• એક ઇસમને પકડી વાહન ચોરીના ગનાનો ભેદ ઉકેલતી ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ

ભરુચ શહેર એ ડીવીઝન પોલીસ મથક તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન ચોક્કસ બાતમી મલી હતી કે, સાદીક ઉસ્માન કાઝી નામનો ઇસમ નંબર પ્લેટ વગરની ચોરીની બાઇક સાથે ભરૂચ શહેરમાં આવેલ સુપર માર્કેટ ખાતે આવવાનો છે.

જે આધારે પોલીસ ટીમે તપાસ કરતા સાદીક ઉસ્માન કાઝી નંબર પ્લેટ વગરની બાઇક સાથે સુપર માર્કેટ ખાતે ઉભેલ હતો, પોલીસે તેની પાસે મોટર બાઇકના આધાર-પુરાવા, કાગળો માંગતા તેણે કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ. જેથી બાઇકના એન્જીન-ચેસીઝ નંબર આધારે રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઇ-ગુજકોપ અંતર્ગત આપેલ પોકેટ કોપ મોબાઇલમાં સર્ચ કરતાં આ બાઇકનો રજી.નંબર GJ-05-LQ-6374 હોવાનું તથા આ બાઇક બાબતે સુરત શહેરના રાંદેર પોલીસ મથકે ચોરીનો ગુનો દાખલ થયેલ હોવાનું જણાઇ આવ્યું હતું.

પોલીસે આ પેશન પ્રો બાઇક કિં.રૂ.૧૫,૦૦૦ સાથે આરોપી સાદીક ઉસ્માન કાઝી રહે. મકાન નં.-બી/૧૭૫, એ, મદિના પાર્ક, બાવા રેહાન દરગાહ પાસે, ભરૂચ ની અટક કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here