આજે ભરૂચ સહિત જિલ્લાના નાના મોટા વેપારીઓ ઘરની લક્ષ્મી દીકરી અથવા પુત્રવધૂના હાથે વેપાર-ધંધાનું મૂહર્ત કર્યા છે. કુમકુમ તિલક અને સ્વસ્તિક કરી દુકાનના શટર ખોલવામાં આવ્યા છે અને સમગ્ર વર્ષ વેપાર ધંધો સારો ચાલે તે રીતની પ્રાર્થના કરવામાં આવી છે આજથી ફરી એકવાર ભરૂચ સહિત જિલ્લાના બજારો ખુલી ગયા છે.
આજે લાભ પાંચમનો પાવન દિવસ છે. જેને સૌભાગ્ય પાંચમ પણ કહેવામાં આવે છે. વર્ષના સૌથી મોટા તહેવાર દિવાળી પછીનો આ દિવસ ખાસ એટલે માટે છે, કારણ કે આજથી વેપારીઓ પોતાના વેપાર-ધંધાની શરૂઆત કરે છે. આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા સુખ અને સમૃદ્ધિ માટે કરવામાં આવે છે. નવા વર્ષની રજાઓ માણ્યા બાદ આજથી વેપાર-ધંધા શરૂ કરવા માટેનો ઉત્તમ દિવસ છે. લાભ પાંચમના પાવન પર્વ પર દરેક લોકો પોતાનો વેપાર ધંધો ફરી શરૂ કરતા હોય છે, દિવાળીના દિવસે ચોપડા પૂજન કર્યા બાદ વેપાર-ધંધા બંધ કરવામાં આવ્યા હોય છે. તહેવારને લઈને તે આજે ફરી શુભ મુહૂર્ત કરીને વેપાર- ધંધા ખોલ્યા છે. આજે ભરૂચના નાના મોટા વેપારીઓ ઘરની લક્ષ્મી દીકરી અથવા પુત્રવધૂના હાથે વેપાર-ધંધાનું મૂહર્ત કર્યા છે. કુમકુમ તિલક અને સ્વસ્તિક કરી દુકાનના શટર ખોલવામાં આવ્યા છે અને સમગ્ર વર્ષ વેપાર ધંધો સારો ચાલે તે રીતની પ્રાર્થના કરવામાં આવી છે આજથી ફરી એકવાર ભરૂચ સહિત જિલ્લાના બજારો ખુલી ગયા છે.
•કેતન રાણા, ન્યુઝલાઇન, ભરૂચ