નેત્રંગ તાલુકાના વિજયનગર ખાતે દિપડાએ દેખા દઈ એક વાછરડાનું મારણ કરવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા સાથે દહેશતનું વાતાવરણ ઉભુ થયું છે.

નેત્રંગ તાલુકાના વિજયનગર-ચીકલોટા ખાતે આવેલ નિશાળ ફળિયામાં રહેતા પશુપાલક રેવાબેન પરસોત્તમભાઈ વસાવાના ઘરના બાજુના ભાગે આવેલ કોઢીયાં માં ગત રાત્રીના સમયે બાંધેલ વાછરડાનું દીપડાએ મારણ કરતા ચકચાર મચી જવા પામી હતી. એકાએક કોઢીયામાં બાંધેલા વાછરડાનું મારણ થવાના પગલે પશુપાલકો સહિત ગ્રામજનોમાં દહેશત ફેલાવા પામી છે.ગ્રામજનો દ્વારા વન વિભાગ દ્વારા સત્વરે પાંજરૂ મુકી દિપડાને પકડવાની માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here