The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 32

અંકલેશ્વરના છાપરા પાટીયા નજીક રૂ.૪૫ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

અંકલેશ્વર-ભરૂચને જોડતા માર્ગમાં ભરૂચની આંગડિયા પેઢીમાંથી 45 લાખ રૂપિયા લઇને જતા ચાર લૂંટારું ભૂત મામાની ડેરી નજીક આતરીને ચપ્પુ બતાવી આંખોમાં મરચાની ભૂકી નાખી 45 લાખની લૂંટ ચલાવી પલાયન થઈ જતા ચકચાર મચી ગઇ હતી.

આ ઘટનામાં ભરત મણિલાલ નામનો ઈસમ એક્ટિવા મોપેડ ગાડી લઈને ભરૂચના ચકલા વિસ્તારમાં આવેલી આંગણીયા પેઢીમાંથી ૪૫ લાખ રૂપિયા લઇને ગાડીની ડીકીમાં મૂકીને અંકલેશ્વર તરફ જવા માટે નીકળ્યા હતાં. આ સમયે તેમની પાછળ બે બાઈક ઉપર આવેલા ૪ ઈસમોએ તેમને આંતરીને ચપ્પુ બતાવી રોકી આંખોમાં મરચાની ભુક્કી નાખીને ડીકીમાં મુકેલા રૂપિયા ૪૫ લાખની લૂંટ ચલાવીને પાલયન થઈ ગયા હતાં.

આ બનાવની જાણ પોલીસ મથકે કરવામાં આવતા અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈ સહિત LCB,SOG અને શહેર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યો હતો. લૂંટનો ભોગ બનેલા આંગડિયા પેઢીના કર્મચારી ભરત પટેલને ભરૂચમાં આંગડિયા પેઢીથી રૂપિયા લઇ કેવી રીતે ઘટના ઘટી છે. તેનું રિહર્સલ પણ કર્યું હતું અને મીડિયાના નિવેદનમાં પણ આંગડિયા પેઢીના કર્મચારી ભરત પટેલના અલગ અલગ નિવેદનના કારણે સમગ્ર લૂંટની ઘટના પણ શંકાના ડાયરામાં રહી છે.આ મામલે પોલીસે ફરિયાદી બનેલ આંગડીયા કર્મીની સઘના પૂછતાછ કરતા આખરે તેણેજ આ તરકટ રચ્યું હોવાનું અને રૂપિયા ઘટના સ્થળ નજીક માંજ જમીનમાં ખાડો ખોદી રૂપિયા પોતે જ દાટીયા હોવાનું કબુલતા પોલીસે તેને સાથે રાખી રૂપિયા ૪૫ લાક રિકવર કર્યા હતા અને ફરીયાદી બેનેલ ભરત મણિલાલને અટક કરી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચમાં જનહિતાર્થે સુચિત વેરા વધારાનો નિર્ણય ન લેવા વિપક્ષે પાઠવ્યું આવેદન

ભરૂચ નગરપાલિકાનાં સુચિત વેરા વધારા સામે ભરૂચની જનતાએ વ્યાપક રીતે નારાજગી દર્શાવી છે. લોકો તરફથી મળેલી અંદાજિત ૩૦૦૦ વાંધા અરજીઓ તેનો જીવતો પુરાવો છે. જેમાં જનહિતાર્થે વિપક્ષે માત્ર ભરૂચની જનતાનો અવાજ બનીને પાલિકા સામે જરૂર જણાય આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.

વિપક્ષના કહેવા મુજબ તેમને વિપક્ષ તરીકે જોવાના બદલે ભરૂચની જનતાના પ્રતિનિધી તરીકે જોઈ કોઈપણ જાતનો રાજકીય દ્રેશભાવ, નફા-નુકસાન જોયા વગર માત્ર પ્રજાના હિતમાં નિર્ણય લેવા પાલિકા સત્તાધિશોને આવેદન પત્ર પાઠવ્યું હતું.

વધુમાં વિપક્ષે કરેલ રજૂઆતમાં છેલ્લા એક મહિના દરમિયાન ભરૂચ શહેરનાં અંદાજિત ત્રણ હજાર નાગરિકોએ વાંધો રજુ કર્યો છે જેમાં ઘણી બધી સોસાયટીઓની સંયુક્ત વાંધા અરજી તેમજ માર્કેટ એસોસિયેશન, શોપિંગ સેન્ટરના દુકાનદારોની પણ વાંધા અરજી આવેલ છે. ત્રણ હજાર જેટલાં પરિવારનાં આશરે ૧૫,૦૦૦ લોકોને નગરપાલિકાનાં સુચિત વેરા સામે વાંધો હોય ત્યારે નગરપાલિકાનાં સત્તાધીશોએ આ વેરાવધારાનો નિર્ણય માંડી વાળવો જોઈએ જો આ વાંધાઅરજીને પણ ગણકારવામાં ન આવે તો તે સત્તાધીશોના અહંકાર સીવાય કંઈ નહીં હોય.

આજ રોજ નગરપાલિકા વિપક્ષ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને મળી પ્રજાએ સૂચિત વેરા વધારાના વિરોધમાં કરેલ સહી ઝુંબેશનું બેનર પાલિકા તંત્ર સમર્પિત કરી વેરો વધારો નાબૂદ કરવામાં આવે તેવી માંગ કરી છે.સાથે જો નગરપાલિકા લોકોના પ્રશ્નો, વ્યથાને ધ્યાનમાં રાખી પ્રજાહિતમાં સૂચિત વેરો વધારો રદ કરવામાં નહિ આવે તો વિપક્ષ ઉગ્ર આંદોલન કરશેનીચિમકી પણ ઉચ્ચારી હતી.

ભરૂચના ઓસારા ગામની શાળાની બાજુની ખુલ્લી જગ્યામાંથી શંકાસ્પદ લોખંડના ૧૯૦ કિલો સળીયા સાથે ૧ ઝડપાયો

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તરફથી મિલકત સંબધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સુચના અન્વયે નબીપુર પોલીસ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે ઓસારા ગામે શાળાની બાજુમા આવેલ ખુલ્લી જગ્યામા કોઇ ઇસમે લોખંડના સળીયા લાવીને શંકાસ્પદ હાલતમા મુકેલ છે. જે બાતમી આધારે પોલીસ ટીમે બાતમીવાળી જગ્યા ઉપર તપાસ કરતા ખુલ્લી જગ્યામા લોખંડના સળીયા પડેલ મળી આવ્યા હતા અને ત્યાં એક ઇસમ પણ હાજર મળી આવ્યો હતો.

નબીપુર પોલીસ ટીમે લોખંડના સળિયા જોતા તેમાં જાડા-પાતળા સળીયા નંગ-૧૯૦ જેની લંબાઇ આસરે ૪૦ફુટની હતી.જેનું વજ્ન કરાવતા કુલ ર૨૧૯ કિ.ગ્રા થયું હતું.પોલીસે એક કિલોની લોખંડની કિ.રૂ.૫૦ લેખે ગણી સળીયાની કુલ કિ.રૂ.૧,૧૦,૯૫૦નો તમામ મુદ્દામાલ કબ્જે લઈ ત્યાં હાજર ઇસમ સલીમખા અલીખા સમેજા ઉ.વ.૨૯ ધંધો.વેપાર હાલ રહે.તવરા ઠાકોર ફળીયામા મંગાભાઇ કાભઈભાઇ ઠાકોરના મકાનમા તા.જી.ભરૂચ મુળ રહે.ભોજારીયા ગામ પોસ્ટ.બિજણા તા.ચોટલા જી.બાડમેર (રાજસ્થાન)ની અટક કરી વધુ તપાસ આરંભી છે.

