્કૂલના હોલમાં  “મિટ વિથ સિનિયર સિટીઝન્સ” નો કાર્યક્રમ યોજ્યો, જેમાં ભરૂચ સિનિયર સિટીઝન્સ ગ્રુપ ના 125 થી વધુ આદરણીય વડીલોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો.

આ કાર્યક્રમમાં વયસ્ક,અત્યંત અનુભવી એવા જુદા જુદા ફિલ્ડના મહાનુભાવો,વડીલોને એમના બચપણને યાદ કરાવવાનો સ્તુત્ય પ્રયાસ ઋષિ દવે અને જીગર દવે એ માનવીય કુકીઓ વડે ‘સાપ સીડી’ની રમત રમાડી ને સહુને બાળપણની યાદો તાજજી કરાવી.પ્રિન્ટેડ મોટી સાપ સીડી ના પોસ્ટર પર સશક્ત અને ઉત્સાહી 10 જેટલા વડીલો ને ‘કુકીઓ’ બનાવી પાસાઓ સાથે રમાડી-ચલાવીને બે વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા.

આ રમત માં 14 જેટલા વડીલો જેમાં સાધના બેન દેસાઈ,જ્યોતિબેન અમદાવાદી,શકુન્તલા બેન પટેલ,રમીલાબેન સોલંકી,ઊર્મિલાબેન શાહ,નયનાબેન ગાંધી,જ્યોતિબેન પરીખ,ભાનુબેન પટેલ,કીર્તિબેન મહેતા,ચંદુભાઈ ચૌહાણ,પ્રકાશ શાહ,નવીન શાહ,તરુણભાઈ ઠાકોર,પંકજભાઈ  વિગેરે જોડાયા હતા..આ રમત સ્પર્ધામાં પ્રથમ વિજેતા તરીકે તરુણભાઈ ઠાકોર આવ્યા જેમને પ્રથમ ઇનામ ઋષિ દવે દ્વારા સાપ સીડી ને ગેમ બોર્ડ આપવામાં આવ્યું.જ્યારે દ્વિતિય વિજેતા તરીકે જ્યોતિબેન પરીખને નરેશ ઠક્કર દ્વારા ફોટો ફ્રેમ આપવામાં આવી. સમય મર્યાદાના પરિણામે વધુ રમતો રમાડવી અશક્ય બનતા,અને વીજળી વિલન (અંધારપટે વડીલો નો કાર્યક્રમ ડિસ્ટર્બ કરતા) મોબાઇલની લાઈટો વચ્ચે  કાર્યક્રમને ટૂંકાવવાની અને પૂરો કરવાની ફરજ પડી હતી.માર્ચ મહિનામાં ભરૂચના આ સિટીઝન્સ ગ્રુપના જે પણ સભ્યોની બર્થ ડે આવતી હતી,એમનો ગ્રુપના નિયમ મુજબ કેક કાપીને બર્થ ડે સેરિમનીની ઉજવણી કરાઈ જેમાં ઉંમર ભૂલીને સહુએ એક સાથે મોબાઈલ કેન્ડલ લાઈટના પ્રકાશમાં હેપ્પી બર્થ ડે ની ગીત ગાઈને ઉજવણીમાં જોડાયા.

લાંબી લાઈનો અને અન્ય અગવડો અને અશક્ત શારીરિક પરિસ્થિતિ વચ્ચે પણ સાંહીઠી વટાવી ચૂકેલા એક એક નાના-મોટા વડીલોએ એકદમ સંયમ અને સ્વસ્થતા વચ્ચે ચેનલની ટીમને સંપૂર્ણ સહયોગ સાથે લાંબી લાઇન અને અંધારા વચ્ચે વિલંબ છતાં, નાનકડી પણ ફરિયાદ કર્યા વિના કાર્યક્રમને અંતરના ઊંડાણ અને આનંદથી માંણી જાહેર કાર્યક્રમો કે લગ્નોમાં થતી અંધાધૂંધીની કડવી યાદો તાજી કરાવવા વચ્ચે એક ઊંચા શુકુનની અનુભૂતિ કરાવી હતી અને ઉંમરની પરિપક્વતા અને પીઢતા નો બહોળો અનુભવ છલકાયો હતો.

