The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 222

ભરૂચ : જુના તવરા ગામે આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 2 ની કરાઇ શરૂઆત

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે સમસ્ત ગામજનો દ્વારા આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે. આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટની આ બીજી સીઝન છે જેથી આ ટુર્નામેન્ટમાં ભારે રસાકસી જામે તેવી પુરેપુરી સંભાવના છે. આ ટુર્નામેન્ટમાં જૂના તવરા ગામ માં વસતા તમામ સમાજના યુવાનો તેઓ પોત પોતાની સમાજની ટીમ બનાવી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે જેમાં ૨૦ જેટલી ટીમો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે.

સમસ્ત જૂના તવરા ગામ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવા ના ઉદ્દેશ એ છે કે હાલ દિવસે દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરી વિસ્તાર જેવું વાતાવરણ થઈ રહ્યું છે હાલ જુના તવરા ગામમાં પણ ખુબ મોટા પાયે વિકાસ થઇ રહ્યો છે જેમાં શહેરીકરણના પણ મોટા ભાગના લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહેવા આવી રહ્યા છે આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના લોકોની એકતા જળવાઈ રહે લોકોમાં સમભાવ જળવાઈ રહે લોકો એકબીજા પ્રત્યે આદર અને સન્માન સાથે રહે તે હેતુથી જૂના તવરા ગામ દ્વારા આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ટુર્નામેન્ટ થી ગામના યુવાનો એક જૂથ થાય એકબીજા પ્રત્યે સમભાવ રાખે અને એકબીજા સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહે આવા શુભ હેતુથી જૂના તવરા ગામ માં સતત બીજા વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આજે વહેલી સવારે દિપ પ્રાગટ્ય કરી શ્રીફળ ફોડી રીબીન કાપી ટુર્નામેન્ટનો ઓપનિંગ કરવામાં આવ્યુ હતું જેમાં જૂના તવરા ગામના સૌ મિત્રોઅને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ ટુર્નામેન્ટમાં જૂના તવરા ગામ ની ૨૨ જેટલી ટીમો હા ટુર્નામેન્ટમાં ભાગ લેનાર છે

જૂના તવરા ગામ ખાતે ટુર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લઇ રહી છે જૂના તવરા ગામ માં વસતા અલગ અલગ સમાજ ની ટીમો પોતાના સમાજની ટીમ લઈને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે.આ ક્રિકેટ ટુર્નામેન્ટ ની વિગત જોતા

વસાવા સમાજ ની 4
ગોહીલ સમાજ ની 9
આહિર સમાજની 2
ઠાકોર સમાજ ની 2
પ્રજાપતિ સમાજની 2
રાજપૂત સમાજની 1
મારવાડી સમાજની 1
આમ કુલ 20 ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે.

વાત છે… મતલબની …..! બ્લોગ બાય નરેન કે સોનાર ‘પંખી’

• અહીં સૌ કોઈને પોતપોતાના મતલબ છે, નામના મેળવવાની સૌને નશીલિ તલબ છે.

તમે કોઈ જાહેર પ્રસંગ કે સેમિનારમાં જોયું જ હશે કે તે પ્રસંગની બેઠક વ્યવસ્થા જુદી જુદી કેટેગરીમાં વહેચાઈ જાય છે. ડાયસ અને પ્રથમ પંક્તિની બેઠક વ્યવસ્થા ખાસ હોય છે. જે મોડી ભરાય છે અને જલ્દી ખાલી થઈ જાય છે. કેમકે તે બેઠકો VIP / VVIP કે ચીફ ગેસ્ટ માટે ખાલી રાખવામા આવતી હોય છે. જે કાર્યક્ર્મ શરૂ થતાંની થોડી ક્ષણ પહેલાં ઉભરાય છે અને કાર્યક્ર્મના પ્રથમ અર્ધા કલાકમાં ખાલી પણ થઈ જાય પછી એ ખુરશીઓ એના બેસનારાની રાહ જોતી રહે છે.

એક દિવસ પહેલાં જ એક સાહિત્યક કાર્યક્ર્મમાં જવાનું બન્યું. શહેરના જાણીતા કવિઓ કાવ્ય પાઠ કરવા અધીરા હતા. કાર્યક્ર્મ શરૂ થયો. એક પછી એક કવિ-કવયિત્રીઓ પોતપોતાની કાવ્ય રચનાનું પઠન કરતાં ગયા. પણ આશ્ચર્યની વાત એ હતી કે તેઓ ફક્ત પોતાનું જ સંભળાવવા આવ્યા હતા નહીં કે બીજાનું સાંભળવા!!!. જેવો તેમનો ક્રમ આવ્યો પઠન કર્યું અને પછી ધીમે રહીને કાર્યક્ર્મમાઠી સરકી ગયા. મંચ પર થોડીવાર પહેલાં કાવ્ય પાઠકો બેસેલા તે ખુરશીઓ સાવ ખાલી લાગતી હતી. આગલી હરોળ પણ ખાલી થઈ ગઈ હતી. ઔપચારિક દાદ આપવા પૂરતા કાવ્ય પાઠકો કે જેમનો ક્રમ નહોતો આવ્યો તે જ મંચ પર બિરાજમાન હતા. જો એમનો નંબર પહેલો આવ્યો હોત તો તેઓ પણ ધીમેથી સરકી જ ગયા હોત.

ઉપરોક્ત પ્રસંગ એક ઉદાહરણ છે કે અહી સૌ કોઈ મતલબ સાથે મતલબ રાખે છે. શિવની જેમ હળાહળ ગટ ગટવવાની ક્યાં કોઈ હિમ્મત રાખે છે.

હવે તો લગ્ન પ્રસંગ પણ શરૂ થઈ ગયા છે. હવે તો કંકોત્રી પણ વોટ્સએપ થતી જાયે છે એટ્લે પ્રત્યક્ષે નિમંત્રણનો રિવાજ પણ ધીમે ધીમે લુપ્ત થઈ જ રહ્યો છે. નિરર્થક બીઝી આપણે સૌ ધીમે ધીમે મળવાનું ને ભળવાનું ભૂલી રહ્યા છે. બંધુ જ જાણે યંત્રવત થઈ ગયું છે. કેટલાક તો એવું વિચારે કે આપણાં ફલાણા સંબંધી દીકરાના કે દીકરીના લગ્ન લીધા છે પણ જો લગ્નમાં નિમંત્રણ ના આવે તો સારું આમ પણ ના જાવ તો પણ ચાંલ્લો તો કરવાનો જ ને !. અને ભૂલે ચૂકે નિમંત્રણ મળી ગયું તો ભોજનની તારીખ અને સમય પર પહેલી નજર જતી હોય છે. પંગત જમણવાર હવે બુફે તરીકે ઓળખાય છે. ફક્ત શહેરો , રોડ કે સ્ટેશનના જ નામ નથી બદલાતા અહી તો આખે આખા રિવાજો બદલી નાખવામાં આવે એવું બનતું હોય છે.

મતલબ બધાને પોતાના મતલબ સાથે મતલબ છે. આ આખી દુનિયા મતલબી ક્લબ છે ખરાઅર્થમાં મળતી દાદ અને ખરા અર્થમાં ઉજવાતા પ્રસંગો તો નસીબની વાત છે. બધાને સંભળાવવું છે સાંભળવું કોઈને નથી.

ક્યારેક તો એવું પણ બને છે કે કાર્યક્ર્મ રજૂ કરનારાઑની સંખ્યા શ્રોતાઑ કરતાં વધારે હોય છે!!!. આ તો જસ્ટ વાત.

