The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 219

કોરોનાના કેસો નહીં વધે તો અદાવાદમાં 1 થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાશે ફ્લાવર શો

વિશ્વ ભરમાં કોરોનાનો ઓમીક્રોન વેરિયન્ટ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભારત સહિત ગુજરાતમાં પણ વેરિયન્ટને લઈ ચિંતા વધી છે. જેને લઈ આગામી જાન્યુઆરી માસમાં ફ્લાવર શો કે કાંકરિયા કાર્નિવલ આયોજિત કરવા કે નહીં તેની મથામણ કોર્પોરેશનમાં ચાલી હતી. મહાનગપાલિકામાં યોજયેલી રિક્રિએશન કમિટીમાં કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં સતત બીજા વર્ષે પણ 25થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાતો કાંકરિયા કાર્નિવલ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે.

ગત વર્ષે તો કોરોનાના કારણે કાંકરિયા કાર્નિવલ રદ કરવામાં આવ્યો હતો. આ વખતે પણ કોરોનાની દહેશત વચ્ચે કાંકરિયા કાર્નિવલનું આયોજન પડતું મુકાયું છે. જ્યારે ફ્લાવર શો યોજવો કે નહીં તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટીમાં ગહન ચર્ચા થઈ હતી. જો કોરોનાના કેસો નહીં વધે તો અમદાવાદમાં આ વર્ષે 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શો યોજાશે તેવું નક્કી કરાયું છે.

હારા વો નહિ જો કભી જીતા નહિ…હારા વો હૈ જો કભી ખેલા નહિ : નાયબ દંડક દુષ્યંત પટેલ

•ભરૂચ જિલ્લા ભાજપા રમત-ગમત સેલ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન

ભરૂચ ખાતે રમશે ગુજરાત જીતશે ગુજરાત અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ રમત-ગમત સેલ દ્વારા ઝાડેશ્વર ગામમાં આવેલી વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. કે.જી.એમ સ્કુલ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ખેલપ્રેમી ધારાસભ્ય દુષ્યંતભાઈએ યુવાનોને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે રમત-ગમતથી સ્વાસ્થ્ય સારુ અને નિરોગી રહે છે. તેમજ સાથી ખેલાડીઓ સાથે ધીરે ધીરે મિત્રતા સબંધ પણ કેળવાય છે. તેમણે ઉમેર્યુ હતું કે “હારા વો નહિ જો કભી જીતા નહિ…. હારા વો હૈ જો કભી ખેલા નહિ”

આ ટુર્નામેન્ટ માં ભરૂચ જિલ્લામાંથી ૨૦ જેટલી ટીમોએ ભાગ લીધો હતો.આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયતના સભ્ય શૈલાબેન પટેલ. સ્થાનિક આગેવાન કૌશિક પટેલ, રમત ગમત સેલનાં સહ કન્વીનર પ્રશાંત પટેલ, સંકેત શર્મા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી યુવાને પ્રોત્સાહિત કર્યા હતા.

ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં ટીમ મેદાનમાં ઉતરી હતી. સ્પર્ધા શરૂ થાય એ પહેલા નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિતના તમામ આગેવાનોએ વોલીબોલની રમત રમી વાતાવરણ હળવુ કર્યુ હતું.

ગીર-સોમનાથના દરિયામાં 15 જેટલી બોટ દરિયામાં ડૂબી,૧૨ જેટલા માછીમારો લાપતા

રાજ્યમાં આપવામાં આવેલી વરસાદની આગાહીને પગલે ગીરસોમનાથના દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવા વિનંતી કરવામાં આવી હતી. આગાહીને પગલે ભારે પવનને કારણે ઉનાના નવાબંદર અને સીમરના દરિયામાં ૧૫ જેટલી બોટ પાણીમાં ડૂબી હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઉપરાંત, ૧૨ જેટલા માછીમારો પણ લાપતા હોવાની શંકા સેવાઈ રહી છે.

આધારભુત સુત્રો તરફથી મળતી માહિતીના આધારે, માછીમારી કરવા ગયેલા 4 માછીમારો કિનારે પરત ફર્યા છે. આ ઘટનાથી માછીમારોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે.

