ભરૂચ શહેરના પાંચ બત્તી વિસ્તારમાં ધોળે દહાડે એક યુવકને લૂંટી લેવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ શહેરના હાર્દસમા પાંચબત્તી વિસ્તારમાં તિલક રામરાજ કુમાર ગુપ્તા પોતાના કામ અર્થે આવ્યા હતા.દરમિયાન રિલીફ ટોકીઝ પાસે કોઈક અજાણ્યા ઈસમ દ્વારા તેઓ પાસે પહોંચી જઇ માસ્કના નામે તેઓને ધમકીઓ આપી તિલક ગુપ્તા પાસે રહેલ રોકડ રકમ રૂપિયા બે હજાર તેમજ ત્રણ હજારની કિંમતનો એક મોબાઇલ ફોન તેને ધાક ધમકીઓ આપી લૂંટ કરી સ્થળ પરથી ફરાર થઇ જતાં ચકચાર મચી જવા પામી છે.
જો કે ઘટના બાદ તિલક ગુપ્તાએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ઈસમ સામે લૂંટ અંગેનો ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સતત લોકોથી ધમધમતા પાંચબત્તી વિસ્તારમાં ગત બપોરના સમયે બનેલ ઘટનાના પગલે સમગ્ર મામલો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here