રજવાડી નગરી રાજપીપળામાં ગોહેલ વંશનું શાસન હતું, ગોહિલ વંશના કુળદેવી હરસિધ્ધિ માતાજી હતા. મહારાણા વેરીસાલજી મહારાજ હરસિધ્ધિ માતાજીની આરાધના કરવા વારંવાર ઉજ્જૈન જતા હતા. એક દિવસ મહારાણા વેરીસાલજી મહારાજની ભક્તિ પ્રસન્ન થય વરદાન માંગવાની વાત કરતા વેરીસાલ મહારાજે રાજપીપલા આવવાની વાત કરી અને માતાજી તેમની સાથે રાજપીપલા આવવા નીકળ્યા જે વાતને લગભગ 419 વર્ષ થયા રાજપીપલા આવતા માતાજીનું મંદિર બનાવ્યું હતું.આજે પણ રાજપીપલામાં હરસિધ્ધિ માતાજી હાજરાહાજુર છે.
અનેકવાર માતાજીના મંદિરને રીનોવેશન કરવામાં આવ્યું પરંતુ માતાજીનું મંદિર બનાવનાર મહારાજના આકાર્યને માતાજીના ઇતિહાસને આજની પેઢી જુએ તે માટે સમસ્ત રાજપૂત સમાજ દ્વારા હરસિધ્ધિ માતાનાજી ના પટાંગણ માં મહારાણા વેરીસાલજી મહારાજની પ્રતિમા મુકવામાં આવી, મહારાજા રઘુવીરસિંહ અને યુવરાજ માનવેન્દ્રસિંહ દ્વારા પૂજન કરી ને પ્રતિમા મુકવામાં આવી છે.
સમસ્ત રાજપૂત સમાજ અને રાજવી પરિવાર દ્વારા રાજવંત પેલેસ ખાતે થી શોભાયાત્રા નીકળી ને સીધા હરસિધ્ધિ માતાજીના મંદિરે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીને મહારાણા વેરીસાલજી મહારાજની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું. જેમાં મહારાણી રુક્મણિ દેવી, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ અને આગેવાનો હાજર રહ્યા હતા. હવે મંદિર પરિસરમાં માતાજીના દર્શન માટે જનારા તમામ ભક્તો મહારાણા વેરીસાલજીના પણ દર્શન કરશે તેમના ઇતિહાસ ને યાદ કરશે.
[breaking-news]
Date: