નેત્રંગ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા બદલવા ગામના રમણપરાના જંગલ વિસ્તારના કોતરના ભાગે કુદરતી રીતે ઉગી નિકળેલ આમલીના વૃક્ષને ખેડુતે કપાવીને લાકડાના વેપારીને વેચાણ કર્યુ હતું.
જેમાં ટેંપા નં :- જીજે-૨૩-વી-૧૨૩૪ માં ભરાવીને ફેરાફેરી થઈ હોવાની બાતમી નેત્રંગ વનવિભાગને મળતા નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલ કાંટીપાડા ગામના બસસ્ટેન્ડ પાસેથી વોચ ગોઠવીને ટેંપાને રોકાવી તેની તપાસ હાથધરતાં લાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
નેત્રંગ વનવિભાગે ટેંપો અને લાકડાનો જથ્થો કબ્જે કરીને ખેડુત મેલા રામસિંગ વસાવા (રહે.બામલ્લાકંપની),લાકડાનો વેપારી સોમા બામણીયા વસાવા (રહે.કોચબાર),લાકડાનો વેપારી સુરેશ ઝીણા વસાવા (રહે.કોચબાર) અને મહેશ સોમા વસાવા (રહે.કોચબાર) વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.
•દિવ્યાંગ મિસ્ત્રી.ન્યુઝલાઇન,નેત્રંગ