ગઈ તા.૨૫.૦૧.૨૦૨૨ નાં રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં ધંધુકા શહેરમાં મોઢવાડાના નાકે બે અજાણ્યા ઇસમોએ પૂર્વે આયોજીત કાવતરૂ રચી ફરીયાદી તથા કિશનભાઇ શીવાભાઇ બોળીયાને બાઈક ઉપર પીછો કરી ધંધુકા શહેર મોઢવાડાના નાકે મારી નાખવાનાં ઇરાદે તેમની પાસે રહેલ બંદુકથી બંન્ને ઉપર ફાયરીંગ કરી કિશનભાઇને શરીરે ગંભીર ઇજાઓ કરી તેનું મોત નિપજાવવા મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી.
ધંધુકા પોલીસે આ ગુનાની ગંભીરતા સમજી બનાવ બાબતે તલસ્પર્શી તપાસ કરતા હકીકત જાણવા મળેલ કે મરણજનાર કિશનભાઇ શીવાભાઇ બોળીયા નાઓએ આજથી વીસેક દિવસ પહેલા ફેસબુક સ્ટોરી ઉપર ધાર્મિક લાગણી દુભાવવાનો વિડીયો મુકેલ તે બાબતે કિશનભાઈ વિરુદ્ધ એક મુસ્લિમ યુવકે ફરિયાદ આપતા ધંધુકા પોલીસ મથકે ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો.
હાલમાં બનેલ મર્ડરના ગંભીર ના ગુનાને ધ્યાને લઇ અને મરણજનાર ઉપર દાખલ થયેલ અગાઉના ગુનાને ધ્યાને લઇ જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એલ.સી.બી., એસ.ઓ.જી, તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો ૮ જેટલી ટીમો બનાવી સદર ગુનાનો ઝડપથી ભેદ ઉકેલી સત્વરે આરોપીઓને પકડવા માટે સુચના અને માર્ગદર્શન પૂરું પાડતા આ અજાણ્યા બંને ઈસમો બાબતે ફળદાયક અને સચોટ બાતમી હકીકત મળતા બંનેવ ઈસમો બાબતે તેઓને શોધવા માટે તમામ ટીમોને સુચના આપવામાં આવેલ અને તેઓના છુપાવવાના અને આશરો આપવાના તમામ સ્થળો પર તેઓની શોધખોળ હાથ ધરવામાં આવેલ જેની ફળશ્રુતિ સ્વરૂપે હત્યાના ગુનામાં સામેલ બંનેવ અજાણ્યા ઇસમોને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસે ફાયરીંગ કરનાર સબ્બીરભાઇ ઉફ સાબા દાદાભાઇ જાતે ચોપડા (મુસ્લીમ) ઉ.વ.૨૫,રહે.મલવતવાડા મદીના મસ્જીદ પાછળ ધંધુકા જી.અમદાવાદ અને બાઇક ચલાવનાર ઇસમ ઈમ્તીયાજ ઉર્ફે ઈમ્તુ મહેબુબભાઇ પઠાણ (મુસ્લીમ) ઉ.વ ૨૭ રહે કોઠીફળી ધંધુકા તા.ધંધુકા જી.અમદાવાદને દબોચી પુછરછ કરતા ચોંકાવનારી વિગત બહાર આવી હતી કે આ ગુનામાં સબ્બીરભાઇ ઉફ સાબા દાદાભાઇ જાતે ચોપડા (મુસ્લીમ) ઉ.વ.૨૫ રહે.મલવતવાડા મદીના મસ્જીદ પાછળ ધંધુકા જી.અમદાવાદના કે જે મુસ્લીમ વિચારધારા (કટ્ટર)ધરાવે છે અને હાલ છુટક વેલ્ડીંગ (ફેબ્રીકેશન) કામ કરે છે.તેણે આરોપીઓની સીધી મદદ કરી આ ગુનામાં વપરાયેલ હથિયાર પિસ્ટલ પૂરી પાડનાર ઇસમ મોલાના મહંમદ એયુબ યુસુફભાઈ જાવરાવાલાને પણ ઊંડાણપૂર્વક તપાસ કરી તેને પણ દબોચી લેવામાં આવેલ છે અને હાલ તે બાબતે પણ વધુ પૂછપરછ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે.
હાલમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સદર ગુનામાં ગુનાહિત કાવતરા તથા ગુનાહિત દુષ્પ્રચારમાં સામેલ તમામ ઈસમો બાબતે ઉંડાણપૂર્વક તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે અને તેઓ વિરુદ્ધ તમામ પ્રકારની માહિતી/પુરાવા એકઠા કરી તેઓ તમામ શકમંદ ઇસમોને ઝડપી પાડવા માટે સમગ્ર રાજ્યમાં તપાસ ટીમો રવાના કરી છે.