The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 221

ભરૂચ: કોવિડ સ્મશાન ખાતે ૪૫ દીવસ બાદ ફરી કોવિડ પ્રોટોકોલને આધીન મૃતકને અપાયા અગ્નિદાહ

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ નો કહેર હજુ પણ યથાવત છે,દેશમાં પ્રથમ અને બીજી લહેરના તાંડવમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.કોરોના સામે લડત આપતી વેકશીન આવ્યા બાદ કોરોના નો કહેર ઠંડો પડ્યો હતો. પરંતુ હજુ પણ ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે કોરોના ના કેસો રોકાવાનું નામ નથી લઇ રહ્યા, તેવામાં આજે વધુ એક દર્દીએ ખાનગી હોસ્પિટલમાં કોરોના સામે જંગ હારી સારવાર દરમ્યાન દમ તોડતા તેઓને કોવિડ પ્રોટોકોલ આધીન અગ્નિદાહ અપાયા હતા.

ભરૂચ, અંકલેશ્વર વચ્ચે આવેલ કોવિડ સ્મશાન ખાતે આજે ૪૫ દીવસ બાદ વધુ એક મૃતક ને અગ્નિદાહ આપવામાં આવ્યા હતા. ભરૂચ ના રેવાબા ટાઉનશીપ માં રહેતા ૭૩ વર્ષીય ચંદ્રકિશોર દામજીભાઈ ભાનુશાળીનું આજે ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેમના મૃતદેહને આજે સવારે કોવિડ પ્રોટોકોલ આધીન ભરૂચ-અંકલેશ્વરના કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ આપવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ૭૩ વર્ષીય ચંદ્રકિશોરભાઈએ કોરોના વેકશીન ના બંનેવ ડોઝ મુકાવ્યા હતા. છતાં કોરોનામાં તેઓનું મોત નિપજ્યા હોવાની આ ઘટના પ્રકાશમાં આવતા તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફેલાવા પામ્યું હતું.

ભરૂચ:મહેગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બે આશાસ્પદ યુવાનોના મોત

ભરૂચ તાલુકાના મહેગામ થી મનાડ જતા માર્ગ પર આજે સવારના 6.30 કલાકે પુર ઝડપે આવતી ઝાયલો કાર અને બાઇક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માત માં બે આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

આજે વહેલી સવારે દહેજ ખાતે મહેગામના એકજ ફળીયામાં રહેતા પ્રદિપ ગોહિલ દહેજ ખાતે મેઘમણી કંપનીમાં અને પ્રશાંત ગોહીલ જી.એન.એફ.સી દહેજ ખાતે કોન્ટ્રાકટમાં ફસ્ટશિપ હોય નોકરી પર પ્રદીપની બાઇક બાઈક નં. Gj-16-AE-0735 લઈને જતા હતા. દરમિયાન મનાડગામ થી કેશરોલ ગામ વચ્ચેના રોડ ઉપર સામેથી પુરઝડપે આવતી ઝાઇલો નંબર GJ-16-DG-2736ના ચાલકે બાઇકને ટક્કર મારતા અક્સ્માત સર્જાયો હતો. જેમાં ૨૭ વર્ષીય પ્રદિપ જયંતીભાઇ ગોહીલ અને પ્રશાંત છત્રસીંહ ગોહીલ ઉ.વર્ષ ૨૬નું ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓના પગલે કરૂણ મોત નીપજ્યું હતું.
અકસ્માત ની ઘટના બાદ ઝાયલો ચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલે ભરૂચ રૂરલ પોલીસ ને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી બંન્નેવ મૃતકોની લાશ ને પોસ્ટ મોર્ટમ અર્થે ભરૂચ સિવિલ ખાતે ખસેડી ઝાઇલો ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.અચાનક જ એક ફળીયાના બે યુવાનોના મોતના પગલે મહેગામ ગામે શોકનું મોજુ ફેલાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે બે આશાસ્પદ યુવાનોના અચાનક અકસ્માતમાં મોત નીપજયાની જાણ થતાં જ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા પણ ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા અને મૃતકોના પરિવારજનોને શાંત્વના પાઠવી પોલીસને ઝાયલો ચાલક સામે કડક કાર્યવાહી હાથ ધરવા સુચન આપ્યું હતું.

અંકલેશ્વર : સંજાલી ગામે નહેરમાં ન્હાવા ગયેલા ૯ વર્ષીય કિશોરનું ડૂબી જતાં મોત

અંકલેશ્વર ના સંજાલી ગામ પાસે નહેર માં નહાવા ગયેલા નવ વર્ષીય બાળક ડૂબી જતા મોત નીપજ્યું હતું. પાનોલી ફાયરના જવાનો એ બાળકોના મૃતદેહ નહેર માંથી શોધી કાઢ્યો હતો. નજીકમાં રહેતા શિવ શક્તિ એપાર્ટમેન્ટ ના રોહિતસિંગ નહેર માં નાહવા પડ્યો હતો. તાલુકા પોલીસે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

મૂળ હરિયાણા ના અને હાલ અંકલેશ્વર ના સંજાલી ગામના શિવ શક્તિ એપાર્ટમેન્ટ માં રહેતા ક્રિપાલ સિંગ વિજય સીંગ નો નવ વર્ષીય પુત્ર રોહિત સિંગ નજીક માં મહારાજા નગર પાસે આવેલ કેનાલ માં ન્હાવા ગયા હતા,દરમ્યાન પાણી ના વહેણ માં ડૂબી ગયો હતો જે ની સ્થાનિકોએ શોધખોળ શરૂ કરી હતી.

જો કે રોહિતસિંગ નો કોઈ પત્તો ન મળતા તાલુકા પોલીસ ને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવી પાનોલી જીઆઇડીસી ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયર ના જવાનો આવી પહોંચી કેનાલ માં શોધખોળ કરતા ભારે જહેમત બાદ રોહિત સિંગ નો મૃતદેહ મળી આવ્યો હતો.અંકલેશ્વર તાલુકા પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અંકલેશ્વર: ચૂંટણી પૂર્વે જ જાતીના દાખલા મામલે વિવાદ સર્જાતા ગ્રામ્ય સ્તરે રાજકારણ ગરમાયું

અંકલેશ્વરના સુરવાડી ખાતે ચૂંટણી પૂર્વે જાતિનો વિવાદ ઉભો થયો છે.જેમાં . ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે જ કાવાદાવા ના રાજકારણ એ જોર પકડ્યું છે. સુરવાડી ગામના પૂર્વ સરપંચ ગત ચૂંટણી અનુસૂચિત જાતિ માં ચૂંટણી જીત્યા અને હવે રાજપૂત બન્યા હોવાના પ્રમાણ પત્ર સામે આવ્યો છે. જાતિ અંગેના ગત ટર્મની અને ચાલુ વર્તમાન સમય ના દાખલા વાયરલ છે. ગત ચૂંટણી પૂર્વે હિન્દુ માહ્યાવંશી જાતિ દર્શાવી અને આગામી ચૂંટણી માટે રાજપૂત જાતિનો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે.

સરપંચ બનવા ઉમેદવારી નોંધાવવા અલગ અલગ દાખલા બનાવ્યા હોવાની ચર્ચા એ રાજકારણ ગરમાયું છે. ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે જ કાવાદાવા ના રાજકારણ એ જોર પકડ્યું જાતિ અંગે પુરાવા ઉભા કરવા માટે કાયદાનો ભંગ કરાયો હોવાની ફરિયાદ ઉઠી છે. ચૂંટણી પંચ માં પણ ફરિયાદ થવા ની શક્યતાઓ પ્રબળ બની છે.