અને છેલ્લે :
મારે તમને મારી વાત જણાવવી એ મારો મતલબ હતો જે પૂરો થયો. મતલબ વગરની તલબ રાખનારાને દુનિયા મૂર્ખમાં ખપાવે છે બધાને પ્રાપ્ત કરવું છે આપવું નથી. ઓછું કરવું છે પણ ઉમેરવું નથી . કોઈ દિવસ મળે તો ઓળખવાનો પણ ઇનકાર કરે એ કહેવાતી વ્યક્તિ કોઈ પરિચિત પાસેથી તમારો ફોન નંબર લઈ ફોન કરે ત્યારે એ તમને જે ખબર અંતર પૂછે છે ને એ માત્ર ઔપચારિક્તા જ હોય છે. એ ખબર અંતરની વાત પૂરી થાય પછી જે એના મતલબની વાત તમારી સમક્ષ રજૂ કરે એને એની સાથે મતલબ હોય છે નહીં કે તમારી ખબરઅંતર પુછવામાં! આ તો જસ્ટ વાત.
(બંધ બેસતી પાઘડી પહેરવી નહીં !!! ભાડું બહુ મોંઘું પડે છે.)

બ્લોગ બાય: નરેન કે સોનાર ‘પંખી’

ઇતિહાસમાં પહેલીવાર શક્ય બન્યું ‘બર્ફસ્તાન’ એન્ટાર્કટિકામાં વિમાનનું લેન્ડિંગ

ઈતિહાસમાં પહેલીવાર, એક કોમર્શિયલ એરબસ વિમાને એન્ટાર્કટિકામાં બર્ફીલા રનવે પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું. આ એક એવી સિદ્ધિ છે જેની કોઈએ ક્યારેય અપેક્ષા કરી ન હતી. જોકે, એ જ મહિનામાં કંપનીનું A340 એરક્રાફ્ટ બરફથી ભરેલા રનવે પર લેન્ડ થયું હતું, ત્યારથી આ ‘બરફસ્તાન’માં પર્યટનની શક્યતાઓ ખુલતી જોવા મળી રહી છે.

2 નવેમ્બરના રોજ A340 વિમાને સવારે દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનથી ઉડાન ભરી અને આ લગભગ 4,630 કિમી (2500 નોટિકલ માઈલ)નું અંતર કાપીને એન્ટાર્કટિકા પહોંચ્યું. આ પ્લેનને એન્ટાર્કટિકાના બરફ પર લઈ જનાર પાયલોટ કેપ્ટન કાર્લોસ મિરપુરી હતા.
સીએનએનના અહેવાલ મુજબ, આ કારનામું Hi Fly નામની એરલાઇન દ્વારા કરવામાં આવ્યું છે. આ સિઝનમાં, વૈજ્ઞાનિકો અને કાર્ગો સિવાય, આ વિમાન દ્વારા થોડી સંખ્યામાં પ્રવાસીઓને એન્ટાર્કટિકા પહોંચાડવામાં આવશે.

જોકે, બર્ફીલા રનવે પર પ્લેનનું લેન્ડિંગ એટલું સરળ નહોતું. કેપ્ટન મિરપુરીએ વર્ણવ્યું કે કેવી રીતે પાયલોટને ધ્રુવીય બરફમાંથી નીકળતી ચમકથી બચાવવા માટે તેમની આંખોને ખાસ કવચથી ઢાંકવી પડી. એન્ટાર્કટિકામાં હજી સુધી કોઈ વાસ્તવિક એરપોર્ટ નથી. આ બરફીલા રનવે વિસ્તારમાં માત્ર 50 લેન્ડિંગ સ્ટ્રીપ્સ છે.

આજે ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી શાહ વિકાસના કામોને આપશે લીલીઝંડી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે ગાંધીનગરમાં વિકાસના કામોનું ઉદ્ઘાટન કરવાના છે. ગાંધીનગરમાં આવેલ અમૂલ ફેડ ડેરીમાં આજે અમિતશાહ પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.

આ સિવાય અમિતશાહ આજે અમૂલ ફેડ ડેરીમાં ઓટોમેટિક રોબોટિક સ્ટોરેજ અને રેટ્રીવાલ સિસ્ટમનું પણ ઉદ્ઘાટન કરવાના છે. સાથેજ આજે તેઓ હાઈટેક વેર હાઉસિંગ સુવિઘાનું પણ ઉદ્ગાટન કરીને વિકાસના કામોને લીલીઝંડી આપવાના છે.

ગુજરાતમાં અમિતશાહનો આ પ્રવાસ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કારણકે આગામી ચૂંટણીને લઈને અમિતશાહ સમીક્ષા કરવાના છે. સાથેજ તેમને યોગ્ય લાગશે ત્યાં પાર્ટીને સલાહ સૂચન પણ તેઓ આપશે. કારણકે ભાજપ દ્વારા 2022ની ચૂંટણીને લઈને અત્યારથી જ પૂર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

ગુજરાતમાં 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ફરી કમોસમી વરસાદની શક્યતા

ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં શિયાળા દરમ્યાન કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ફરી એક વાર કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 30 નવેમ્બરની રાતથી 2 જી ડિસેમ્બર સુધી માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ દમણ અને દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સામાન્યથી મધ્યમ અને ગાજવીજ સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 30 નવેમ્બર રાતથી 1 ડિસેમ્બરના રાત સુધીના ચોવીસ કલાકમાં ભરૂચ, સુરત, ડાંગ, તાપી,. વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. જ્યારે 1 ડિસેમ્બરના રાતથી 2 ડિસેમ્બરના રાત સુધી ચોવીસ કલાકમાં દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને દીવ તેમજ અમદાવાદ, આણંદ, ખેડા મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદ પડશેની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ફરી કમોસમી વરસાદની શક્યતા

ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં શિયાળા દરમ્યાન કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ફરી એક વાર કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 30 નવેમ્બરની રાતથી 2 જી ડિસેમ્બર સુધી માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ દમણ અને દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સામાન્યથી મધ્યમ અને ગાજવીજ સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 30 નવેમ્બર રાતથી 1 ડિસેમ્બરના રાત સુધીના ચોવીસ કલાકમાં ભરૂચ, સુરત, ડાંગ, તાપી,. વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. જ્યારે 1 ડિસેમ્બરના રાતથી 2 ડિસેમ્બરના રાત સુધી ચોવીસ કલાકમાં દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને દીવ તેમજ અમદાવાદ, આણંદ, ખેડા મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદ પડશેની આગાહી કરવામાં આવી છે.

અંકલેશ્વરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ સંપન્ન

અંકલેશ્વરમાં 23થી 26 નવેમ્બર દરમિયાન 4 દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે 15 હજારથી વધુ ભક્તોએ ભાગ લીધો હતો. પ્રેરક પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ની પ્રેરણા થી હાંસોટ રોડ ખાતે ભવ્ય નૂતન બી.એ. પી.એસ સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. જે સ્વામિનારાયણ મંદિરના નિર્માણનો શિલાન્યાસ મહોત્સવ સંપન્ન કરાયો છે.

અંકલેશ્વર શહેર માં સૌ પ્રથમ વખત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ની પ્રેરણા થી ભવ્ય નૂતન બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિરની નિર્માણ કરવામાં આવશે. એશિયાડ નગર ખાતે નિર્માણ પામનાર મંદિર શિલાન્યાસ મહોત્સવ સંપન્ન કરાયો છે. આગામી 23થી 26 નવેમ્બર દરમિયાન 4 દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શિલાન્યાસ વિધિ, મહાપુજા, પ્રાસંગીક સભા, સ્વ હસ્તે શીલા સ્થાપન, મહા પ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 હજારથી વધુ ભક્તો એ વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી આગામી વર્ષો અંકલેશ્વર ભવ્ય નૂતન બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર નિર્માણ પામશે.

ઝઘડિયા: આકાશ ટાઇલ્સમાં ચોરી કરતા ૪ ઝડપાયા

ઝઘડિયા પોલીસ ગત રાત્રિએ જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન તેઓ પેટ્રોલીંગ કરતા કરતા ધારોલી ચોકડી આવતા તેમને ખાનગી બાતમીદારથી માહિતી મળી હતી કે હિતેશ બકોરભાઈ પટેલ અને તેના માણસો આકાશ ટાઇલ્સ કંપની ઉપર રેકી કરી તેમના મળતીયા માણસો દ્વારા બંધ કંપનીમાંથી દિવસના સમયે ગેસ કટર વગેરે સાધનો વડે સ્ક્રેપ તથા મોટરો અને કીમતી મશીનરી વગેરે સામાન કાપી તેની ચોરી કરી કરાવી બાલવીર નામના માણસ રહે. અંકલેશ્વરની સાથે સંપર્કમાં રહી આઇસર ટેમ્પા સામાન ભરાવી લઈ જાય છે અને આ બાબતે હીતેશ બકોરભાઈ પટેલ રેકી કરે છે.