ભરૂચનો આંગડીયા કર્મી અંકલેશ્વર જતા ચપ્પુની અણીએ લૂંટાયો

અંક્લેશ્વરની આંગડિયા પેઢીનો કર્મચારી ભરૂચ બ્રાન્ચ પરથી રૂ. ૪૫ લાખ રોકડા લઇ એક્ટીવા પર અંક્લેશ્વર જઇ રહ્યો હતો. દરમિયાનમાં ભુતમામાની ડેરી પાસે એક બાઇક પર આવેલાં બે જણા ચપ્પુની અણીએ રોકી તેની આંખમાં મરચાની ભુકી નાંખી રૂ.૪૫ લાખની લૂંટ કરી ફરાર થઇ ગયાં હતાં. અંક્લેશ્વર બી ડિવિઝન પોલીસે તુરંત એક્શનમાં આવી ચારેય તરફ નાકાબંધી કરાવડાવી લૂંટારૂઓને શોધવાની કવાયત હાથ ધરી છે.

અંક્લેશ્વરમાં આવેલ મહેન્દ્ર સોમા આંગડિયા પેઢીમાં ફરજ બજાવતાં ભરત પટેલ તેમની એક્ટિવા પર ભરૂચ ખાતે આવેલી તેમની બ્રાન્ચ પર આવ્યાં હતાં. જ્યાંથી તેમણે રોકડા રૂપિયા ૪૫ લાખ લઇને તે રૂપિયા એક્ટિવાની ડેકીમાં મુકી અંક્લેશ્વર તરફ જવા રવાના થયાં હતાં.

ભરૂચથી અંકલેશ્વર જવા આંગાડીયા કર્મી નર્મદા મૈયા બ્રીજ પસાર કરી ભુતમામાની ડેરી પાસે પોહચ્યો હતો. ત્યાં જ એક બાઇક પર આવેલાં બે શખ્સોએ તેને ચપ્પુની અણીએ રોક્યો હતો. તે કાંઇ સમજે તે પહેલાં જ તેની આંખોમાં મરચાની ભુકી નાંખી દઇ તેની એક્ટિવાની ડેકીમાંથી રૂ.૪૫ લાખ રૂપિયા લઇ ભાગી ગયાં હતાં.

આ ઘટનાને પગલે અંક્લેશ્વર પોલીસ તુરંત એક્શનમાં આવી જઈ એલસીબી-એસઓજીની ટીમોને પણ સતર્ક કરવા સાથે આસપાસના અન્ય પોલીસને જાણ કરી અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી ચેકિંગ શરૂ કર્યું હતું. લૂંટારુંઓની ભાળ મેળવવા CCTVની પણ ચકાસણી કરાઇ રહી છે.

ભરૂચ કે. જે. પોલીટેકનીક કોલેજની યશકલગીમાં એક વધુ મોરપિચ્છ NBA Accreditation

આખા ભારતમાં ખૂબ મહત્વનું ગણી શકાય, તેવા NBA ઇન્સ્પેકશનમાં ભરૂચની શ્રી કે જે પોલીટેક્નિકને સિવિલ એન્જીનીયરીંગ, ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગ, એનવાયરમેન્ટલ એન્જીનીયરીંગની બ્રાન્ચને NBA Accreditation મેળવવામાં સફળતા મળેલ છે.