અંકલેશ્વર તાલુકા ના સુર વાડી ગામ ના મહિલા સરપંચ મધુબેન સોલંકી ગત ચૂંટણીમાં રાજ્ય સરકાર પ્રમાણિત અનુસૂચિત જાતિ નું પ્રમાણપત્ર રજુ કરી અનુસૂચિત જાતિ આરક્ષિત બેઠક પર ચૂંટણી લડ્યા હતા ને તેવો સરપંચ બન્યા હતા. જે તે વખતે ચૂંટણી નું જાતિનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. તેમાં હિન્દુ માહ્યાવંશી દર્શાવ્યું હતું. હાલ ટર્મ પૂર્ણ થતા ગામ માં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી ને લઇ આચારસંહિતા લાગુ પડી છે. ત્યારે સુરવાડી ગામ ની આગામી ચૂંટણી સરપંચ સામાન્ય વર્ગ ની બેઠક છે. જે બેઠક પર ચૂંટણી યોજાનાર છે.ત્યારે પુનઃ પૂર્વ સરપંચ મધુબેન રતનસિંહ સોલંકી દ્વારા સરપંચ માટે ની દાવેદારી કરી છે.

જો કે પોતે હિન્દુ માહ્યાવંશી બેઠક પર થી ગત ટર્મ માં ચૂંટણી લડ્યા હતા અને પંચાયત સમરસ થતાં તેઓ સરપંચ બન્યા હતા. હવે સામાન્ય બેઠક છે ત્યારે અચાનક તેમને જાતિનું પ્રમાણ પાત્ર બિન અનામત વર્ગો માટેનું પ્રમાણપત્ર બન્યું છે. જેમાં મધુબહેન રતનસિંહ સોલંકી અને બિન અનામત જાતિ / વર્ગ / સમૂહ પૈકી રાજપૂત જાતિ ના છે. તેવો દાખલો 20 ઓક્ટોબર 2021 ના રોજ મામલતદાર ખાતે થી બનાવ્યો છે.

જે બંનેવ દાખલ ની નકલ હાલ વાયરલ થઇ છે. અને તેના પ્રતિસ્પર્ધી દ્વારા ચૂંટણી પૂર્વે મોરચાબંધી કરી આ પ્રમાણ પત્ર જાહેર કરતા રાજકીય ભૂકંપ સુરવાડી ગામ ખાતે સર્જાયો છે. ત્યારે હજી સુધી તેઓ દ્વારા ચૂંટણી ફોર્મ ભર્યું નથી તે પૂર્વે જ વિવાદ સર્જાતા રાજકીય ઘટનાને લઇ ગ્રામ્ય સ્તરે રાજકારણ ગરમાયું છે.

ભરૂચની કલરવ સ્કૂલમાં યોજાયો બે દિવસીય સ્પેશિયલ ઓલમ્પીક

• 76 દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો

ભરૂચ ખાતે જિલ્લા કક્ષાનો બે દિવસીય સ્પેશિયલ ઓલમ્પીક નું આયોજન કરાયું હતું.જેમાં કલરવ, અસ્મિતા વિકાસ કેન્દ્ર , સર્વશિક્ષા અભિયાન, શૈશવ અંકલેશ્વરના મળીને કુલ 76 દિવ્યાંગ સ્પર્ધકોએ અલગ-અલગ રમતો ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

ભરૂચના રોટરી ક્લબ નજીક આવેલી કલરવ સ્કૂલ ખાતે પ્રથમ દિવસની રમતોનું આયોજન કરાયું હતું. જેમાં 25 મીટર દોડ, 50 મીટર દોડ,વોક, સોફ્ટ બોલ થ્રો જેવી રમતોની સ્પર્ધાઓ યોજાઈ હતી.જયારે 29 મી નવેમ્બરના રોજ રોટરી કલબ ખાતે બાળકોએ 100 મી,200 મી તથા 400 મી.દોડ અને ગોળાફેંક,લાંબો કૂદકો,સ્વિમિંગ, સ્કેટિંગ, બેડમિંટન, ટેબલ ટેનિસ,સાયકલિંગ જેવી રમતોમાં ભાગ લેનાર છે.

