The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ- ભરૂચ દ્વારા સિંગલ વિન્ડો એન્ડ ફેસલેસ સિસ્ટમનો પ્રારંભ

  • બાંધકામને લગતી તમામ પરવાનગીઓ ઝડપી અને સરળતાથી મળી રહે તથા કામગીરીમાં ઝડપ અને પારદર્શિતા લાવવાનો જનહિતલક્ષી નિર્ણય – નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ

 

ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ – જુની કલેકટર કચેરી- ભરૂચ ધ્વારા જનસુવિધાની નવી પહેલ કરતા સિંગલ વિન્ડો અને ફેસલેસ સિસ્ટમ (એકબારી પધ્ધતિ) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનું અનાવરણ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલ તથા મહાનુભાવોના હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં  ભરૂચ – અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ અને ફેસલેસ સિસ્ટમના કારણે બાંધકામને લગતી સુવિધાઓ સરળતાથી પ્રાપ્ત થશે, લોકોનો સમય બચશે અને ડિજિટલ  ઇન્ટરફેસના કારણે ઝડપભેર મંજૂરીઓ અને દસ્તાવેજી સુવિધાઓ આર્શિવાદરૂપ બનશે તેમ જણાવ્યું હતું.

ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા સિંગલ વિન્ડો અને ફેસલેશ સિસ્ટમની શરૂઆત પ્રજાને પારદર્શક પ્રશાસનની પ્રતિતિ થાય તે દિશામાં કામગીરી થઇ હોવાનું જણાવી જાહેરજનતાને બાંધકામને લગતી તમામ પરવાનગીઓ ઝડપી અને સરળતાથી મળી રહે તથા કામગીરીમાં ઝડપ અને પારદર્શિતા લાવવાનો જનહિતલક્ષી નિર્ણય હોવાનું પણ ઉમેર્યું હતું. તેમણે બૌડાની સરાહનીય કામગીરીને બિરદાવી જુના ભરૂચના વિકાસ માટે પોતાની લાગણી વ્યકત કરી હતી.

બૌડાના ચેરમેન અને કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે સિંગલ વિન્ડો અને ફેસલેશ સિસ્ટમ એ ગુડ ગવર્નન્સના આધાર પર તૈયાર કરવામાં આવી છે. આ સિસ્ટમ થકી અરજદારે ટેબલે ટેબલે ફરવાની જરૂરીઆત રહેતી નથી.પોઝીટીવ દિશામાં આ પહેલ કરી રહયા છે. મંજૂરી સરળતાથી મળે તે રીતે આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે અરજદારે અરજી બાબતે કોઇ ટેકનીકલ પૂર્તતા કે કચેરી ધ્વારા રૂબરૂ હાજર રહેવા જણાવેલ હોય તેવા સંજોગોમાં સંબિધત અધિકારી/ કર્મચારીની સિંગલ વિન્ડો સિસ્ટમ પરથી પરવાનગી મેળવ્યા બાદ મુલાકાત કરી શકાશે. અરજદારે અરજી કર્યા બાદ તેની તબકકાવાર માહિતી નોડલ ઓફિસર પાસેથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ અરજીનો નિકાલ થયા બાદ પરવાનગી/ સર્ટિફિકેટ/ પ્રત્યુતર નોડલ ઓફિસર તરફથી રવાના કરવામાં આવશે. તમામ વ્યવસ્થા તેમજ અમલીકરણ માટે નાયબ મામલતદારને નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

નગર નિયોજક- ભરૂચ દ્વારા સિંગલ વિન્ડો અને ફેસલેશ સિસ્ટમ અંગેનું પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે સિંગલ વિન્ડો સિસ્ટમ એન્ડ ફેસલેસ સિસ્ટમનો પ્રારંભ થવાથી બાંધકામ પરવાનગી, પ્લોટ વેલીડેશન સર્ટીફિકેટ, પ્લોટના સબડીવીઝન/ એકત્રીકરણ, બાંધકામ વપરાશ પરવાનગી,૧૨૫.૦૦ ચો.મીથી ઓછા ચો.મી માટે વ્યકિતગત રહેણાંકના બાંધકામની અરજી સ્વીકારવામાં આવશે. આ સુવિધાઓ અંતર્ગત અરજીઓ માટેના જરૂરી અરજી ફોર્મ/ દસ્તાવેજ અને તેના માર્ગદર્શન આપતું પુરાવાઓનું વિગત દર્શાવતું બોર્ડની વ્યવસ્થા કચેરીમાં કરવામાં આવી છે. આ તમામ પ્રકારના અરજીફોર્મ તેમજ તેને લગતું જરૂરી માર્ગદર્શન માટે સંપર્ક એક જ વિન્ડો પરથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. ફરિયાદ માટે પણ આ સિંગલ વિન્ડો સિસ્ટમનો ઉપયોગ થઇ શકશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અરજદારે બાંધકામ પરવાનગી મેળવવા માટેની અરજીફોર્મ ફી રૂા. ૧૦૦/- નકકી કરેલ છે જયારે અન્ય પરવાનગી ફોર્મ તથા તેને સંલગ્ન રાખવાના દરસ્તાવેજી પુરાવા/ બાંહેધરીના તેમજ સોગંદનામાના જોડાણ કચેરીના સિંગલ વિન્ડોના ટેબલ પરથી વિનામુલ્યે ઉપલબ્ધ થશે.

બાંધકામ પરવાનગીની અરજીઓનો નિકાલ સમયમર્યાદામાં થાય તે જરૂરી છે આ અંગે બૌડા કચેરીમાંથી જુદી જુદી પરવાનગી માટે સમયમર્યાદા નકકી કરવામાં આવેલ છે જેમાં બાંધકામ પરવાનગી ( ૧૫ મીટર કરતાં વધુ ઉંચાઇ માટે ) – ૩૦ દિવસ, પ્લોટ વેલીડેશન સર્ટીફિકેટ – ૨૧ દિવસ,  સબડીવીઝન/ એકત્રીકરણ – ૩૦ દિવસ,  બાંધકામ વપરાશ પરવાનગી – ૨૧ દિવસ, ૧૨૫.૦૦ ચો.મીથી ઓછી ચો.મી માટેની બાંધકામ કરવા અંગેની અરજીનો સ્વીકાર-૧૫ દિવસની સમયમર્યાદા નકકી કરવામાં આવેલ છે.

ઇ-નગર હેઠળ બાંધકામ પરવાનગી (૧૫ મીટર કરતાં ઓછી ઉંચાઇ માટે ) તથા સબડીવીઝન/એકત્રીકરણની પરવાનગી માટે ઓનલાઇન અરજી કરવાની સુવિધા શરૂ કરવામાં આવેલ છે.આ પ્રકારની અરજીઓ માટે અરજદારે સરકારશ્રીની વેબસાઇડ enagar.gujarat.gov.in પરથી ઓનલાઇન અરજી કરી શકશે. આ ઓનલાઇન અરજીઓની નિકાલ કરવાની સમયમર્યાદા જેમાં બાંધકામ પરવાનગી ( ૧૫ મીટર કરતાં ઓછી ઉંચાઇ માટે ) – ૨૮ દિવસ, સબડીવીઝન/એકત્રીકરણ માટે- ૨૮ દિવસની નકકી કરવામાં આવેલ છે.

ક્રેડાઇના પ્રમુખ રોહિતભાઇ ચદ્દરવાલા તથા આર્કિટેકટ એસોસીએશનના પ્રમુખ અશ્વિનભાઇ દ્વારા સિંગલ વિન્ડો અને ફેસલેશ સિસ્ટમની શરૂઆત અંગે પોતાના પ્રતિભાવ રજુ કરી આયોજનને બિરદાવી સહયોગની ખાત્રી આપી હતી. પ્રારંભમાં  મુખ્ય કારોબારી અધિકારી જે.ડી.પટેલે ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું.

સિંગલ વિન્ડો અને ફેસલેશ સિસ્ટમ અનાવરણ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમીતભાઇ ચાવડા, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનયભાઇ વસાવા, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીઆ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશભાઇ મિસ્ત્રી, આગેવાન પદાધિકારીઓ, બૌડા કચેરીના અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!