The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 175

ભરૂચ : મત્સ્યપાલનના તળાવ મુદ્દે મૂલેર ગામના આદિવાસી સમાજના આગેવાનોએ પાઠવ્યું આવેદન

કલેકટરાલય ખાતે ભરૂચના મૂલેર ગામની સીમમાં મત્સ્યપાલનના તળાવ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું. મૂલેર ગામના આદિવાસી સમાજના આગેવાનોએ આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યાં અનુસાર મૂલેર ગામની હદમાં ગ્રામ પંચાયતની સર્વે નંબર-39ની જમીન આવેલી છે, જે જમીન પર મત્સ્યપાલનના તળાવોની કામગીરી ચાલી રહી છે. જે જમીન પહેલાથી ખારનો ખરાબો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

આ જમીન પરના કેટલાક ભાગમાં ખેતમજૂર અને કેટલાક માછીમારો માટીના પાળા બાંધી વરસાદનું પાણી રોકી ખેતી કરે છે જે પાકમાં હાલ ટ્રેકટર અને જે.સી.બી ચલાવી મચ્છી તળાવ બાંધવાની કામગીરી ચાલતી હોવાના આક્ષેપ કરાયા છે. આ જમીન પર જે માણસોને મચ્છી તળાવ ફાળવાયા છે તેઓ માછી માર નથી, પરંતુ રાજકીય પીઠબળ ધરાવતા લોકો જ આ મત્સ્યપાલનના તળાવો ઊભા કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ મત્સ્યપાલનના તળાવો માટે ટેન્ડર પ્રક્રિયા બંધ બારણે માનીતી મંડળીને ફાળવી હોવાના આક્ષેપ કર્યા છે. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

શુલપાણેશ્વર વન્યજીવન અભ્યારણમાં સમાવિષ્ટ વનવિભાગની પીપલોદ રેન્જમાં રીંછ જોવા મળ્યું

નર્મદા જિલ્લામાં આવેલા શુલપાણેશ્વરના અભ્યારણ માં વન્યજીવન પ્રાણી રીંછ હોવાના પુરાવા સામે આવ્યા છે.

શુલપાણેશ્વર વન્યજીવન અભ્યારણમાં આવેલા ડેડીયાપાડાના પીપલોદ વનવિભાગની સીમા વિસ્તારમાં આવેલા ધામણમાલ જંગલના ભાગમાં આ રીંછ હોવાના પુરાવા વન વિભાગને મળ્યા છે. નાયબ વન સંરક્ષક નર્મદા તેમજ મદદનીશ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ પીપલોદ રેન્જમાં ધામણમાલ ના જંગલ વિસ્તારમાં વનવિભાગના સ્ટાફ દ્વારા ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવેલા હતા. રીંછના પગની નિશાન તેમજ તેના મળ (હગાર) ને આધારે વન વિભાગ દ્વારા જંગલના અમુક વિસ્તારમાં ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. જે ટ્રેપ કેમેરામાં જંગલ ભાગમાં વસતા વન્ય પ્રાણી રીંછ ના દ્રશ્યો પુરાવા મળી આવ્યા છે.

અંદાજીત પાંચ વર્ષના ઉંમરના વન્ય પ્રાણી રીંછ હોવાનું મનાઈ રહ્યું છે. આ ઉપરાંત અન્ય વન્ય પ્રાણીઓમાં દીપડો, જંગલી મરઘાં, શિયાળ, જંગલી ભૂંડ જેવા પ્રાણીઓ પણ આ કેમેરાઓમાં જોવા મળ્યા છે. પરંતુ લાંબા સમય બાદ આ વિસ્તારમાં રીંછ હોવાના પુરાવા મળ્યા છે. વન વિભાગ દ્વારા આ વન્ય પ્રાણીઓની સુવિધા માટે પાણીની ટાંકી, રીંછને રહેવા માટે રીંછ ગુફા, તેમજ તેના ખોરાક માટે ફળાઉ વૃક્ષોનું વાવેતર જંગલ વિસ્તારમાં કરવામાં આવે છે.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

સુરત પોલીસે ચેકિંગ દરમિયાન 402 છરા પકડાયા

સુરત પોલીસ છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેરમાં જે પ્રકારે પેટ્રોલિંગ અને ચેકિંગ શરૂ કર્યું છે. અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ દરમિયાન 402 જેટલા ઘાતક હથિયારો મળી આવ્યા હતા.

