સુરતના પાંડેસરામાં દિવાળીના દિવસે થયેલ અપહરણ દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં પાંડેસરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. આરોપી ગુડડું મધેશ યાદવ મૂળ બિહારનો વતની છે અને સુરતના પાંડેસરામાં ભગવતી નગરમાં રહી ફેક્ટરીમાં કામ કરતો હતો. આરોપીને ઝડપભેર સજા મળે તે માટે પોલીસ ઝડપી ચાર્જશીટ દાખલ કરશે અને કડક સજા થાય તે માટે કામગીરી હાથધરી છે.
100 પોલીસ કર્મીની ટીમ બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન પોલીસને માસુમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ત્યારે પોલીસે આસપાસના સીસીટીવીની તપાસ કરી હતી જેમાં આરોપી ગુડડું માસુમને લઈ જતા નજરે પડ્યો હતો.
આરોપી ગુડડું યાદવે અપહરણ દુષ્કર્મ અને હત્યાને અંજામ આપી સુરતમાં જ પોતાના મિત્રના ઘરે સંતાઈ ગયો હતો. જોકે પોલીસ હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આરોપી સુધી પહોંચી હતી. આરોપીની અટકાયત કર્યા બાદ પોલીસે પૂછપરછ શરૂ કરી હતી.
આ કેસમાં ઝડપાયેલ આરોપીએ પોલીસને શરૂઆતમાં ગેરમાર્ગે દોર્યા હતા. જોકે કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા આરોપીએ ગુનો કબુલ્યો હતો.પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીના મોબાઈલમાં પોર્ન ફિલ્મ મળી આવી છે. જેને પુરાવા તરીકે કબ્જે કરવામાં આવ્યા છે. સુરત પોલીસ કમિશ્નરે જણાવ્યું છે કે ચાર્જશીટ ઝડપથી થાય તે માટે કામગીરી કરવામાં આવશે. ઝડપથી કેસ ચાલે તે માટે પ્રયત્ન કરાશે. બાળકી સાથે અઘટિત ઘટના ઘટી છે કે કેમ તે માટે PM કરવામાં આવ્યું હતું. જેમાં બાળકી સાથે બર્બરતા આચરવામાં આવી છે. બાળકી સાથે દુષ્કર્મ આચારી તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું PM રિપોર્ટમાં સામે આવ્યું છે.
[breaking-news]
Date: