The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 218

અંકલેશ્વરના કાપોદ્રા ગામે છોકરી બાબતની તકરાર બની લોહીયાળ,યુવાન પર ચપ્પુના ઘા ઝિંકતા મોત

•૧ વર્ષ પૂર્વે પણ છોકરીના ઘરે જવા બાબતે આ યુવાને માર મરાયો હતો.

અંકલેશ્વરના કાપોદ્રા ગામે ૨૫ વર્ષીય યુવાન સાથે છોકરી સાથે પ્રેમ છે ની શંકાએ થયેલ બોલાચાલી માં યુવાન પર ૭ જેટલા ઇસમોએ ચપ્પુ વડે હૂમલો કરવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.

અંકલેશ્વરના મૂળ રવિદ્રા ગામનો રહેવાસી અને કાપોદ્રા ગામે ભાડાના મકાનમાં રહી નોકરી કરતા ૨૫ વર્ષીય યુવાન સંજય શાંતીલાલ વસવા આજે સાંજે નોકરી ઉપરથી આવી ઘરે જમીને માવો ખાવા પાનના ગલ્લે ગયો હતો. જ્યાંથી પરત આવી ઘરમાં બેઠો હતો.ત્યારે અચાનક ગામના જ સોહીલભાઇ, હરેશ દશરથ,સોમા દશરથ, મયુદ્દીન સલીમ, સતીષ વિજયાભાઇ, સુનીલ ઉસ્તાક અને કેસુર અરવિંદના કુલ ૭ જેટલા લોકોએ ભેગા મળી સંજયના ઘરે ધસી આવી સંજય સાથે ૧ વર્ષ પૂર્વે થયેલ છોકરી બાબતે ઝઘડાની રીશે ફરી બોલાચાલી કરી હતી.

આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સાતેવ જણાએ ભેગા મળી ઉશ્કેરાઇ જઈને સંજય કંઇ સમજે તે પહેલા જ તેના માથામાં ઇંટ મારી સાથે ચપ્પુ વડે ઉપરા છાપરી ઘા ઝિંકી દીધા હતા અને ત્યાર બાદ સંજયને બહાર ફેંકી સંજયના ઘરનાને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.આ ઘટનામાં સંજયને ગંભીર ઇજાઓ પહોંચતા તેના ઘરના તેને ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પીટલ લાવ્યા હતા. જ્યાં હાજર તબીબે સંજયને મૃત જાહેર કર્યો હતો.ઘટનાની ભરૂચ સિવિલ હોસ્પીટલમાંથી વર્ધી જતા અંકલેશ્વર રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નેત્રંગ: બોક્સિંગમાં ગોલ્ડ મેડલ મેળવતી થવા કોલેજની વિદ્યાર્થીની પરમજીત રાઠોડ

નેત્રંગની થવા કોલેજમાં અભ્યાસ કરતી એક દિકરીએ યુનિવર્સિટી કક્ષાએ યોજાયેલી બોક્સિંગની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતાં કોલેજ પરીવારમાં આનંદની સાથે ગૌરવની લાગણી ફરી વળી હતી.

નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ નુતન ગ્રામ વિદ્યાપીઠ કોલેજમાં બી.આર.એસ વિભાગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી રાઠોડ પરમજીતે વીરનર્મદ સાઉથ ગુજરાત યુનિવરસીટી સુરત ખાતે યોજાયેલ બોક્સિંગ સ્પર્ધા મહિલા વિભાગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી થવા બી.આર.એસ કોલેજનું ગૌરવ વધારતા આનંદ લાગણી ફેલાઇ છે.

રાઠોડ પરમજીત એક ગરીબ પરીવાર માંથી આવતી આ દિકરી છેલ્લા ચાર વર્ષથી થવા એકલવ્ય સાધના ઉતર બુનિયાદી આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કર્યો અને બે વર્ષથી થવા કોલેજમાં અભ્યાસ કરી રહી છે. પરમજીત રાઠોડે અત્યાર સુધીમાં નવ જેટલી સ્કુલ ગેઇમ નેશનલ રમી છે.ખેલમહાકુંભમાં છેલ્લા પાંચ વર્ષથી રાજયકક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે.

ભરૂચ ખાતે દિવ્યાંગ બાળકોને રૂ. 8 લાખ 30 હજારનો ચેક અર્પણ કરાયો

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “વિશ્વ દિવ્યાંગ દિવસ”ની ઉજવણીમાં ભરૂચ જિલ્લાના દિવ્યાંગ ભાઈ-બહેનોને દિવ્યાંગતા પ્રમાણપત્ર તથા યુડી આઈડી કાર્ડ મળી રહે તે હેતુથી એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અસ્મીતા વિકાસ કેન્દ્ર, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આજે શુક્રવારના રોજ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.વાય.મંડોરી, સિવિલ સર્જન એસ.આર.પટેલ, અસ્મિતાના પ્રમુખ યશવંતભાઈ, મેનેજિંગ ટ્રસ્ટી સમીરભાઈ, શ્રીમતી ઉષા મિશ્રા- એચઆરહેડ, અદાણી, દહેજ તથા મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સમાજ સુરક્ષા અધિકારી મંડોરી દ્વારા “વિશ્વ દિવ્યાંગ દિન”ની સર્વેને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમણે દિવ્યાંગ ભાઈ-બહેનોને સરકાર દ્વારા સમાજ સુરક્ષા વિભાગ તરફથી મળતી વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી અને દરેક યોજનાઓનો બહોળો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આજે દિવ્યાંગ દિન નિમિતે જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા 83 દિવ્યાંગ બાળકોને રૂ. 10 હજાર લેખે રૂ. 8 લાખ 30 હજારનો ચેક સમાજ સુરક્ષા અધિકારી દ્વારા સંસ્થાના પ્રમુખ, મંત્રીને અર્પણ કરાયો હતો. અદાણી કંપની દહેજ દ્વારા આજે ઉપસ્થિત દિવ્યાંગ લાભાર્થીઓ માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. જિલ્લામાંથી વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થી ભાઈ-બહેનોએ મોટી સંખ્યામાં કાર્યક્રમનો લાભ લીધો હતો.

ગોકુલધામ નાર અને વડતાલ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા 700 થી વધુ દિવ્યંગજનો ને ડોનેટ કરાયા

આજ રોજ વર્લ્ડ ડિસેબિલિટી ના દિવસે ગોકુલધામ નાર અને વડતાલ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા આજ રોજ પ્રોસ્ટેટિક્સ લિમ્પસએ પણ જે 700 થી વધુ દિવ્યંગજનો ને 8 કલાક માં ડોનેશન કરવામાં આવ્યા તદુંપરાંત પ્રોસ્ટેટીક લિમ્પસ 700 દિવ્યાંગ ને ફીટ પણ કરી આપવામાં આવ્યા.

વડતાલ ખાતે લાઈવ વર્લ્ડ રેકોર્ડ અટેમ્પટ કરવામાં આવ્યો હતો આ સમય દરમિયાન અમેરિકા ની ખ્યાતનામ વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન જે વર્લ્ડ રેકોર્ડ કરાવવામાં અગ્રેસર જેના પદાધિકારીઓ સવાર થી જ ત્યાં સ્થળ પર હાજર રહ્યા હતા. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન ના પદાધિકારીઓ એ સંપૂર્ણ તાપસ અને રીવ્યુ કર્યા બાદ હજારો હરિ ભક્તો ની હાજરી માં મહાન સંતોની ઉપસ્થિતિ માં સ્ટેજ પર બંને વર્લ્ડ રેકોર્ડ ના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

વડોદરા મંડળના સિનિયર મંડળ કોમર્શિયલ પ્રબંધકનો કાર્યભાર સંભાળતા શ્રીમતી મંજુ મીણા

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં શ્રીમતી મંજુ મીણાએ સિનિયર મંડળ કોમર્શિયલ પ્રબંધક તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. શ્રીમતી મંજુ મીના ભારતીય રેલવે ટ્રાફિક સેવાના 2007 મેચના વરિષ્ઠ અધિકારી છે.

સરળ અને હળવી બોલતી શ્રીમતી મંજુ મીના અમદાવાદ મંડળ પર આસિસ્ટન્ટ ઓપરેશન પ્રબંધક, મંડળ ઓપરેશન પ્રબંધક અને મંડળ કોમર્શિયલ પ્રબંધક અને ભાવનગર મંડળ પર વરિષ્ઠ મંડળ ઓપરેશન પ્રબંધકના પદ પર કાર્યનો અનુભવ છે.

પદ ગ્રહણ કરતા પેહલા શ્રીમતી મંજુ મીના પશ્ચિમ રેલ્વે મુખ્યાલય ખાતે ડેપ્યુટી ચીફ ઓપરેશન પ્રબંધક તરીકે કાર્ય કરતા હતા.અગાઉ આ પદ પર કાર્યરત ડૉ. જીનિયા ગુપ્તાને પેટા મુખ્ય ઓપરેશન પ્રબંધકની પોસ્ટ પર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

જવાદ વાવાઝોડાની અસર ગુજરાતમાં પણ જોવા મળશે,દ.ગુજરાત દરિયાકિનારે ફૂંકાશે 45થી 55 કિમીની ઝડપે પવન

•માછીમારી નહીં કરવાની સૂચના

બંગાળની ખાડીમાં બની રહેલા દબાણને કારણે ફરીથી વાવાઝોડાનું સંકટ માથા પર મંડરાયુ છે. આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા પર ચક્રવાતી તોફાન આવી રહ્યું છે. બંગાળની ખાડીમાં એક તોફાન આકાર લઈ રહ્યુ છે, જે 4 ડિસેમ્બર એટલે કે શનિવાર સુધી આંધ્રપ્રદેશ, ઓરિસ્સાના દરિયા કિનારે પહોંચી જશે. આ વાવાઝોડાને ‘જવાદ’ નામ આપવામાં આવ્યું છે.45થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાશેઆ વાવાઝોડાની અસર થોડા સમય બાદ ગુજરાતમાં પણ જોવા મળશે.

હવામાન વિભાગ દ્વારા આ જવાદ વાવાઝોડાને લઇને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 45થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે 2 થી 6 ડિસેમ્બર દરમિયાન પવન ફૂંકાઈ શકે છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સમુદ્રમાં રહેલી તમામ બોટોને પણ પરત આવવા સૂચના પણ અપાઈ છે.

રાજયના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ પણ પડ્યો છે. તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ આ સ્થિતિ આગામી 2 દિવસ સુધી રહેવાની છે. 45 થી 55 કીમી/કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટબન્સના લીધે ભરશિયાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી સુરતમાં વરસાદ અને ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે.

લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપતા ગુજરાત રાજ્યના ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના દરિયાકિનારા પર તારીખ 2 ડિસેમ્બર 2021થી 6 ડિસેમ્બર 2021 દરમિયાન 45થી 55 કીમી/કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી આપી છે. જે સંબંધે દરિયામાં કે નજીકના ક્ષેત્રમાં માછીમારી નહીં કરવા સલાહ આપવામાં આવી છે. કોઇપણ બોટ/હોડીઓને માછીમારી માટે ટોકન ઇસ્યુ નહીં કરવા તેમજ દરિયાકાંઠા નજીકના માછીમારો દરિયો ખેડે નહી તે અંગેની જરૂરી સૂચના આપી છે. એટલું જ નહીં હાલ સમુદ્રમાં રહેલી તમામ બોટોને તાત્કાલિક પરત આવવા જણાવવા માટે સંબંધિત અધિકારીઓને આ સૂચના અપાઈ છે.

શિક્ષણ વિભાગે પરિપત્રમાં સુધારો કરી ગણિત મામલે કર્યો નવો ઠરાવ

ગુજરાતના શિક્ષણમંત્રીની મૌખિક જાહેરાત બાદ આજે શિક્ષણ બોર્ડે પરિપત્ર જાહેર કર્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે પરિપત્રમાં જાહેર કરેલા આદેશમાં ધો.૧૦માં બેઝીક અને સ્ટાન્ડર્ડ ગણિત મામલે નિર્ણય લેવામાં આવ્યો છે. જે વિદ્યાર્થી ધોરણ 10માં બેઝીક ગણિત રાખશે તે ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહમાં માત્ર ‘B’ ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે એટલે કે જો બેઝીક ગણિત રાખ્યું હશે તો ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહ માટે ‘A’ અથવા તો ‘AB’ ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે નહીં. અને જો A’ અથવા તો ‘AB’ ગ્રુપમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો પહેલા પૂરક પરીક્ષામાં ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરવી પડશે.

જ્યારે પહેલા ધોરણ 10માં પરીક્ષામાં 2 વિકલ્પ આપવામાં આવે છે જેમાં બેઝિક ગણિત સાયન્સ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ સ્ટારન્ડર્ડ ગણિત વિકલ્પ પસંદ કરી શકે છે. પણ જો કોઈ વિદ્યાર્થી ધોરણ 10માં બેઝિક ગણિત રખાવે અને 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવા ઈચ્છતો હોય તો પહેલાના ઠરાવ અનુસાર તે પ્રવેશ મેળવી શકતો ન હતો. અને જો પાસ થયો હોય તો તેણે જ્યારે ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ માટે જુલાઇ માસની ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા ફરજિયાત આપવી પડતી હતી.

તો ઠરાવ બાદ હવે ધોરણ 10માં બેઝીક ગણિત રાખશે તે ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહમાં માત્ર ‘B’ ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે તેમજ ધોરણ 10માં ગણિત બેઝિકમાં પાસ થનાર વિદ્યાર્થી જો ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રુપમાં જવા ઈચ્છતો હોય તો જુલાઇ માસની પૂરક પરીક્ષા દરમિયાન પરીક્ષા પાસ કરી ઊચા સ્ટાન્ડર્ડમાં પ્રવેશ મેળવી શકશે.

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા વિપક્ષના નેતા બનવાની પ્રબળ સંભાવના

•હાઈકમાન્ડની લીલીઝંડી બાદ સત્તાવાર જાહેરાત થશે

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદે જગદીશ ઠાકોરના નામ પર મહોર મારવામાં આવી છે, જ્યારે વિપક્ષ નેતા પદે સુખરામ રાઠવાની પસંદગી કરાઈ છે. આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હાઈકમાન્ડ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ પદ અને વિરોધ પક્ષના નેતા માટે લાંબા સમયથી અંદરોઅંદર નેતાઓ વચ્ચે ખેચતાણ ચાલી રહી હતી. જેમા ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ સહિતના નેતાઓ પ્રમુખ બનવા માટે લોબિંગ કરી રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના મામલે પ્રભારી રઘુ શર્માથી માંડીને રાહુલ ગાંધી સુધીની બેઠકોનો દોર ચાલ્યો હતો.

રાહુલ ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસના નેતાઓની વન ટુ વન બેઠકમાં મોટા ભાગના નેતાઓએ હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે તો ફરી એકવાર ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ થવાની ચીમકી ઉચ્ચારી હતી. એટલું જ નહીં, કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડવાની ચીમકી ઉચ્ચારી હતી. જેના કારણે કોંગ્રેસ હાઈકમાન્ડ અવઢવમાં પડી ગયા હતા. પરંતુ આખરે તેનો અંત આવી ગયો છે.