આ સ્પેશિયલ ઓલમ્પિકમાં જિલ્લા કક્ષાએ વિજેતા થનાર દિવ્યાંગ બાળકો રાજ્ય કક્ષાએ યોજાનાર સ્પેશિયલ ઓલમ્પિકમાં ભાગ લેવાની તૈયારીઓ કરશે. આ બાળકો રાજ્ય કક્ષાએ પણ વિજેતા બનશે તો નેશનલ લેવલ પર ગુજરાત અને ભરૂચ જિલ્લાનું પ્રતિનિધત્વ કરશે.આ સ્પેશિયલ ઓલમ્પિકમાં શાળાના પ્રમુખ ટ્રસ્ટી પ્રવીણ મોદી અને નીલા મોદી,અસ્મિતા વિકાસ કેન્દ્ર, સર્વશિક્ષા અભિયાન શૈશવના સંચાલકો અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા.

ત્રિપુરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની મોટી જીત

ત્રિપુરામાં અગરતલા મહાનગર પાલિકા અને અન્ય નગર પાલિકા ચૂંટણીઓની 334માંથી 329 બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઇ છે. જેમાં 112 બેઠકો પર ભાજપ અગાઉ જ બીનહરિફ જીતી ચૂક્યું છે.

ભાજપે ત્રિપુરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિપક્ષના સૂપડા જ સાફ કરી દીધા છે. અગરતલા સહિત 14 ચૂંટણીઓમાં ભાજપે કુલ 334 વોર્ડ્સમાંથી 329 વોર્ડ્સ પર કબજો કરી લીધો છે. કુલ 334 બેઠકોમાંથી 22 પર 25 નવેમ્બરે મતદાન થયું હતું. જેમાંથી 217 બેઠકો પર ભાજપે જીત મેળવી છે, જ્યારે 112 પર ભાજપના ઉમેદવારો બીનહરિફ ચૂંટાઇ આવ્યા છે.

રાજ્ય ચૂંટણી આયોગના અનુસાર, ભાજપ 15 બેઠકો વાળી ખોવાઈ નગર પાલિકા, 17 બેઠકો વાળી બેલોનિયા નગર પાલિકા, 15 બેઠકો વાળી કુમારઘાટ નગર પાલિકા અને 9 બેઠકો વાળી સબરૂમ જિલ્લા પંચાયતના તમામ વોર્ડ પર ભગવો લહેરાવવામાં સફળ રહી છે. ભાજપે ધર્મનગર નગર પંચાયત, તેલિયામુરા નગર પાલિકા અને અમરપુર જિલ્લા પંચાયતમાં પણ ક્લીન સ્વીપ કર્યું છે.

ચૂંટણી અધિકારીઓના અનુસાર, સોનમુરા જિલ્લા પંચાયત અને મેલાઘર જિલ્લા પંચાયતમાં પણ ભાજપે તમામ 13 બેઠકો પર જીત મેળવી છે. ભાજપે જિરાનિયા જિલ્લા પંચાયતને પણ જીતી લીધી છે. ભાજપે અંબાસા નગર પાલિકાની 12 બેઠકો પર જીત મેળવી છે, અહીં TMC અને CPI-Mએ એક-એક બેઠક જીતી છે. અહીં એક બેઠક અપક્ષી ઉમેદવારને પણ મળી છે.

હાંસોટના અલવા ગામ નજીક કાર અને મીની લકઝરી બસ વચ્ચે અકસ્માત,૧૫ ધાયલ

•૧૦૮ કર્મીઓની સરાહનીય કામગીરી

•તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

ભરૂચ જિલ્લાના હાંસોટ ગામ ખાતે હાંસોટ અને સુરત વચ્ચેના રોડ ઉપર અલવા ગામ નજીક મોડી સાંજે એક ફોરવ્હીલ નં. GJ-16-CM-5428અને મીની લકઝરી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