સુરત જિલ્લાના કામરેજ ખાતે ગ્રીષ્મા વેકરીયા હત્યામાં છરો વપરાયો હતો આ સમયે સુરત શહેરમાં પણ અનેક હત્યાઓમાં આ પ્રકારના હથિયારો વપરાયા હતા. સુરત પોલીસ છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેરમાં જે પ્રકારે પેટ્રોલિંગ અને ચેકિંગ શરૂ કર્યું છે. અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ દરમિયાન 402 જેટલા ઘાતક હથિયારો મળી આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

સુરતમાં વધી રહેલી ગુનાખોરીના ધ્યાનમાં અને જેમાં સુરતના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ ચેકિંગ દરમિયાન 402 લોકો પાસેથી પોલીસને ઘાતક અલગ-અલગ પ્રકારના હથીયારો ચપ્પુ તલવાર છરા થી મળી આવ્યા હતા યુવાનો સામાન્ય બાબતમાં આવેશમાં આવી જઇ આ ઘાતક હથિયારો વડે હુમલો કરી લોકોને ઇજા પહોંચાડવા સાથે મોતને ઘાટ ઉતારતા હતા જો કે જે પ્રકારે પોલીસનું પેટ્રોલીંગ દરમિયાન અને ચેકિંગમાં મળી આવેલા હજારોને ધ્યાનમાં રાખી પોલીસે આ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

આજે બેંચ પર બેઠેલા ખેલાડીઓને મળી શકે છે ટીમ ઇન્ડિયામાં મોકો

  • વેસ્ટ ઇન્ડિઝ આબરુ બચાવવા મરણીયું બનશે

Indian Cricket Team T20માં પણ ક્લીન સ્વીપ કરવાનો ઇરાદો રાખશે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં પોતાની આબરુ બચાવવા માટે પ્રથમ જીત નોંધાવવા માટે મરણીયુ બનશે. ભારતે 3 T20 માં બે મેચ જીતીને શ્રેણી પર કબજો કર્યો છે. આવી સ્થિતિમાં આજે વિરાટ કોહલી અને ઋષભ પંતને ટીમમાંથી આરામ આપવામાં આવ્યો છે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ પોતાની પૂરી તાકાત સાથે ઉતરશે. કારણ કે સવાલ તેની એક જીતનો છે, જે તેને આ પ્રવાસમાં અત્યાર સુધી મળી નથી.વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 જીતીને ભારતે આ શ્રેણી જીતી લીધી છે. ઘરઆંગણે ભારતની આ સતત છઠ્ઠી T20 શ્રેણીમાં જીત છે. આ દરમિયાન, ક્રિકેટના ત્રણેય ફોર્મેટને જોડીને ઘર આંગણે સતત 13 મી શ્રેણી જીતી છે. હવે ભારતની નજર આજે વધુ એક ક્લીન સ્વીપ પર રહેશે.

ભારતીય ટીમ પ્લેઈંગ ઈલેવનમાં આજે કેટલાક ફેરફારો સાથે મેદાને ઉતરી કરી શકે છે. આમાં પહેલો ફેરફાર ઓપનિંગ જોડીમાં જોવા મળી શકે છે, જ્યાં ઋતુરાજ ગાયકવાડ રોહિત શર્મા સાથે રમતો જોવા મળી શકે છે. ઋતુરાજે તેની છેલ્લી ટી20 જુલાઈ 2021 માં રમી હતી.ઋતુરાજ ઉપરાંત મિડલ ઓર્ડરમાં વિરાટ કોહલીની જગ્યાએ શ્રેયસ અય્યર રમતા જોવા મળી શકે છે. બીજી તરફ ઈશાન કિશન આજની મેચમાં ઓપનિંગ નહીં કરીને મિડલ ઓર્ડરમાં ઋષભ પંતની જગ્યાએ રમતા જોવા મળી શકે છે અને સાથે જ વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળી રહ્યો છે.

ભારતીય ટીમમાં આજે બોલિંગમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની જગ્યાએ સિરાજ અથવા અવેશ ખાનને રમાડી શકાય છે. બીજી તરફ યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ કુલદીપ યાદવ રમતો જોવા મળી શકે છે. મેનેજમેન્ટ દીપક ચહરના સ્થાને શાર્દુલ ઠાકુરને પણ અજમાવી શકે છે.વેસ્ટ ઈન્ડિઝની વાત કરીએ તો ટીમ જીત માટે બેચેન છે. અને, આ બેચેની દૂર કરવા માટે, તેણી તેના શ્રેષ્ઠ પ્રયાસ કરવા માંગે છે. જો કે બીજી ટી20માં પણ તે પૂરી તાકાત સાથે ઉતરી હતી. અને, સામાન્ય રીતે આજે પણ, તેને એક જ ટીમ સાથે ઉતરતા જોઈ શકાય છે.