ધંધાર્થે સુરત શીફટ થયેલા ભરૂચના યુવાન રેડીમેઇડ ગારમેન્ટના વેપારીનું અકસ્માતમાં મોત

સુરતના ડિંડોલીના સંતોષ પાર્ક સોસાયટી બહાર બુધવારની રાત્રે એક કાર ધડાકા સાથે શોપિંગ કોમ્પલેક્સની આગળની બાજુ અથડાતા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એટલું જ નહીં પણ અકસ્માતના ધડાકાનો અવાજ સાંભળી સ્થાનિકો દોડી આવતા ચાલકને મહા મુસીબતે બહાર કાઢ્યા બાદ પણ બચાવી શક્યા ન હતા. મૃતક યુવરાજ રેડીમેઇડ ગારમેન્ટનો વેપારી હોવાનું અને બે મહિના પહેલા જ ભરૂચથી સુરત વેપાર માટે શિફ્ટ થયો હોવાનું પરિવારે જણાવ્યું હતું.સમગ્ર અકસ્માત CCTVમાં કેદ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકના ભાઈ ભાવેશ રાણાએ જણાવ્યું હતું કે, ભાઈ યુવરાજ દેવેન્દ્રસિંહ રાણા બે મહિના પહેલા જ પત્ની અને બે દીકરીઓ સાથે ભરૂચથી સુરત ડીંડોલીમાં સ્થાયી થયો હતો. ત્યારબાદ ઘર નજીક રેડીમેન્ટ ગારમેન્ટની દુકાન શરૂ કરી હતી. અકસ્માતગ્રસ્ત કાર એની પોતાની હતી. અકસ્માત બાબતે વધારે કશું પણ જાણતા નથી. ઘટનાના લગભગ 4 કલાક બાદ પરિવારને જાણ કરાઈ હતી.જેથી પરિવારમાં શોકનો માહોલ પેદા થયો હતો.

નજરે જોનાર સ્થાનિક યુવકે કહ્યું હતું કે, ખબર નહિ શુ થયું હશે કે, કાર ધડાકા સાથે શોપિંગ કોમ્પલેક્સ આગળ ઘુસી ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળી બધા જ દોડી આવ્યા હતા. કારની બોનેટ આખું ડ્રાઇવર સાઈડમાં ઘુસી ગયુ હતું. જેમ તેમ કાર ચાલકને બહાર કાઢ્યો હતો. જોકે કોઈ સારવાર મળે તે પહેલાં જ એનું મોત નીપજ્યું હતું.

આમોદ તાલુકા પંચાયત ખાતે આછોદ યુથ વિંગ પેનલે નોંધાવી ઉમેદવારી

• આછોદ ગ્રામપંચાયતના સરપંચ સહિતના સભ્યોએ ભર્યા ફોમ કર્યો જીત નો દાવો

હાલમાં સમગ્ર રાજ્યમાં તથા જિલ્લા ભરમાં ગ્રામપંચાયતની ચુંટણીનો જંગ જામ્યો છે. ત્યારે આજરોજ આમોદ તાલુકાના આછોદ ગ્રામપંચાયત માટે આજે આછોદ યુથ વિંગ પેનલના સભ્યોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
દરમિયાન સભ્યો તથા સરપંચ નો ઉત્સાહ વધારવા માટે આછોદ ગ્રામપંચાયત માંથી મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા.

આછોદ ગ્રામપંચાયતના 12 સભ્યો તથા સરપંચ સહિતની તમામ બેઠકો ના ઉમેદવારો સાથે યુથ વિંગ પેનલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન આમોદ તાલુકા પંચાયતમાં મોટી સંખ્યામાં આછોદ ગ્રામપંચાયતના લોકો હાજર રહ્યા હતા.

પેનલના મુખ્ય ઉમેદવાર જકવાન જાલે જણાવ્યું હતું કે ગ્રામપંચાયત લોકો ની દુઆઓ સાથે છે અને હવે ગ્રામપંચાયતમાં યુવા ચેહરા જોવા માંગે છે અને જો અમારી પંચાયત બનશે તો ગ્રામપંચાયતની તમામ સમસ્યાઓ દૂર કરીશુ તેવો હુંકાર કર્યો હતો.

error: Content is protected !!