ભારતભરની કોલજોમાં ટેક્નિકલ એજ્યુકેશનની ગુણવત્તા સુધારવા માટે સરકાર દ્વારા બધી એન્જીનીયરીંગ કોલેજોને આંતરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ ઇન્સ્પેકશન કરવામાં આવે છે. જેમાં વોશિંગ્ટન એકોર્ડના બેન્ચમાર્ક મુજબ ભારત સરકાર દ્વારા National Board of Accreditation, દિલ્હી મારફત કે જે પોલીટેક્નિક – ભરૂચના વિઝન, મિશન, પ્રોગ્રામ એજ્યુકેશન ઓબ્જેક્ટિવ, પ્રોગ્રામ આઉટકમ, કોર્સ આઉટકમ, અભ્યાસક્રમ ડિઝાઈનની પ્રક્રિયા, ટીચિંગની મેથોડોલોજી, પ્રોફેસરોની ક્વોલિટી, આઉટકમ બેઝડ એજ્યુકેશન મુજબ ટીચિંગ તથા એસેસમેન્ટ, વર્ગખંડો, લેબોરેટરીમાં મોર્ડન ઉપકરણો, લાઈબ્રેરી, પ્લેસમેન્ટ, રિઝલ્ટ, ઉચ્ચ અભ્યાસ, સ્ટાર્ટઅપ, વગેરે તમામ બાબતોનું વિગતવાર ઇન્સ્પેકશન કરવામાં આવ્યુ હતું. અને  તમામ માપદંડ મુજબ ઇન્સ્પેકશન કરીને કે જે પોલીટેક્નિક ભરૂચને NBA Accreditation નું પ્રમાણપત્ર આપવામાં આવેલ છે.

આ ઇન્સ્પેકશનમાં રાષ્ટ્રીય સ્તરની NBA ઇન્સ્પેકશન ટિમ દ્વારા સઘન ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.ડાયરેકટરેટ ઓફ ટેક્નિકલ એજ્યુકેશન – DTE, ગાંધીનગર દ્વારા ડો. આઈ. બી. દવે, GEC, ગાંધીનગર, સંસ્થાના NBA મેન્ટર ડો. એ. સી. ધનેશ્વર, પ્રો. જે. એચ. ગાબરા, પ્રો. જે.એસ. દોશી, ગાંધી કોલેજ, સુરત, વગેરે એ સંસ્થાને NBA પ્રક્રિયા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તથા એલ્મની એસોસિએશનના ચેરમેન ખુમાનસિંહ વાંસિયા, ભૂતપૂર્વ ધારાસભ્ય, અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ, પેરેન્ટ્સ, વગેરે એ રૂબરૂ ઉપસ્થિત રહીને NBA ઇન્સ્પેકશન ટીમને સ્ટેક હોલ્ડર તરીકે ખૂબ સરસ ફીડબેક, વગેરે આપ્યો હતો. NBA accreditation ની આખી પ્રક્રિયામાં એલ્મની એસોસિએશનની ભૂમિકા ખૂબ મહત્વની હતી. આચાર્ય એસ. એમ. મિસ્ત્રી, ભૂતપૂર્વ આચાર્ય રીંકુ આર. શુક્લા, NBA કોઓર્ડીનેટર પલક જે. શુક્લા, ઇલેક્ટ્રિકલ ખાતાના વડા એસ. સી. પટેલ, સિવિલ ખાતાના વડા શ્રીમતિ રત્ના ભટ્ટ, એનવાયરમેન્ટ ખાતાના વડા શ્રીમતિ જીની સુનિલ, તથા અન્ય ખાતાના વડાઓ તથા તમામ સ્ટાફ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સંસ્થામાં આ ઇન્સ્પેકશન માટે કોલેજના ગુણવત્તાસભર વિકાસ માટે ખૂબ વિગતવાર કામગીરી કરવામાં આવી હતી. તથા સંસ્થા ના એપ્લાઇડ મિકેનિકસ ખાતાના વડા તેમજ સાઉથ ઝોન NBA ઝોનલ ઓફિસર સી એચ ભટ્ટ ધ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કે જે પોલીટેક્નિક ભરૂચને NBA Accreditation મળવાથી કોલેજની યશકલગીમાં એક વધુ મોરપિચ્છ ઉમેરાયું છે, અને સમગ્ર શિક્ષણ જગતમાં ઉત્સાહનું વાતાવરણ ઉભું થયેલ છે.