ભરૂચમાં ત્રેવડી ઋતુથી રોગચાળો વધવાની શક્યતા, રવિપાકને અસર

•શિયાળામાં વરસાદ પડતા લોકોએ સ્વેટર- જેકેટ મૂકી રેઇનકોટ, છત્રી લઈને બહાર નીકળવાની ફરજ પડી

ભરૂચ અને નર્મદા જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઇ રહી છે. ગઇકાલે સાંજ પછી વાતાવરણમાં પલટો આવ્યાં બાદ રાત્રીના સમયે બન્ને જિલ્લામાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો હતો. આખી રાત્રિ વરસાદ વરસ્યાં બાદ બુધવારે સવારથી જ આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવી હતી તેમજ દિવસભર ઝરમર વરસાદ વરસ્યો હતો. જેમાં ભરૂચમાં દિવસભરમાં અંક્લેશ્વરમાં 15 મિમી, ભરૂચમાં 19 મિમી, વાલિયામાં 11 મિમી, વાગરા અને હાંસોટમાં 7-7 મિમી, જંબુસરમાં 03, આમોદ અને ઝઘડિયામાં 2 – 2 મિમી વરસાદ વરસ્યો હતો.

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગઇકાલે સાંજથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાત્રિના સમયે સતત વરસાદી ઝાપટાં પડ્યાં બાદ બુધવારે પણ દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઝરમરિયો વરસાદ થવાથી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. કમોસમી વરસાદને પગલે ભરૂચ જીલ્લામાં 95 હજાર એક્ટર પાકને નુકશાનીની આશંકા સેવાઇ રહી છે.

કમોસમી વરસાદથી જિલ્લામાં 95 હજાર હેક્ટરમાં કરાયેલાં રવિપાકના વાવેતર પણ નુકશાન થવાની સંભાવનાઓ વધી રહી છે. કમોસમી વરસાદ અને ત્રેવડી ઋતુને કારણે રોગચાળા માં વધારો થવાની શક્યાતાઓ વધી છે. કેમકે શિયાળામાં વરસાદ પડતા લોકો સ્વેટર જેકેટ મૂકી રેઇનકોટ, છત્રી લઈને બહાર નીકળવાની ફરજ પડી છે. નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આ જિલ્લામાં મોટા ભાગે વરસાદી ખેતી આધારિત ખેડૂતો નભતા હોવાથી તૂવેર અને કપાસના પાકને વ્યાપક નુકશાન થયું છે. માંડ સફળ થયેલી સિઝન ફોક થઈ છે.

ભરૂચ અને સુરત-વાવમાં 3 અને 4 ડિસેમ્બરે યોજાનાર શારીરિક કસોટી રખાઇ મોકૂફ

•હવે નવી તારીખ જાહેર થશે: હસમુખ પટેલ

રાજ્યના હવામાન વિભાગ દ્વારા 1લી ડિસેમ્બરથી બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. શિયાળાની સીઝનમાં પણ માવઠાના કારણે પોલીસ ભરતી પર તેની અસર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના કારણે ભરુચ તથા વાવ, સુરત ખાતે 3 અને 4 ડિસેમ્બરે યોજાનારી શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવી હતી.

જોકે લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ફરી ટ્વીટ કરી જણાવ્યું છે કે, બધા મેદાનની વરસાદની સમીક્ષા કરી જ્યાં તારીખ ત્રણ અને ચારના રોજ શારીરિક કસોટી થઈ શકે તેમ ન હતી તે ભરૂચ અને વાવ-સુરત તે બે જ મેદાન પર તે બે દિવસ માટે કસોટી મોકૂફ રાખવામાં આવી છે.તેમણે ટ્વીટમાં લખ્યું કે, કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ તથા SRPF ગૃપ-11, વાવ-સુરત ખાતે પો.સ.ઇ/લોકરક્ષકની તારીખ 3 અને 4 ડિસેમ્બર 2021ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવી છે. ઉમેદવારોને શારીરિક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.

નેત્રંગ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત,વાતાવરણમાં પ્રસરી ઠંડક

•વાદળછાયા વાતાવરણ બાદ એકાએક વરસાદી માવઠું થતાં ખેતીમાં નુકશાનની ભીતી,

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણની સાથે ગમે ત્યારે વરસાદ થવાની શક્યતાઓ જણાઇ રહી છે.ગતરોજ રાત્રીના અંધકારના સમયે વરસાદી છાંટા અને ત્યારબાદ એકાએક વરસાદ થયો હતો.કમોસમી વરસાદ થવાથી ખેડુતો ચિંતિત થઇ ગયા હતા.

