The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચ તાલુકા ના ઉમરાજ ગામે સોસાયટી વિસ્તારમાં પાણીના સંપનું ખાત મૂહુર્ત કરાયું

ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના વરદ હસ્તે ભરૂચ તાલુકાના ઉમરાજ ગામે લોકભાગીદારીથી અંદાજીત રૂા.૨૬૧.૭૧ લાખના ખર્ચે “નલ સે જલ”ની પાણી પુરવઠા યોજનાનો ભૂમિપૂજનનો કાર્યક્રમ પંચવટી ગાર્ડન ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, લોકોને અપુરતા પાણી, ક્ષારયુક્ત પાણી અને અનિયમિત પાણીની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તી મળે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે, રાજ્ય સરકાર દ્વારા ઉમરાજ ગામના લોકોને કોઈ પણ રીતે પાણીની તકલીફ ન પડે તે માટે નલ સે જલની યોજના દ્વારા રૂા.૨૬૧.૭૧ લાખના ખર્ચે ૩૫૦૦ ઘરોને આ યોજના હેઠળ લાભ મળશે. આ યોજના પુર્ણ થતા ભરૂચ તાલુકાના ઉમરાજ ગામે લોકભાગીદારીના નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત પાણી પુરવઠા યોજના હેઠળ કુલ ૯૦૦૦ થી વધુ વસ્તીને આ યોજનાનો લાભ મળશે.

તેમણે ઉમેર્યું હતું કે, સંવેદનશીલ અને પ્રગતિશીલ રાજ્ય સરકાર દ્વારા નલ સે જલ યોજના દ્વારા આ કાર્યને વર્ષ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાની નેમ ઉપાડી છે, જેના પરિણામે નલ સે જલની આ યોજનાઓ થકી ભરૂચ જિલ્લાને અંતરીયાળ વિસ્તારના લોકોને પણ પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર કાર્યશીલ છે.

જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઇ મિસ્ત્રીએ પ્રાસંગિક ઉદબોધનમાં નલ સે જલ યોજના અંતર્ગત ઉમરાજના લોકોને પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે તેમ જણાવ્યું હતું.

આજે કરાયેલ ભૂમિપૂજનમાં કુલ ૩ ઝોનમાં જેમા ઝોન-૨ અને ઝોન-૩ માં આર.સી.સી, ભૂગર્ભ સમ્પ તેમજ ઝોન-૧ થી ઝોન-૩ માં પીવીસી રાઇઝીંગ, મેઇન વિતરણ, પાઇપ લાઇન, પમ્પીંગ મશીનરી, નવી પાઈપલાઈન, નળ કનેકશન, નવા પમ્પ રૂમ, વીજળીકરણ અને પારદર્શક બોર્ડની કામગીરી હાથ ધરાશે.

આ પ્રસંગે ઉમરાજ ગ્રામપંચાયતના સરપંચ રણજીતભાઈ વસાવા સહિત તમામ સદસ્યો, સોસાયટીના પ્રમુખો, આગેવાનો, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમ બાદ નલ સે જલ અંતર્ગત નંદેલાવ ગામમાં બનતી પાણીની યોજનાના કામોનું નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલે સ્થળ પર જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!