ભરૂચના નબીપુર અને ચાવજ વચ્ચેના રેલ્વે ટ્રેક ઉપર ગત સાંજે એક યુવાન ઘાયલ અવસ્થામાં બેભાન હાલતમાં મળી આવતા તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ લવાયો હતો.
ભરૂચ નબીપુર અને ચાવજની વચ્ચેના રેલ્વે ટ્રેક ઉપર ગત સાંજે કોઇ ટ્રેન માંથી પડી જતા ઘાયલ અવસ્થામાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેને ૧૦૮ માતફતે સારાવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ લવાયો હતો. આ ઘાયલ યુવાન પાસેની બેગમાં તેના ૧ જોડી કપડા તેમજ આધાર કાર્ડ અને પેન કાર્ડ મળી આવ્યો હતો. જેમાં તેનું નામ મુસ્તકીમઅલી ઉમરઅલી હોવાનું અને તે ગોરખપુર જિલ્લાના ખજની તાલુકાના મુકારિમપુર ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. જે આધારે વર્ધી મળતા પોલીસે તે ભાનમાં આવે તો તેના જવાબ લઈ વધુ તપાસ રેલવે પોલીસને સોંપવા કવાયત હાથધરી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં આ યુવાન બેભાન હોય તે કેવી રીતે ઘાયલ અવસ્થામાં રેલવે ટ્રેક ઉપર આવ્યો તે જાણી શકાયું નથી.