કપાસ,તુવેર,શેરડી,ઘઉં જેવા પાકમાં ભારે નુકસાન થવાની સંભાવનાઓ જણાઇ રહી છે.ખેડુતોને ખાતર,બિયારણ અને ખેતમજુરી પણ માથે પડવાની શક્યતાઓ જણાઇ રહી છે.કપાસનો પાક તૈયાર થઈ ચુક્યો છે.ખેતરમાંથી નિકળવાનો શરૂ થઇ ગયો છે.કપાસના પ્રતિ ક્વિન્ટલનો ભાવ પણ સારો છે.તેવા સંજોગોમાં એકાએક વરસાદ થવાથી કપાસના પાકમાં નુકસાન પહોંચ્યું છે,અને તેના કારણે કપાસના ભાવ પણ ગગડી શકે છે.

ઉલ્લેખનીય છે કે,આ વષૅ ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ થયો હતો.પીવાના અને સિંચાઈના પાણીની કિલ્લત ઉભી થઇ છે.જ્યારે નેત્રંગ તાલુકામાં ભર શિયાળાની સિઝનમાં કમોસમી વરસાદ થવાથી વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી જવા માંડી હતી.આવનાર સમયમાં ઘરે-ઘરે શરદી,ખાંસી અને તાવના દર્દીનો જમાવડો થવાની દહેશત જણાઇ રહી છે.

સાપુતારા સહિત આજુબાજુના ગામડાઓમાં વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા

મોસમ વિભાગે કરેલી આગાહી ના આધારે ડાંગ જિલ્લામાં પણ વાતાવરણના બદલાવને લઈને લોકોમાં છેલ્લાં બે દિવસથી વરસાદ ને લઈને ચર્ચાઓ ચાલી રહી છે.

ગિરિમથક સાપુતારા સહિત આજુબાજુના ગામડાઓમાં વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે તેમ જ આસપાસના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ડાંગ તથા સાપુતારા સહિત અમુક ગામડાઓમાં કમોસમી વરસાદ પડતાં ખેતી પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સાપુતારા ખાતે શિયાળામાં અચાનક વરસાદ પડતાં વાતાવરણમાં શીત લહેર જોવા મળી હતી.

ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી વાતાવરણમાં પલટા વચ્ચે અમુક ઠેકાણે કમોસમી વરસાદ તો અમુક ઠેકાણે મધ્યમ વરસાદ પડતા આદિવાસી ખેડૂતોના શાકભાજી પાકો પર અસર વર્તાય છે વરસાદ પડતાં થોડા સમય માટે રસ્તાઓ પાણી થી ભીના થયા હતા. આ કમોસમી વરસાદને લીધે ડાંગ ના ખેડૂતના ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિએ ખેડૂતોની ચિંતા વધારી છે. જ્યારે ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી દિવસ દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ રહેતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.

વરસાદના પગલે ખેડૂતો ચિંતિત બન્યા હતા અને ખેતીમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. હાલ પડી રહેલા કમોસમી વરસાદને લીધે ખેડૂતોના પાકને વિપરિત અસર પડી હતી. સમગ્ર ડાંગ માં ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો વરસાદની સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો.

•શૈલેષ સોલંકી,ન્યુઝલાઇન, સાપુતારા

ભરૂચ: સિવિલ હોસ્પિટલ ખાતે ક્લબ ફૂટ કેમ્પનું કરાયું સફળ આયોજન

• નવજાત બાળકના પગનું વાંકાપણું કરી શકાશે દૂર

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તારીખ ચોથી ડિસેમ્બર સુધી ક્લબ ફૂટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવજાત બાળકના પગનું વાંકાપણું દૂર કરવાની સારવાર આપવામાં આવી રહી છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તારીખ ચોથી ડિસેમ્બર સુધી ક્લબ ફૂટ કેમ્પ યોજાય રહયો છે. ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ક્યોર ઇન્ટરનેશનલ ટ્રસ્ટ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર 1 હજાર બાળકે 1 બાળકને આ પ્રકારની બીમારી હોય છે જેમાં નવજાત બાળકના પગ વાંકા વળી જાય છે જેની સમયસર સારવાર કરવામાં આવેતો તે સામાન્ય બાળકની જેમ હરફરી શકે છે. હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 75 બાળકો સારવાર લઈ રહ્યા છે. જે પૈકી 50 ટકા બાળકો સાજા થયા છે અને બાકીના બાળકોની સારવાર ચાલી રહી છે. સૌ પ્રથમ પ્લાસ્ટ કરવામાં આવે છે અને ત્યાર બાદ ઓપરેશન પણ કરવામાં આવે છે.