જેથી ઝઘડિયા પોલીસે બાતમી વાળી જગ્યાએ જઈ આકાશ ટાઇલ્સ કંપનીમાં જતા ત્યાં કેટલાક ઇસમો બેટરી ટોર્ચ અને મોબાઈલ ટોર્ચ ના પ્રકાશ પાડી ટેમ્પામાં સ્ક્રેપ ભરી રહેલ હતા અને સ્ક્રેપ ભરવાનો અવાજ સંભળાતો હતો, જેથી પોલીસે ટેમ્પા નજીક જઈને કોર્ડન કરી ચોરી કરનાર ઈસમોને પકડવા જતાં ચાર પાંચ જેટલા ઈસમો ભાગી ગયેલ હતા અને રાકેશ કુમાર, ઘનશ્યામ શ્રીકૃષ્ના, રોહિત શિવ પ્રસાદ અને વાજીત નાસીર શાહ નામના ઈસમો ને પોલીસે છાપો મારી ઝડપી લીધા હતા. પોલીસે ચોરી સહિત ૧૦૦૦ કિલો જેટલું સ્ક્રેપ, આઇસર ટેમ્પો તથા ૩ મોબાઈલ મળી કુલ રૂપિયા 5.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઝઘડિયા પોલીસે રાકેશકુમાર હરિશંકર શિરોમણી ચમાર રહે. પાનોલી તા. અંકલેશ્વર, ઘનશ્યામ શ્રી ક્રિષ્ના યાદવ હાલ રહે અંસાર માર્કેટ મૂળ રહે. એરડી બલરામપુર ઉત્તર પ્રદેશ, રોહિત શિવપ્રસાદ સોમનાથ બોધ રહે. અંસાર માર્કેટ મૂળ રહે. શિશાસીના, ધોપલાપુર બલરામપુર ઉત્તર પ્રદેશ, વાજીત નાસીર શાહ રહે. નવલ માર્કેટ અંકલેશ્વર મુળ રહે. ભાવપુમીરા સિદ્ધાર્થ નગર, બાલવીર રહે. અંકલેશ્વર હિતેશ બકોરભાઈ પટેલ રહે. તલોદરા તા. ઝઘડિયા તથા ચાર પાંચ જેટલા અજાણ્યા ઇસમો વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના ગોધરાકાંડના આરોપી હાજી બિલાલનું સારવાર દરમિયાન મોત

ગોધરા શહેરમાં 2002માં ટ્રેનની બોગીમાં આગ લગાડવાના કેસના ગુનેગાર હાજી બિલાલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. શનિવારે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે દોષિત ઈસ્માઈલ અબ્દુલ મજીદ ઉર્ફે હાજી બિલાલ (61) વડોદરાની સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો.

વડોદરાના મદદનીશ પોલીસ કમિશનર અલ્પેશ રાજગોરે જણાવ્યું હતું કે 22 નવેમ્બરે અચાનક બિલાલની તબિયત બગડી હતી. તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શ્વાસની તકલીફને કારણે તેમને ઓક્સિજન સપોર્ટ પર મૂકવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન શુક્રવારે રાત્રે તેનું મોત નીપજ્યું હતું. માહિતી મળતા પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને પોસ્ટમોર્ટમ બાદ હાજી બિલાલનો મૃતદેહ તેના સંબંધીઓને સોંપ્યો હતો. તેના મૃતદેહને ગોધરા લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને દફનાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 2011 માં, SIT ની વિશેષ કોર્ટે હાજી બિલાલ સઈદ સહિત 11 દોષિતોને મૃત્યુદંડ અને 20 અન્યને આજીવન કેદની સજા ફટકારી હતી. પરંતુ ઓક્ટોબર 2017માં ગુજરાત હાઈકોર્ટે હાજીની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. ત્યારથી તે વડોદરાની મધ્યસ્થ જેલમાં સજા કાપી રહ્યો હતો.

