ગુજરાત ટેકનિકલ યુનિવર્સીટી દ્વારા આયોજિત પદવીદાન સમારંભમાં ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી કોલેજની છાત્રાએ ગોલ્ડ મેડલ મેળવી કોલેજ તથા ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

ભરૂચની લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નિપુણ પ્રાધ્યાપકોના માર્ગદર્શન હેઠળ ઉચ્ચકક્ષાનું શિક્ષણ મેળવી રહ્યા છે. કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃતિઓ તેમજ અભ્યાસમાં પોતાની નિપુણતા સાબિત કરી કોલેજનું ગૌરવ વધારી રહ્યા છે. ગુજરાત ટેકનિકલ યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં ૧૧મો પદવીદાન સમારંભ ગત ૨૭ જાન્યુઆરીના રોજ યોજાયો હતો. જેમાં લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસીની છાત્રા પટેલ રૂમાના ઇકબાલે કોર્સ ટોપર તરીકે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

છાત્રાને ગોલ્ડ મેડલ મળવા પાછળનો શ્રેય તેમના માતા-પિતા, કોલેજના મેનેજમેન્ટ તથા સ્ટાફ તેમજ છાત્રાએ કરેલો પોતાનો અથાગ પરિશ્રમને આપ્યો છે. સંસ્થાના સમસ્ત ટ્રસ્ટીગણ તેમજ કોલેજના આચાર્ય તેમજ સમસ્ત સ્ટાફગણ તરફથી છાત્રાને શુભેચ્છા પાઠવી તેમની સિદ્ધિને બિરદાવી અભિનંદન પાઠવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here