ભરૂચના હિંગલોટ ગામમાં AIDS વિશે જાગૃતિ અભિયાન હાથ ધરાયું

• એઇડ્સથી કઈ રીતે બચી શકાય તેની માહિતી અપાઈ

ભરૂચમાં વેલ્ફેર નર્સિંગ કોલેજ અને ઈનર વ્હિલ કલબના સંયુક્ત ઉપક્રમે વિશ્વ એઈડ્સ દિવસ અતર્ગત હિંગલોટ ગામમાં AIDS વિશે જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું.

નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ તેમજ પ્રોફેસર અને સ્ટાફ દ્વારા આજે હિંગલોટ ગામની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને ગ્રામલોકોને AIDS વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. એઇડ્સથી કઈ રીતે બચી શકાય, શું શું કરવું જોઈએ અને કઈ બાબતોની સાવચેતી રાખવી જોઈએ એની માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે વેલ્ફેર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ઝુબેર પટેલ અને કાદર ડેલાવાળા, ઈનરવ્હિલ કલબના પ્રમુખ રિઝવાના ઝમીનદાર તેમજ સખી મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. હિંગલોટ સ્કૂલના આચાર્ય સલિમ પટેલ દ્વારા આ કાર્યકમને સફળ બનાવવા તમામ પ્રકારની સહાયતા કરી હતી. તેમજ જન જાગરૂકતા માટે આવા કાર્યક્રમ અતિ આવશ્યક છે એમ જણાવ્યું હતું.

એઇડ્સથી પીડિત વ્યક્તિ સાથે આત્મીયતા પૂર્વકનું વર્તન કરવું ખૂબ જરૂરી છે. આ રોગને અટકાવવા માટે તમામે પ્રયત્નશીલ બનવું પડશે અને આ ભયંકર રોગ થવાના જે કારણો છે તેને અટકાવવા પ્રયાસ કરવો જરૂરી છે ત્યારે જ સમાજ, દેશ અને વિશ્વ આવા ભયંકર રોગોથી મુક્ત થશે.

ભરૂચના 3 યુવાનોનું સાઉથ આફ્રિકામાં કારનું ટાયર બ્લાસ્ટ થતા મોત

•સાઉથ આફ્રિકાના જોહનિસબર્ગથી વેન્ડા તરફ જતાં કારનું ટાયર બ્લાસ્ટ થતા અકસ્માત સર્જાયો

•સાઉથ આફ્રિકામાં રોડ અકસ્માતમાં ભરૂચના સેગવા ગામના યુવાન સહિત 3ના મોત

•ઘટનાને પગલે તેમના પરિવારોમાં અને મિત્રોમાં શોકની લાગણી છવાઈ

ભરૂચ જિલ્લાના સેગવા ગામના રહેવાસી અને હાલમાં સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા શબ્બીર યાકુબ પટેલ નામના યુવાનની કારનો જોહનિસબર્ગથી વેન્ડા તરફ આવતા માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર શબ્બીર યાકુબ પટેલ સહિત 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.

શબ્બીર યાકુબ પટેલનો મૂળ વ્યવસાય ટ્રાવેલ્સનો હતો. આજે બુધવારના રોજ પણ શબ્બીર પટેલ જોહનિસબર્ગથી મૂળ ભરૂચના જ 3 પેસેન્જરોને લઈ વેન્ડા તરફ જવા રવાના થયો હતો. જેમાં પીટર્સબર્ગ પાસે પુરપાટ દોડતી કારનું ટાયર બ્લાસ્ટ થતા કારના સ્ટિયરિંગ પરથી ડ્રાઈવર શબ્બીર યાકુબ પટેલે કાબુ ગુમાવતા કાર પલટી જઇ ઘસડાઈ હતી. આ પલટી ગયેલી કારમાં સવાર ભરૂચ જિલ્લાના 3 નાગરિકોનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે તેમના પરિવારોમાં અને મિત્રોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

error: Content is protected !!