ભરૂચવાસીઓને આજથી બે ટાઈમ પાણી મળશે

ભરૂચ શહેરમાં આખરે જળસંકટ ટળ્યું છે. અંદાજિત ૧૬ દિવસ સુધી પાણીકાપનો સામનો કરનાર ભરૂચવાસીઓને આજથી પુરા દબાણ અને પૂરતા પુરવઠા સાથે પાણી આપવામાં આવશે. ભરૂચ નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના ઈજનેર વિશ્વજીત રાઠોડના જણાવ્યા અનુસાર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની કેનાલમાં ભંગાણ પડવાના કારણે પાણીકાપ લાદવાની ફરજ પડી હતી.11 એપ્રિલ 2023 ના રોજ કેનાલમાં ગાબડાનું સમારકામ પૂર્ણ થતા પાણી પુરવઠાનો વિક્ષેપ દૂર થયો છે. પૂરતો પુરવઠો ન મળવાના કારણે ભરૂચ શહરમાં પાણીકાપ લાદવાની ફરજ પડી હતી. આજથી સમસ્યા હલ થતા પાણીનો પુરવઠો પૂરતા દબાણ અને પૂરતી માત્રામાં આપવામાં આવશે.

ભરૂચ નગરપાલિકાની એક યાદીમાં જણાવ્યા અનુસાર ભરૂચ નગરપાલિકા દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની અમલેશ્વર બ્રાંચ કેનાલ મારફતે પીવાના પાણી દૈનિક 45 MLD જથ્થો મેળવી અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ટાંકી પરથી શહેરીજનોને સવાર-સાંજ પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે.ગત તા. ૨૫/૦૩/૨૦૨૩ ના રોજ અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ઝનોર ગામ નજીક કેનાલમાં ભંગાણ પડ્યું હતું. કેનાલ રિપેરીંગની કામગીરી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સમારકામના કારણે પુરવઠો અટકાવવાની ફરજ પડતા તા. ૨૯/૦૩/૨૦૨૩ થી ૧૧/૦૪/૨૦૨૩ સુધી ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં દિવસમાં એક સમય પાણી આપવામાં આવતું હતું.

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા કેનાલ રીપેરીંગની કામગીરી પુર્ણ કરવામાં આવતા મેઈન કેનાલમાંથી અમલેશ્વર બ્રાંચ કેનાલમાં પાણી શરૂ કરવામાં આવ્યું છે. ભરૂચ નગરપાલિકા દ્વારા આજે તા.૧૨/૦૪/૨૦૨૩ ને આજથી નિયત સમય મુજબ બે સમય પાણી પુરવઠો આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ભરૂચના મકતમપુર પાટિયા પાસે ફાયરિંગની ઘટનાથી ચકચાર

ભરૂચના મકતમપુર ગામના પાટિયા પાસે ગાયત્રી ફ્લેટની સામે રોડ ટચ જગ્યાએ મૂળ બિહારના 55 વર્ષીય રામ ઈશ્વર શાહ માટલા તેમજ નર્સરીનો વ્યવસાય કરે છે. તેઓ પોતાના શાળા અને બનેવી સાથે આ ધંધો કરે છે.

મંગળવારે સવારે પોણા 7 વાગ્યાના અરસામાં રામ ઈશ્વર ઘરેથી કુદરતી હાજતે અવાવરૂ જગ્યાએ ગયા હતા. જ્યાં તેમના ઉપર 4 રાઉન્ડ ફાયરિંગ કરાતા તેઓ ગંભીર રીતે ગોળીબારમાં ઘાયલ થયા હતા.ઘટનાની જાણ ભરૂચ સી ડિવિઝનને થતા પી.આઈ. હસમુખ ગોહિલ સહિત SOG, LCB ની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ગોળીબારમાં પેટ, માથા, હાથ અને ખભાના ભાગે ઘવાયેલા ઇજાગ્રસ્તને ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે વડોદરા SSG માં ખસેડાયા છે.

પોલીસને સ્થળ પરથી 4 ફુટેલી કારતુસ મળી આવી છે. ભોગ બનનારના પુત્ર લલન શાહે પોલીસને પ્રાથમિક પૂછપરછમાં વર્ષ 2019 માં વતન બિહારના સિહાર જિલ્લામાં પાડોશી અસ્સરૂલ હક સાથે માથાકૂટ થઈ હતી. જમીન બાબતે બબાલમાં ફરિયાદ નોંધાવતા પાડોશી અસ્સરૂલ હકને સજા થઈ હતી.જેને જેલમાંથી છૂટીને તને નહિ છોડું તેવી ધમકી આપી હતી. પુત્રે પિતા પર આ આરોપીએ જ અગાઉની અદાવતે જેલમાંથી છૂટી ફાયરિંગ કર્યું હોવાની શંકા પોલીસ સમક્ષ સેવી છે.ભરૂચ પોલીસે આસપાસના CCTV તપાસવા સાથે તુરંત નાકાબંધી અને વાહન ચેકીંગ હાથ ધરી ફાયરિંગ કરનાર હુમલાખોરને હિરાસતમાં લેવા કવિક એક્શન લીધા છે.

અંકલેશ્વરના સંજાલી નજીક નહેરમાં ન્હાવા પડેલ ૨ યુવક ડૂબ્યા

અંકલેશ્વર તાલુકાના સંજાલી મહારાજાનગર ખાતે નહેરમાં ડૂબી જતા બેનાં  મોત નીપજ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરતા સ્થાનિક તરવૈયા અને પાનોલી ફાયર ટીમે બંનેવની શોધ આરંભી હતી.

અંકલેશ્વર પાનોલી જીઆઇડીસીને અડીને આવેલ સંજાલી ગામના મહારાજા નગર નજીક આજરોજ સવારે નહેરમાં કાકા ભત્રીજો ડૂબ્યો હોવાની ઘટના સામે આવી હતી. મહારાજા નગરથી જીઆઇડીસી તરફ જી.ઈ.બી.સબ સ્ટેશન નજીક નહેર પાસે જ્યાં લોકો નાહવા તેમજ કપડા ધોવા માટે જાય છે.ત્યાં રવિવારના બપોરે નહેરમાં નાહવા પડેલા બંને કાકા ભત્રીજો નહેરમાં ઊંડા પાણીમાં ગરક થઇ ગયા હતા.

જે અંગે સ્થાનિકોને જાણ થતા પોલીસ વિભાગ અને પાનોલી ફાયર ટીમને જાણ કરતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ લખાય છે ત્યાં સુધી કાકા ભત્રીજાના નામઠામ અંગે કોઈ માહિતી મળવા પામી નથી.

ભરૂચના દયાદરા ગામે રેલવે ફાટકમાં કન્ટેનર ટ્રકને માલ ગાડીની અડફેટે ફંગોળાયું

ભરૂચ તાલુકાના દયાદરા ગામ પાસેથી ભરૂચ દહેજ નેરોગેજ રેલવે લાઇન પસાર થાય છે. જેમાં રોજેરોજ નબીપુર, જંબુસર તરફથી સેંકડો નાના મોટા માલ વાહક વાહનો પસાર થતાં હોય છે. રેલવે ફાટક પર વાહનોની સંખ્યા વધી જતા વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા રહે છે. ગત બુધવાર રાત્રીના સમયે રાબેતા મુજબ વાહનો ફાટક પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રાત્રીના ૧૧ કલાકની આસપાસ કોલસી ભરેલ એક માલગાડી ભરૂચ તરફ જઈ રહી હતી. દરમિયાન દયાદરા ફાટક પરથી પસાર થઈ રહેલ કન્ટેનરન ટ્રક સાથે રફતારમાં આવતી માલગાડી ધડાકાભરે કન્ટેનર સાથે ભટકાઈ હતી.

જોકે કન્ટેનરન ચાલકને અકસ્માતની આશંકાઓ લાગી આવતાં ટ્રકના કેબિનમાંથી કુદી ફાટક બહાર પહોંચી જતાં બચી ગયો હતો. કન્ટેનર ટ્રક અને માલગાડીના ધડાકાભેર અકસ્માતના પગલે અવાજથી આસપાસના રહીશોમાં ભય ફેલાયો હતો. માલગાડી ૩૦૦ થી વધુ મીટર દૂર પહોંચી અટકી હોવાનું હાજર લોકોએ જણાવ્યું હતું. દોઢ કલાક સુધી માલગાડી ફાટક પર ઉભી રહેતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. દોઢ કલાક બાદ સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ભયભીત થયેલ લોકોએ ફાટક દૂર કરવાની પણ માંગ ઉચ્ચારી હતી.