પર્યાવરણની જાળવણી : SOUADTGA ખાતેથી ૪૫ ઇ-રીક્ષા પ્રવાસીઓની સેવામાં મુકાઇ

•તમામ ઇ-રીક્ષા ચાલક સ્થાનિક આદિવાસી મહિલાઓ.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અખંડ ભારતના ઘડવૈયા ભારતરત્ન લોખંડી પુરુષ,સરદાર સાહેબને યોગ્ય શ્રધ્ધાંજલી આપવા માટે તેમજ આવનાર પેઢી ભારત નિર્માણમાં સરદાર સાહેબે આપેલ યોગદાનને યાદ કરે તે માટે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાં કેવડીયામાં સ્થાપિત કરી છે,સાથેસાથે ઇકો-ટુરીઝમનાં વિકાસ થકી આ સમગ્ર આદિવાસી વિસ્તારની સામાજિક આર્થિક પ્રગતીને પ્રોત્સાહન આપવા અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પ અમલમાં મુકયા છે,તેના કારણે આજે આ સ્થળ વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બન્યુ છે, સાથે સાથે સ્થાનિકોને રોજગારી આપવાનું ઉદાહરણરૂપ કાર્ય પણ થયુ છે.

પ્રવાસન સ્થળનો વિકાસ પર્યાવરણીય જાળવણી તથા સંવર્ધન સાથે થાય તે માનનીય પ્રધાનમંત્રીની દુરંદેશીભરી નિતી રહી છે, આ દિશામાં અજોડ કદમ ઉઠાવતા ગત ૫ જુન ૨૦૨૧નાં રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નાં રોજ માનનીય પ્રધાનમંત્રીએ SOUADTGA વિસ્તારમાં પ્રદુષણ ઓછુ થાય તેવા શુભ આશયથી બેટરી સંચાલિત વાહનો ચલાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો જેને સાકાર કરતા અગાઉ ૧૦ જેટલી મહિલા સંચાલિત ઇ-રીક્ષાનું આજે પ્રાયોગિક ધોરણે અમલીકરણ કરવામાં આવ્યુ હતુ જેને પ્રવાસીઓ તરફથી ભારે પ્રતિસાદ પ્રાપ્ત થતા આજથી વધુ ૪૫ જેટલી ઇ-રીક્ષા આજથી પ્રવાસીઓની સેવામાં વ્ધુ ૪૫ જેટલી ઇ-રીક્ષા સેવામાં મુકવામાં આવી છે જેથી હવે કુલ મળીને મહિલા સંચાલિત ૫૫ જેટલી ઇ-રીક્ષા સેવામાં કાર્યરત છે. .
આ માટે કેવડીયા સ્થિત એકતા સ્કીલ ડેવલોપમેન્ટ કેન્દ્ર ખાતે મહિલાઓને રીક્ષા પરિચાલન અને પ્રવાસીઓને માહિતી આપવા સારૂ ગાઈડ તરીકે તાલીમ આપવામાં આવી હતી.

જાણવા મળેલ માહિતી પ્રમાણે ટુંક સમયમાં મહિલા સંચાલિત કુલ મળીને ૩૦૦ જેટલી ઇ-રીક્ષા પ્રવાસીઓની સેવામાં અમલમાં મુકવાનું આયોજન છે. આજે ઇ- રીક્ષાની આ સેવા ભારતભરમાં મહિલા સંચાલિત આ પ્રકારની પ્રથમ સેવા છે અને પ્રવાસીઓ મહિલા સંચાલિત ઇ-રીક્ષાને વિશ્વસનિયતાનું પ્રતિક માને છે.

error: Content is protected !!