દહેજની દેશની સૌથી મોટી હાઇડ્રોજન પેરોકસાઈડ બનાવતી IPL માં આગ

દહેજની દેશની સૌથી મોટી હાઇડ્રોજન પેરોકસાઈડનું ઉત્પાદન કરતી ઇન્ડિયન પેરોકસાઈડ કંપનીમાં શુક્રવારે લાગલી વિકરાળ આગે ઔદ્યોગિક જિલ્લાને એલર્ટ મોડમાં લાવી દીધો હતો.

દહેજ-આમોદ રોડ પર આવેલી ઇન્ડિયન પેરોકસાઈડ કંપની 15 હજાર સ્કવેર મીટરમાં 5 વર્ષ પેહલા સ્થપાઈ હતી. દૈનિક 150 ટન પર ડે હાઇડ્રોજન પેરોકસાઈડની સ્વિડન ટેકનોલોજીથી ઉત્પાદન કરતી IPL દેશની સૌથી મોટી પેરોકસાઈડ બનાવતી કંપની છે.

કંપનીમાં પ્રોસેસિંગ પ્રક્રિયા ચાલતી હતી ત્યારે શુક્રવારે રાતે 10.50 કલાકે મેજર ફાયરનો કોલ મળ્યો હતો. રીએક્ટરમાં કોઈ કારણોસર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો.

કંપનીમાં રહેલા 66 કર્મચારીઓ સમયસર બહાર આવી જતા તેઓનો બચાવ થયો હતો. ઘટનાને લઈ સેફટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ, જીપીસીબી, દહેજ પોલીસ અને વહીવટી તંત્ર દોડી ગયું હતું.

ફાયર બોલ સાથે વિકરાળ બનેલી આગ પર 8 થી વધુ ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી 3 કલાકની જહેમતે કાબુ મેળવી લીધો હતો. કંપનીને પ્રોડક્શન બંધ રાખવા પ્રોહીબીટરી ઓર્ડર આપી આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસવા શનિવારથી તંત્રે કવાયત હાથ ધરી છે.

કેમીકલયુક્ત પાણી પીવાથી 25થી વધુ ઉંટના મોત મામલે ONGCને રૂ.50 લાખનો દંડ ફટકારાયો

વાગરાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25 થી વધુ ઉંટના મોત નિપજવાની ઘટનામાં પર્યાવરણને નુકસાન પહોંચાડનાર ONGCને 50 લાખ રૂપિયાનો દંડ ફટકાવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

 

ભરૂચના વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણીના પગલે 25 થી વધુ ઉંટના મોત નિપજવાની ઘટનામાં તંત્રએ કડક એક્શન લીધા છે. તેલના દરિયા ઉપર તરત સૂકાભંઠ વિસ્તાર સમાન ભરૂચ જિલ્લામાં ONGC ની પાઇપલાઇનમાં લિકેજના કારણે ક્રૂડઓઇલ મિશ્રિત પાણી કચ્છીપુરા નજીક એકત્ર થયું હતું જે પીવાથી ઊંટના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.

આ મામલે સ્પષ્ટ નિષ્કર્ષ સુધી પહોંચવા ઊંટના પોસ્ટમોટર્મ અને FSL રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, લીકેજના કારણે ઓઈલનું નાનું તળાવ બનવાથી પર્યાવરણને નુકસાન પહોંચાડનાર ONGCને ગાંધીનગર GPCB એ 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 10 ને ચૂંટણીમાં હુમલા અને લૂંટમાં 6 મહિનાની સજા

દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 10 આરોપીઓને વર્ષ 2021 ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બોગજ કોલીવાડા ગામે એક વ્યક્તિ પર હીંચકારા હુમલા અને લૂંટના ગુનામાં નર્મદા કોર્ટે 6 મહિના કેદની સજા ફરમાવી છે.

