ભરૂચ નગરપાલિકા દ્વારા વૈશ્વિક મહામારી કોવિડ-19 ના સંક્રમણને રોકવા માટે કોવિડ વેક્સિનેશન માટેના બીજા ડોઝના મેગા વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત જે વ્યક્તિએ રસીનો બીજો ડોઝ લીધો નથી તે વ્યક્તિઓએ માટે આજરોજ પોતાના નજીકના વેક્સિનેશનના સ્થળે રસીનો બીજો ડોઝ આપવાનું આયોજન કરાયું છે.જેમાં પાલિકા દ્વારા શહેરના 30 જેટલા વેક્સિનેશન સેન્ટરમાં મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં પટેલ વેલફેર હોસ્પિટલ, સંતોષી વસાહત આંગણવાડી કેન્દ્ર, લીમડી ચોક નવી વસાહત આંગણવાડી કેન્દ્ર, ઈકરા સ્કુલ ખુસ્બુ પાર્ક,અંજુમન સ્કુલ નાગોરીવાડ,લીંબું છાપરી આંગણવાડી કેન્દ્ર, નારાયણ સ્કુલ, કામદાર ભવન શક્તિનાથ, પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન, સોન તલાવડી આંગણવાડી કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર-ધોળીકૂઈ, ફલશ્રુતી નગર, દિવ્ય જીવનસંઘ હોલ, સી-ડીવીઝન પોલીસ સ્ટેશન સામે,કસક ગોલ્ડન બ્રીજ આંગણવાડી, મક્તમપુર જુની પોસ્ટ ઓફિસ, નારાયણ હોસ્પિટલ મકતમપુર, સીવીલ હોસ્પિટલ, સ્કાઉટગાઈડ હોલ રૂંગટા સ્કુલની બાજુમાં, રાણા પંચની વાડી ચીંગસપુરા ગોલવાડ, બરાનપુરા સ્કુલ, નિલકંઠ સ્કુલ કલામંદિર સામે,ફાટા તલાવ સેનેટરી વોર્ડ ઓફિસ, આલી માતરીયા તળાવ આંગણવાડી કેન્દ્ર સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે.