•સાંજના -૪.૦૦ વાગ્યા સુધીમાં ૨૫૩૭ વેકસીનેશનના ડોઝ
સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ ચાલુ છે જે અન્વયે ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં આ કાર્યક્રમ અંતર્ગત કલેકટર તુષાભાઇ સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગશભાઇ ચૈાધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લના નેત્રંગ તાલુકામાં કુલ-૨૩ રસીકરણ કેન્દ્રો ખાતે કોવિડ-૧૯ વેકસીનેશનના ડોઝ આપવાનું આયોજન કરેલ છે.
જેના ભાગરૂપેનેત્રંગ તાલુકાના ૨૩ રસીકરણ કેન્દ્રો ખાતે સાંજના ૪.૦૦ વાગ્યા સુધીમાં ૨૫૩૭ વેકસીનેશનના ડોઝ અપઇ ગયા છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.જે.એસ.દુલેરાએ જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગ દ્વારા નેત્રંગ તાલુકામાં ૨૩ જેટલા વિકસીનેશન સેન્ટરો ઉભા કરી રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી મોબાઇલ ટીમો દૃવારા પણ નેત્રંગ તાલુકામાં રહેતા લોકોને ડોઝ મળી રહે તેવુ; આયોજન કરવામાં આવીયું હતું. વધુમાં યુવા અનસ્ટોબલ સંસ્થા દૃવારા પ્રથમ અને બીજા ડોઝ લેનાર લાભાર્થીઓને ૧ લીટર તેલ આપવામાં આવ્યું હતું. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉમેર્યું હતું.