સ્થાનિક સ્વરાજની સરપંચની ચૂંટણી 19 ડિસેમ્બર 2021 ના રોજ હતી. દેડિયાપાડા તાલુકાના બોગજ કોલીવાડા ગામે મળસ્કે હરીફ સરપંચ પદના 6 ટેકેદારો તાપણું કરી રહ્યાં હતાં. ફરિયાદી સતીશ કુંવરજી વસવાના ઘર પાસે જ ચાલતા તાપણા સમયે દેડિયાપાડા AAP ના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 10 વ્યક્તિઓનું ટોળું દોડી આવ્યું હતું.

ચૈતર વસાવાએ સળગતા લાકડા વડે ફરિયાદી પર હુમલો કર્યો હતો. ટોળામાના વિજય વસાવા, રતિલાલ, જયરામ, શાંતિલાલ, સંજય, જીતેન્દ્ર, મુકેશ, ઈશ્વર અને ગણેશે દેડિયાપાડા MLA સાથે ફરિયાદી અને સાથે તાપણું કરવા બેસેલા અન્યને પણ ગડદા પાટુનો માર માર્યો હતો. સાથે જ ચૈતર વસાવાએ ભોગ બનનાર સતિષનો મોબાઈલ અને સોનાની ચેઈન મળી 61, 500 ની લૂંટ ચલાવી હતી. જે અંગે ભોગ બનનારે દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સરપંચની ચૂંટણીમાં હુમલો અને લૂંટનો કેસ નર્મદા સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સેશન્સ જજ નેહલકુમાર આર. જોષીએ દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર દામજી વસાવા સહિત તમામ 10 આરોપીઓને કસૂરવાર ઠેરવી 6 માસની કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો છે.જોકે કોર્ટે સારી વર્તણુક માટે તમામ આરોપીઓને 20 હજારના શરતી જામીને પ્રોબેશન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

ભરૂચમાં જન્મેલા યાકુબ પટેલ યુકેના નોર્થ ઓફ લંડન પ્રેસ્ટન શહેરના મેયર તરીકે ચૂંટાયા

કાઉન્સિલર નીલ ડાર્બીની ઓફિસમાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ યુકેમાં પ્રેસ્ટન શહેરમાં 2023-24 માટે ગુજરાતના ભરૂચ શહેરમાં જન્મેલા યાકુબ પટેલ ભારતીય મૂળના પ્રથમ મુસ્લિમ મેયર તરીકે ચૂંટાયા છે. તેઓ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક થયા હતા.

ભરૂચમાં જન્મેલા યાકુબ પટેલે એમએસ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી અંગ્રેજી સાહિત્યમાં BA અને MAની ડિગ્રી સાથે સ્નાતક થયા. તેઓ જૂન 1976માં યુકે આવ્યા અને 1979માં પ્રેસ્ટન કોર્પોરેશન સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી. પટેલ 4 જુલાઈ, 2009ના રોજ નિવૃત્ત થયા તે પહેલા રેવન્યુ ઈન્સ્પેક્ટર, ટ્રાફિક ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ચીફ, ચીફ ઈન્સ્પેક્ટર અને ઓપરેશન્સ મેનેજર તરીકેની ભૂમિકાઓ પણ નિભાવી હતી. તેઓ નાનપણની ઉંમરથી રાજકારણમાં સંકળાયેલા છે જ્યારે તેમણે તેમના સ્વર્ગસ્થ પિતા માટે પત્રિકાઓનું પ્રચાર અને વિતરણ કરવાનું શરૂ કર્યું, જેઓ કોંગ્રેસ પક્ષના મજબૂત સમર્થક અને સભ્ય હતા.

તેઓ પ્રથમ વખત 1995 માં એવેનહામ વોર્ડ માટે લેબર પાર્ટીના કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા અને પ્રેસ્ટન સિટી કાઉન્સિલના ઇતિહાસમાં પ્રથમ મુસ્લિમ કાઉન્સિલર હતા. વધુમાં, પટેલ 2001-2009 દરમિયાન પ્રેસ્ટન વેસ્ટ ડિવિઝન માટે લેન્કેશાયર કાઉન્ટી કાઉન્સિલર તરીકે પણ ચૂંટાયા હતા. નવા મેયર સ્થાનિક સમુદાયના સક્રિય સભ્ય પણ છે અને પ્રેસ્ટન જામી મસ્જિદ અને પ્રેસ્ટન મુસ્લિમ બ્રીયલ સોસાયટી માટે સહ-પસંદ કરેલ સભ્ય તરીકે સેવા આપે છે.તે ફ્રેન્ચવુડ કોમ્યુનિટી પ્રાઈમરી સ્કૂલ માટે શાળાના ગવર્નર છે. રોઝમેયર કેન્સર, પ્રેસ્ટન ડોમેસ્ટિક વાયોલન્સ સર્વિસીસ અને ઈમાઉસ 2023-24 માટે પટેલની મેયરલ ચેરિટીઝ હશે.

પ્રેસ્ટનના મેયર રાખવાની પરંપરા મધ્ય યુગની છે જ્યારે 1179માં હેનરી II દ્વારા શહેરનું પ્રથમ ચાર્ટર (નગરને ચોક્કસ અધિકારો આપતો દસ્તાવેજ) આપવામાં આવ્યો હતો. પ્રેસ્ટનના મેયર શહેરના પ્રથમ નાગરિક તરીકે કાર્ય કરે છે, જેનો અર્થ છે કે તેઓ શહેર વતી બોલે છે અને તેની ઓળખનો મહત્વપૂર્ણ ભાગ છે. તેઓ નાગરિક અને ઔપચારિક કાર્યક્રમોમાં સ્થાનિક લોકોનું પ્રતિનિધિત્વ પણ કરે છે. એકવાર પસંદ થયા પછી, તેઓ નીચેની વાર્ષિક કાઉન્સિલમાં આગળ વધતા પહેલા એક વર્ષ માટે ડેપ્યુટી મેયર બને છે અને એક વર્ષ માટે મેયર તરીકે સેવા આપે છે.

યાકુબનો જન્મ ભારતમાં ભરૂચ શહેરમાં થયો હતો. યાકુબ M.S.માંથી સ્નાતક થયા. બરોડા યુનિવર્સિટીમાંથી જ અંગ્રેજી સાહિત્યમાં MA ની ડિગ્રી સાથે. તેઓ જૂન 1976 માં યુકે આવ્યા, લગ્ન કર્યા અને ત્યારથી તે તેમના પરિવાર, બાળકો અને પૌત્રો સાથે ફ્રેન્ચવુડ વિસ્તારમાં રહે છે.

યાકુબે તેમની કારકિર્દી 1979 માં પ્રેસ્ટન કોર્પોરેશન સાથે શરૂ કરી અને તેને PSV કંડક્ટરમાંથી PSV ડ્રાઈવર તરીકે બઢતી આપવામાં આવી. 4 જુલાઈ 2009ના રોજ નિવૃત્ત થયા તે પહેલાં યાકુબે રેવન્યુ ઈન્સ્પેક્ટર, ટ્રાફિક ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ચીફ, ચીફ ઈન્સ્પેક્ટર અને ઑપરેશન મેનેજર તરીકેની ભૂમિકાઓ પણ નિભાવી હતી. યાકુબે પ્રેસ્ટન બસ સાથે ઘણી ભૂમિકાઓ ભજવી છે, જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટર, હેલ્થ એન્ડ સેફ્ટી રિપ્રેઝન્ટેટિવ અને ACTS યુનિયનના ચેરમેન હોવાનો સમાવેશ થાય છે.

ગૌરવપ્રદ રીતે તેમની નવી ભૂમિકામાં, યાકુબ પટેલ કાઉન્સિલની બેઠકોની અધ્યક્ષતા કરશે, અને કાર્યાલયમાં તેમના સમગ્ર કાળ દરમિયાન શહેરનું પ્રતિનિધિત્વ કરતા ઔપચારિક વડા તરીકે કાર્ય કરશે.

