ભરૂચમાં સ્વતંત્ર ભારતરાષ્ટ્ર ના સંવિધાન અર્પણ કર્યા ના 72 માં વર્ષ નિમિત્તે બામસેફ – ઈન્સાફ – બી.એમ.જી દ્વારા ફૂલહાર વિધિ – સંવિધાન પ્રતિજ્ઞા – તથા દિપોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે સવારે રાષ્ટ્રનિર્માતા ડૉ.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે કાર્યકરો ઈન્સાફ રાષ્ટ્રીય અધ્યક્ષ મોહનભાઈ પરમારની અધ્યક્ષતામાં પ્રતિમા ને ફુલહાર વિધિ કરવામાં આવી તથા તમામ કાર્યકરોને વિભૂતિ રાણા એ સંવિધાનની પ્રસ્તાવનાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.
રાતે બહુજનસમાજ ઘરે ઘરે દિવા સળગાવી સંવિધાન દિપોત્સવ ની ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમમાં બામસેફ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બહેચરભાઈ રાઠોડ, ઈન્સાફ રાષ્ટ્રીય અધ્યક્ષ મોહનભાઈ પરમાર, બામસેફ ભરૂચ જિલ્લા યુનિટ ના શાંતિલાલ રાઠોડ, દેવેન્દ્રભાઈ પરમાર, આદિવાસી આગેવાન રાજેશ વસાવા (ટોપી) ઈન્સાફ ના જીવરાજભાઈ મકવાણા, અશોક મકવાણા, જે વી પરમાર, અશોક પરમાર, પ્રેમીકા જાદવ, મંજુબેન પરમાર, વિભૂતી રાણા, તથા મોટી સંખ્યામાં મહિલાઓ અને કાર્યકરો જોડાયા હતા