ભરૂચ જિલ્લાના હાંસોટ ગામ ખાતે હાંસોટ અને સુરત વચ્ચેના રોડ ઉપર એક કાર અને મિની લક્ઝરી બસ નો અકસ્માત સર્જાયો હતો. અચાનક ઘડાકાભેર કાર અને બસ ભટકાતા મુસાફરો સહિતનાઓની ચિચયારીઓથી આખો રોડ ગુંજી ઉઠ્યો હત. જેના પગલે આસપાસના સથાનીકો દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં ૧૫ જેટલા લોકો ઘવાયા હતા.જેમને ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અત્રે નોંધનીય છે કે અકસ્માતમાં જરા પણ સમય ગુમાવ્યા વિના ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ પાયલોટ અને ઇ.એમ.ટી દ્વારા ખસેડાતા તમામના જીવ બચી જવા પામ્યા હતા. સાથે જે વ્યક્તિઓ ઘવાયા હતા તેમના કિમતી સામાન જેવા કે સોના ચાંદીના ઘરેણા મોબાઇલ ફોન અને બીજા મહત્વના ડોક્યુમેન્ટ ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ તેમના સગા સંબંધીઓને પાછા સોંપી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું. આ અકસ્માતમાં ઘવાયેલા દર્દીઓએ પણ ૧૦૮ ઇમરજન્સી સેવાની કામગીરીને બિરદાવી અને ૧૦૮ ઇમરજન્સી સેવા તનો આભાર માન્યો હતો.

ભરૂચ: કોંગ્રેસની વિચારધારાથી પ્રેરાઇને 10 થી વધુ યુવાનો કોંગ્રેસમાં જોડાયા

ભરૂચ ના વોર્ડ નંબર સાત ના ૧૦ થી વધુ યુવાનો કોંગ્રેસની વિચારધારા થી આકર્ષાઈને આજે ખેસ ધારણ કરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.

ભરૂચ શહેરના વોર્ડ નંબર સાત ના દરેક સમાજના લોકો હવે કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત થઈને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે કે દરેક સમાજના લોકોને સાથે લઈને ચાલવાની અને દરેક સમાજના લોકોને સમાન ન્યાય મળે તેવી વિચારધારા ને લઈ પ્રભાવિત થઈ વોર્ડ નંબર સાત ના દરેક સમાજના આગેવાનો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે આવી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.

આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, નગરસેવક સલીમ અમદાવાદી જિલ્લા કોંગ્રેસ યુવા આગેવાન રાધે પટેલ સહિતના આગેવાનોએ કોંગ્રેસનો ખેસ પહેરાવી ને આવકાર્યા હતા.

અંકલેશ્વર: કોસમડી નજીક મારી નાખવાની ધમકી આપી પરિણીતા સાથે આચરાયું દુષ્કર્મ

અંકલેશ્વર ના કોસમડી નજીક એક પરપ્રાંતિય મહિલાને આરોપીએ હવસનો શિકાર બનાવી છે. મહિલાના કહેવા પ્રમાણે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને અવાર નવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આરોપીનું નામ લંલન પાલ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પણ પરિણીતાની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના બનાવો હવે સમાજ માટે એક ચિંતાનો વિષય બન્યો છે. સાથેજ વધતા જતા દુષ્કર્મના બનાવોને કારણે મહિલાઓની સુરક્ષાને લઈને પણ ગંભીર સાવાલો ઉઠી રહ્યા છે.

વાલિયા: કરસાડ પાટિયા પાસે અચાનક કારમાં લાગી આગ, પાંચનો આબાદ બચાવ

વાલિયા-માંગરોળ હાઈવે પરના કરસાડ પાટિયા પાસેના પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતી વખતે કારમાં આગ લાગી હતી. અચાનક આગ લાગવાથી દોડધામ મચી હતી.આ આગ શોર્ટ સર્કિટના પગલે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું છે.

વાલિયા તાલુકાનાં કરસાડ ગામમાં રહેતો અક્ષય ઇન્દ્રસિંહ રણા પોતાના પરિવારના ચાર સભ્યો સાથે સુરત ખાતે બાબરીના પ્રસંગમાં જવા મોસાળુ લઈને નીકળ્યો હતો.દરમિયાન કરસાડ પાટિયા પાસેના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવતો હતો. ત્યારે અચાનક કારમાં ધુમાડો નીકળતા પરિવારના પાંચેવ સભ્યો સમય સૂચકતા વાપરી કારમાંથી નીચે ઉતારી ગયા હતા.

ત્યારબાદ કારને રોડની બાજુમાં ખસેડતા જ કાર ભળકે બળવા લાગી હતી. જેને પગલે મુખ્ય માર્ગ પર અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોતજોતામાં સમગ્ર કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

error: Content is protected !!