હું પ્રેસ્ટનના મેયર બનવા માટે સન્માનિત અને આનંદ અનુભવું છું, જે શહેર મને મારું ઘર કહીને ગર્વ અનુભવું છું. હું આશા રાખું છું કે હું જે સમુદાયોની સેવા કરું છું તેમાં સકારાત્મક ફેરફારો લાવી શકીશ અને આગામી વર્ષ માટે મારી મેયરલ સખાવતી સંસ્થાઓ દ્વારા વધારાનો ટેકો પૂરો પાડીશ.” પટેલે જણાવ્યું હતું. તેમની આ નવી ભૂમિકા પહેલા, પટેલ મે 2022 થી શહેરના ડેપ્યુટી મેયર તરીકે સેવા આપી રહ્યા છે. લાંબા સમયથી સેવા આપતા કાઉન્સિલર નાગરિક ફરજો નિભાવી રહ્યા છે અને ઉનાળામાં તત્કાલિન મેયરની સાથે શાહી પરિવારની મુલાકાતનું આયોજન કર્યું હતું.

ચૂંટાયેલા મેયર, કાઉન્સિલર યાકુબ પટેલને ઓફિસની સાંકળો સોંપતા મને ખૂબ જ આનંદ થાય છે તેવું જણાવ્યું. છેલ્લું વર્ષ મારા જીવનનો સૌથી ઉત્કૃષ્ટ અનુભવ રહ્યો છે અને તે મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. અમારા કલ્પિત શહેરના મેયર,એમ પ્રેસ્ટનના આઉટગોઇંગ મેયર ડાર્બીએ એક ટ્વિટમાં લખ્યું.

વાગરાના કચ્છીપુરા ગામે કેમીકલ યુક્ત પાણી પીતા ૨૫ જેટલા ઉંટના મોત

ભરૂચ જિલ્લા ના વાગરા તાલુકા ના ચાંચવેલ પાસે આવેલ કચ્છી પુરા ગામ ખાતે એક સાથે 25 જેટલાં ઊંટ મોત ને ભેટી જતા પશુપાલક પર દુ:ખનો પહાડ તુટ્યો હતો. એક બાદ એક અચાનક ટપો ટપ ૨૫ જેટલા ઊંટ એ ડમ તોડી દેતા પશુપાલકને લાખોનું નુકશાન થયું છે.

પ્રાથમિક જાણકારી મુજબ કેમિકલ યુક્ત પાણી પીવા ના કારણે આ ઊંટ ના મોત થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે,એક સાથે 25 જેટલાં ઊંટ ના મોત બાદ પશુપાલકે મામલે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પર્યાવરણ ના દુશ્મન કેટલાક જેવાબદાર તત્વો ના કારણે આ પ્રકારે ઘટનાઓ બનતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.પશુપાલકે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી તંત્ર ના નીતિ નિયમોને નેવે મૂકી દરિયાઈ વિસ્તાર તેમજ આસપાસમાં પસાર થતી કાંસ માં કેમિકલ યુક્ત પાણી બિન્દાસ અને બે ફિકેરાઈ થી છોડવામાં આવતું હોવાનું કહેવાય રહ્યું છે, જે બાદ પશુ પક્ષીઓ અને જળચર પ્રાણીઓ આ પ્રકાર ના કેમિકલ યુક્ત પાણીના કારણે મોત ને ભેટી જતા હોય છે.

હાલ એક સાથે 20 થી વધુ ઊંટ નો મામલો સામે આવ્યા બાદ પશુ પાલકોએ મામલે તંત્ર માં જાણ કરવાની તજવીજ હાથધરી છે, સાથે જીપીસીબી સહિત ના વિભાગો પણ આ પ્રકારે પર્યાવરણ ના દુશ્મન બનેલા તત્વો સામે કડક માં કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

error: Content is protected !!