કચ્છના મુન્દ્રા ખાતેના અદાણી પોર્ટે પરિવહન ક્ષેત્રે એક સિધ્ધી મેળવી છે. ભારતમાં અત્યાર સુધી કોઇ પોર્ટ પર ન લાગર્યુ હોય તેવું વિશાળ જહાજ અદાણી બંદર ખાતે સંચાલીત થયુ છે. APL રેફલ્સ નામનું આ વિશાળ જહાજ CMA CGM શિપિંગ લાઇનના કાફલાના સૌથી મોટા જહાજોમાંનું એક છે. એપીએલ રેફલ્સ – અદાણી સીએમએ મુન્દ્રા ટર્મિનલ પ્રાઈવેટ લિમિટેડ મુન્દ્રા પોર્ટ ખાતે બર્થ થયું છે. આ પ્રકારના વિશાળ જહાજને બર્થ કરવા માટે 16 મીટર ઉંડાઇની જરૂર હોય છે. અદાણી પોર્ટ ખાતે 21 મીટર ઉંડાઇ સુધીની કેપેસીટી સાથે જહાજ ઉતરી શકે તે પ્રકારની વ્યવસ્થા હોવાનુ અદાણી પોર્ટે જણાવ્યું હતું.

APL રેફલ્સ નામાંકિત ક્ષમતા-17,292 કન્ટેનરોની છે, લંબાઈ-397.88 મીટર,પહોળાઈ- 51 મીટર અને મહત્તમ જોઈતી ઊંડાઈ-16 મીટર છે.સિંગાપોર ખાતે રજિસ્ટર્ડ થયેલું આ જહાજ વર્ષ 2013માં બનેલું છે અને આ જહાજની ઊંચાઈ 76.2 મીટર છે. અને સમર DWT (ટન): 176726.9 ટન, તથા કુલ ટનેજ: 169423 અને નેટ ટનેજ: 76852 જેટલું છે. આ જહાજ છેલ્લી સફર પોર્ટ સોહર, ઓમાન કરી હતી અને ત્યાર બાદ તે મુન્દ્રા આવ્યું છે. હવે મુન્દ્રા પોર્ટે પણ સૌથી વધુ કન્ટેનર સાથેનુ જહાજ બર્થ કરી સિધ્ધી મેળવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here