ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજના અમલમાં આવતા મૂળ શુળપાણેશ્વર મંદિર ડૂબ માં જતા સરકાર દ્વારા ગોરા ગામ ખાતે 1994 માં નવું મંદિર બનાવવામાં આવ્યું હતું અસલ મંદિરે પણ ચૈત્રી અમાસે ત્રણ દિવસ નો મેળો ભરાતો હતો. તે પરંપરા આજે પણ ચાલુ છે અને મદયપ્રદેશ ,મહારાષ્ટ ,રાજેસ્થાન અને ગુજરાત માંથી લાખો શ્રધાળુઓ આજે પણ આ લોકમેળો મહાલી દર્શન કરી ધન્યતા અનુભવે છે.
નર્મદા ના ગોરા ગામ પાસે ના નવા શુળપાણેશ્વર મંદિરે આજે પણચૈત્રી અમાસે પરંપરાગત લોક મેલો ભરાય છે અને અહી ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ના દર્શનાર્થીઓ આવી ને ધન્યતા અનુભવે છે એક માન્યતા પ્રમાણે હાલ જ્યાં નર્મદા બંધ છે. તે બંધ ના પાછળ ના ભાગે આવેલા ભ્રુગુતુંન્ગ પર્વત પાસે ભગવાન શિવ એ તેમના ત્રિશુળ વડે અંધકાસુર દૈત્ય નો નાશ કર્યો હતો પરંતુ આ અંધકાસુર બ્રાહ્મણ હતો તેથી ભગવાન શિવને બ્રહ્મહત્યા નું પાપ લાગ્યું હતું અને ભગવાને આ ત્રિશુળ પર લાગેલા રક્ત ને અહી નર્મદા માં ધોતા તેમનું બ્રહ્મહત્યાનું પાપ ધોવાયું હતું અને અહી તેઓ નું સ્થાન શુળપાણેશ્વર તરીકે સ્થાપિત થયું હતું એ દિવસ તે ચૈત્રી અમાસ હતી અને આ દિવસે દેવો એ અહી મેલો ભર્યો હતો ત્યાર થી આ શુળપાણેશ્વર મંદિરે મેળો ભરાય છે.
જોકે અસલ મંદિર મહારાષ્ટ્ર અને ગુજરાત ની વચ્ચે આવેલું હતું પરંતુ નર્મદા બંધ બનવાને કારણે તે 1994 માં ડૂબ માં જવાથી ગુજરાત સરકારે અહી નવું મંદિર ગોરા ખાતે બનાવ્યું અને અહી પણ પરંપરાગત મેળો ભરાય છે.
અસલ મંદિર ગુજરાત અને મહારાષ્ટ્ર ની વચ્ચે આવેલું હોવાને કારણે અહી ગુજરાત અને મહારાષ્ટ્ર ના દર્શનાર્થીઓ પણ આવતા હોય છે અને તેને કારણેજ આવતા આ તમામ દર્શનાર્થીઓ ને કોઈ અગવડ ના પડે તે માટે તંત્ર દ્વારા પણ પૂરી તકેદારી રાખવામાં આવે છે અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી ની સાથે સાથે સુરક્ષા સેતુ દ્વારા અહી દર્શનાર્થીઓ માટે પીવાના પાણી ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.જોકે આ મંદિર નો ઉલ્લેખ પુરાણો માં પણ દર્શાવવામાં આવ્યો છે અને શિવજી એ પર્વત પર જાતે ત્રિશુળ મારી શિવલિંગ પ્રગટ કર્યું હતું જેથી ભક્તો ની આસ્થા અને શ્રદ્ધા એટલી અપાર છે કે જે કોઈ પણ મનોકામના રાખે એ ભક્તો ની પૂર્ણ થાય છે.
બીજી એક આ મેળાની વિશેષતા એ છે કે અહી ભગવાનને ચણા માંથી બનાવેલા દાળિયા નો પ્રસાદ ચઢાવવામાં આવે છે અને તેને કારણેજ જાણે અહી દાળિયા નું આખે આખું બજાર ભરાય છે અને દાળિયા વેચીને ગુજરાત બહાર ના લોકો પણ રોજગારી મેળવે છે સાથેજ નર્મદા તટે આવેલું આ મંદિર હોવાથી લોકો નર્મદા સ્નાન કરીને ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
આજના સોશીયલ મીડિયા ના યુગ માં તહેવારો અને લોકમેળાઓ દ્વારાજ સમાજ એકબીજાની નજીક આવે છે. ત્યારે આવા આ લોક મેલા ની પરંપરા જળવાઈ રહે તે આજની પેઢીએ જ જોવું રહ્યું અને આવા લોકમેળા માં લાખો ની સંખ્યા માં ભક્તો આવતા અહીંના આદિવાસીઓ ની રોજગારી માં પણ વધારો થાય છે. વળી અહીં રોજના એક વ્યાપારી 40 થી 50 હજાર ના દારિયા ગોર અને પ્રસાદ વેચે છે. સાથે સાથે અહીં આદિવસીઓ પોતાના જંગલમાંથી બનતા અનેક વાસણો પણ વેચે છે. એટલે ખાસ આ લોક મેળાને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટે છે.