દયાદરા ગામની રેલવે ફાટકની ઘટના બનતા આસપાસના રહીશો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. દરમિયાન રલેવે ફાટક કન્ટ્રોલ રૂમમાં જોતા નજારો કઈ અલગ જ હતો. ગંભીર અકસ્માતને પગલે ગામજનો દોડી આવ્યા હતા અને રેલવે કર્મી ઊંઘતો નજરે ચઢ્યો હતો, તેને જગાડતા તે દારૂનો નશો કરી ઊંઘતો હોવાનું લાગી આવ્યું હતું. જોકે કર્મીએ પોતે પણ સ્વીકાર્યું હતું કે તે દારૂનો નશો કરી ફરજ પર હાજર છે. અને તેને ખબર ન હતી કે ફાટક બંધ કરવાની છે જેવું રટણ કર્યું હતું.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે સવારે ૧૧ વાગ્યાની આસપાસ પણ એક માલગાડી દયાદરા ફાટક પરથી રફતારથી પસાર થઈ હતી, જેમાં રેલવે ફાટક ખુલ્લી રહી ગઈ હતી, જોકે રેલવે કર્મીને ભીખા શંકરભાઇને પૂછતાં તેને જણાવ્યું હતું કે મને ખબર જ નથી કે ટ્રેન આવવાની છે મેસેજ નથી મળ્યા. ત્યારે આવી ગંભીર બેદરકારીના પગલે કોઈના લોકોના જીવ સાથે રમત રમતા જવાબદાર લોકોની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. જેથી જવાબદાર તમામ પર દંડાત્મક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ અલગ ભીલપ્રદેશ બનાવવા કરી માંગ

  • ચાર રાજ્યોના આદિવાસી આગેવાનો ને મળીને આ પુનઃ ચળવળ ચલાવશે.

ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન અને મધ્ય પ્રદેશના આદિવાસીઓ ના ભીલપ્રદેશના આદિવાસીઓને છુટા પાડી દેવામાં આવ્યા છે.ત્યારે આ ચાર રાજ્યોના આદિવાસીઓને ફરી એક કરી એક ભીલ પ્રદેશ બનાવવા ધારાસભ્ય ચૈતર વસાવા એ અલગ ભીલપ્રદેશ બનાવવા માંગ કરી છે. અને આ માંગને લઈને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ..પણ એક આદિવાસી હોય તેમને આ અંગે રજુઆત કરશે અને ભીલ પ્રદેશની માંગણી કરી છે આ બાબતે ચાર રાજ્યોના આદિવાસી આગેવાનો ને મળીને આ પુનઃ ચળવળ ચલાવશે.

ગુજરાત માં પણ ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાં આદિવાસી નેતાગીરીમાં પણ આ ચળવળમાં ચલાવી ભીલ પ્રદેશ ની માંગણી કરવમાં આવશે.

ધારાસભ્ય ચૈતર વસાવા નું કહેવું છે કે સરકાર અત્યારસુધી બસ આધિવાસીઓના નામે મતો ઉઘરવ્યા પણ કોઈ વિકાસ કર્યો નથી જંગલ જમીન છીનવી રહ્યા છે. નથી ભણવાની સગવડ કરતા નથી નોકરીઓ આપતા જેના કરતા અમારો અલગ ભીલ પ્રદેશ હશે તો અમે આદિવાસી સમાજનો વિકાસ કરી શકીશું.જ્યારે બીજી બાજુ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે આદિવાસી સામાજનું રાષ્ટ્રીય સંઘઠન થવું જરૂરી છે.પણ આ ભીલ પ્રદેશની માંગ ખોટી છે. કોઈ નેતા સફળ થયું નથી એટલે આદિવાસી સંઘઠિટ બનો સરકાર ને કોઈ પ્રશ્ન હોય તો જાણ કરો ની વાત કરી હતી.

error: Content is protected !!