ભરૂચ શહેર અને જિલ્લાના પ્રખર વક્તા, શબ્દોના મહારથી, રાજનેતા, ચિત્રકાર અને પત્રકાર જગતના શિરમોર એવા ઉમદા વ્યક્તિત્વના ધણી જગદીશ પરમારનું દુઃખદ નિધન થયું છે.
શાળા, સમાજ, સંસ્થા, સહકારી કે રાજકીય ક્ષેત્ર હોય કે પછી કલા કે રમતગમત દરેકમાં જગીદશ પરમાર પોતાની પ્રતિભાથી કુશળ સુકાની પુરવાર થયા છે. પત્રકાર જગતમાં તો તેમની કલમ અને શબ્દોમાં મહારથે અનેકને તેમના પ્રશંસક બનાવી દીધા હતા.
સરકારી કે રાજકીય કોઇપણ કાર્યકમ હોય જિલ્લાના પત્રકારોમાં જગદીશ કાકાના હુલામણા નામથી સહુના ચાહિતા જગદીશ પરમાર તેઓની કલમ, શબ્દો, ચિત્રકલા અને પ્રતિભા સાથે ભરૂચ જિલ્લાના જન જનના હૃદયમાં કાયમ જીવંત રહેશે.
પત્રકારત્વના સ્વામી અને સ્પષ્ટ, નિખાલસ વક્તા જગદીશ પરમારને ભરૂચ જિલ્લાના વહીવટી, રાજકીય, પોલીસ, સામાજિક -શેક્ષણિક સંસ્થાઓ, સહકારી મંડળીઓ તેમજ પત્રકારો દ્વારા અશ્રુભીની અંજલિ અર્પણ કરાઈ હતી .ભરૂચ જિલ્લામાં સહકારી, રાજકીય, સામાજિક અને સેવા ક્ષેત્રે આગળ રહેલા ઉમદા પત્રકાર જગદીશ પરમારની વસમી વિદાયથી પરિવારજનો પર આવી પડેલી આપતિમાં કુદરત તેઓને હિંમત આપે એજ પ્રભુને અભ્યર્થના છે.
ભરૂચ શહેર તથા જિલ્લો જગદીશભાઈ પરમારની અણધારી વિદાયથી ઘેરાશોકની લાગણી અનુભવે છે. પ્રભુ આ દિવ્ય આત્માને તેમના ચરણનોમાં સ્થાન અર્પે એજ પ્રાર્થના સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરે છે.
સદગતની અંતિમ યાત્રા તેઓના નિવાસ સ્થાનેથી નીકળી હતી. દશાશ્વમેઘ સ્મશાન ખાતે તેઓના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા.