અંકલેશ્વરમાં ગડખોલ પાટિયા પર આવેલ સામ્રાજ્ય સોસાયટી અને ઐય્યાપ્પા ટેમ્પલ વચ્ચેના ખેતરમાં ફટાકડાના તણખા પડતા આગ ભભૂકી ઉઠી હતી. જેમા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું ખેતર ચપેટમાં આવી ભડકે બળ્યું હતું.
આગનું વિકરાળ સ્વરૂપને લઇ આજુબાજુ સોસાયટીમાં ભય ફેલાયો હતો. અંકલેશ્વર પાલિકા ફાયર ટીમને જાણ છતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવી ભારે જહેમતે ખેત મજૂરોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ ઉપરાંત ભડકોદ્રા ગામ ખેતર માં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ખેતર નજીક ઓ.એન.જી.સી વેલ હોવા ને લઇ એક તબક્કે મોટી હોનારત નો ભય ઉભો થયો હતો. જો કે ડી.પી.એમ.સી અને ઓ.એન.જી.સી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. શેરડી ના ઉભા પાક માં લાગેલી આગ ને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. આ આગ ઊપર કલાક ઉપરાંત ની જહેમતે ત્રણ સ્થળે પાણી મારો ચલાવી કાબુ મેળવાયો હતો.
[breaking-news]
Date: