હાંસોટ તાલુકાના બાલોટા ગામના ૩૧ જેટલા ખેડૂતોએ ઝીંગા તળાવ છીનવતા હાલ કાનૂની લડત ચલાવી રહ્યા છે. ૨૦૧૯માં સરકારે માસ્ટર મેપિંગ કરી મેપ તૈયાર કરી કીમ ખાડીથી ૨૦૦થી ૧૨૦૦ મીટર દૂર તળાવ ફાળવણી કરી હતી. સર્વે નંબર ૧૦૪૩ નવો સર્વે નંબર ૯૭૩ માં રી સર્વેમાં ભૂલને કારણે ખોટી માપણી શીટ તૈયાર થતા સમસ્યા સર્જાય છે. બ્રેકીશ વોટર રિસર્ચ સેન્ટર ૨૦૨૦ માં ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા હાઇકોર્ટ પિટિશન દાખલ થતા કીમ ખાડી ના અવરોધો દૂર કરવાનો હુકમ કરાયો હતો.
જ્યારે રી સર્વે માં મેપિંગ ભૂલ થી ઝીંગા તળાવ કીમ નદી ના વહેણ માં દર્શાવતા આવ્યા હતા જેને લઇ ૨૦૧૯ માં ફાળવેલ તળાવ પરત લેવાનો હુકમ તંત્ર એ કર્યો હતો અને તળાવ સી.આર.ઝેડ ઝોનમાં આવી રહ્યા હોવાનું તંત્ર એ જણાવ્યું હતું જે અંગે ખેડૂતો હાઈકોર્ટમાં જતા હાઇકોર્ટ દ્વારા જિલ્લા કલેક્ટર ખેડૂતો સાથે રાખી સ્થળ તપાસ કરી ૧૦ દિવસમાં રિપોર્ટ કરવા હુકમ કર્યો હતો.
જેમાં નાયબ કલેકટર અને ડી.આઈ.આર.એલ. રી સર્વે ના મંજૂરી સાચા ની ખરાઈ સ્થળ તપાસ કર્યા વગર કરી હતી જેને લઇ હવે ખેડૂતો આજીવિકા પ્રશ્ન ઉભો થયો હોવાનો અને તંત્ર ની ભૂલ ને લઇ આ સમસ્યા સર્જાઈ છે. તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું. વધુ માં જીપીસીબી દ્વારા સેટેલાઇટ અને બોઈસેગ દ્વારા સુપર ઇમ્પોજ કર્યું હતું. બોઈસેગ દ્વારા જોતા જે વિસ્તાર સી.આર.ઝેડ માં આવેલો હોવાનું દર્શાવ્યું છે.