આજે લાભ પાંચમ.દીપાવલીના શુભ તહેવારો પછી આજથી નવા વહેવારનો દિવસ.ધંધા -રોજગારને કોરોના કાળ પછી આ વખતે તેજીનો ટકોરો વાગ્યો છે .આજથી રાબેતા મુજબ ધંધા-રોજગાર પૂર્વવત થશે .ત્યારે, જે ઘડીની રાહ જોવાઈ રહી છે એ ટેકાના ભાવની મગફળી આજથી સરકાર ખરીદ કરશે. વર્ષ 2021-22 માં પ્રતિ ક્વિન્ટલ રૂ.5,550 ના ભાવે ખરીદી કરાઈ હતી . જે વર્ષ 2020-21 માં પ્રતિ ક્વિન્ટલ રૂ.5,275ના ભાવે ખરીદી થઇ હતી. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં સૌથી વધુ 57,579 રાજકોટ જિલ્લામાં નોંધણી થઇ છે. અને નોંધાયેલા ખેડૂત દીઠ 2500 કિલો મગફળીની ખરીદી થશે.
રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં કુલ 7.03 લાખ મેટ્રિક ટન મગફળી સરકારે ખરીદી છે તો જમીનના પ્રમાણમાં 500 કિલો બીજી વખત ખરીદીની સરકારની તૈયારી પણ છે. ટેકાના ભાવની મગફળીની પ્રક્રિયા અંદાજે ત્રણ માસ સુધી રહી શકે છે. રાજ્યના 2.65 લાખ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવશે.
મગફળી ખરીદી અંતર્ગત જિલ્લાઓમાં કલેક્ટરની આગેવાનીમાં ટીમ પણ બનાવવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં કુલ 7,03,137 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે.રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન થયું હતું. 1 ઑક્ટોબરથી ચાલુ થયેલા આ ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં 1 લાખ 10 હજાર 243 થી વધુ ખેડૂતોએ મગફળી ખરીદીના ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કરાયું છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 26 હજાર 998 રજિસ્ટ્રેશન ખેડૂતો જ્યારે તે બાદ ગીર સોમનાથ જિલ્લામાં 23 હજાર 745 થી વધુ રજિસ્ટ્રેશન થયા છે.
રાજ્ય સરકારે મગફળી ખરીદીને લઇને મહત્વનો નિર્ણય કરતા લાભપાંચમથી મગફળી ખરીદી શરૂ થશે ત્યારે મગફળી ખરીદી માટે સરકાર વીડિયોગ્રાફીની મદદ લેશે આ ઉપરાંત CCTV કેમેરાના નિરીક્ષણ હેઠળ મગફળીની ખરીદી કરાશે.રાજ્યના 155 APMC કેન્દ્રો પર મગફળીની ખરીદી થવાની છે ત્યારે સરકારે વિડીયો ગ્રાફી અને CCTVની નિગરાનીમાં આ ખરીદી થાય તેવો નિર્ણય લીધો છે.મગફળી ખરીદી વેળા કૃષિ યુનિવર્સિટીના 150 અધિકારીઓ પણ સુપરવિઝનનાં કામમાં જોડાશે. સાથોસાથ 450 કરતાં વધુ કર્મચારીઓનો સ્ટાફ ખરીદીના કામમાં લાગશે. કેટલીક વધારાની જવાબદારી અંતર્ગત એપ્રેન્ટિસ એક્ટ અંતર્ગત વધારાના 120 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.