અમદાવાદ : શાહીબાગમાં આંગણિયા પેઢીને લૂંટવાનો પ્લાન નિષ્ફળ

  • UPના મૌલાનાનું ષડયંત્ર આવ્યું સામે

અમદાવાદ ગ્રામ્યમાં કિશન ભરવાડની ખુલ્લેઆમ હત્યાની ઘટના બની, ત્યારબાદ વર્ષ 2008માં થયેલા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના તમામ આરોપીઓને સજા પણ સંભળાવી. ત્યારે રાજ્યમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. વાહન ચેકિંગ દરમિયાન ગાંધીનગરની ચિલોડા પોલીસ દ્વારા એક બસમાંથી 4 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાં તેમની વધુ તપાસ કરતા 4 જેટલી પિસ્તોલ તેમની પાસેથી કબજે કરવામાં આવી છે.

આ બાબતે વધુ તપાસ કરતા અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આંગણીયા પેઢી પર લૂંટ ચલાવવાનું આયોજન હતું. સાથે જ કોન્ટ્રાક્ટ અથવા તો ટાર્ગેટ કિલિંગ ની શંકા પોલીસને થઈ રહી છે. સમગ્ર ઘટનાક્રમ બાબતે ગાંધીનગર SP મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી એક આંગણીયા પેઢી પર 2 દિવસ સુધી રેકી કરવામાં આવી હતી અને બસ સ્ટેન્ડ પાસે આંગડિયા પેઢીના લોકોના રૂપિયા અને ભારે મુદ્દામાલ લૂંટવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પૈકી જ તેઓ અમદાવાદ આવી રહ્યા હતા, જ્યારે એક આરોપી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારનો અને બીજો આરોપી અમદાવાદના જુહાપુરા વિસ્તારનો છે.

ગાંધીનગર SP મયુર ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશનો એક મૌલાના 2 મહિના પહેલા ગુજરાતમાં આવીને અમદાવાદ ગ્રામ્યના અનેક વિસ્તારમાં ફર્યા હતા અને મદરેસા તથા સમાજના નામે 3 લાખ રૂપિયાની ઉઘરાણી કરી હતી. જે ઉઘરાણીના રૂપિયા 3 લાખનો ઉપયોગ રિવોલ્વર ખરીદવા માટે કરવામાં આવ્યો હતો અને આ રિવોલ્વરનો ઉપયોગ અમદાવાદની આંગણીયા પેઢીને લૂંટવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આંગણીયા પેઢીને લૂંટ્યા બાદ તેના રૂપિયા ક્યાં વાપરવા તે હજી સુધી સામે આવ્યું નથી.તમામ 4 આરોપીઓના ગાંધીનગર કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મૌલાનાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

અંકલેશ્વરના મીરાં નગર વિસ્તારમાં જુગાર રમતા કામદારને રોકતા માલિક પર હુમલો

  • કાચ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી

અંકલેશ્વર ના સારંગપુર ગામ ખાતે જુગાર રમતા કામદાર ને અટકાવતા માલિક પર કર્યો હિંસક હુમલો કર્યો હતો. સારંગપુર વિસ્તારમાં આવેલ મીરા નગર માં ખુલ્લી જગ્યામાં કામદાર જુગાર રમી રહ્યો હતો. કોન્ટ્રાક્ટર કમ માલિક શૈલેષ સિંગ ઉપર કાચ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ધમકી આપી હતી.

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ ગોપીનાથ રો-હાઉસમાં રહેતા શૈલેષ બજરંગી સિંગ પોતાના સંબંધી ના ઘરે જતા હતા. દરમિયાન મીરા નગર માં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમતા હતા. જેમાં તેના કોન્ટ્રાક્ટમાં કામ કરતો અનદીપસિંગ હરીન્દ્ર સિંગ પણ જુગાર રમતો હતો. જેને જુગાર રમવાનું રોકવા જતાં અચાનક ઉશ્કેરાઈ શૈલેષ સિંગ ઉપર કાચ વડે હુમલો કરી તેને ઇજા પહોંચાડી અપશબ્દો ઉચ્ચારી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જે અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધ્યો હતો.

ઝરવાણી થી માથાસર સુધી બની રહેલા માર્ગનું નિરીક્ષણ કરતા સાંસદ ગીતાબેન રાઠવા

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકા ના ગામડા જેવા કે ઝરવણી થી માથાસર સુધીનું નવો રસ્તો બની રહેલા અને તેની કામગીરી ચાલી રહી છે , તેની નિરીક્ષણ કરવા માટે સાંસદ ગીતાબેન રાઠવા,એ કરી હતી.

ગરૂડેશ્વર તાલુકા ના ઝરવાણી થી માથાસર સુધી અંદાજિત રકમ ૨૯ કરોડ રૂપિયા ના ખર્ચે બનતા રસ્તા નુ છોટા ઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા કામનુ નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપવામા આવી હતી, સાંસદ સાથે જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તડવી, જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઇ તડવી ,જિલ્લા પંચાયત સભ્ય પદમબાબુ તડવી, તાલુકા ભાજપા પ્રમુખ શ્રવણ તડવી, ઝરવાણી સરપંચ સોમાભાઈ વસાવા તથા આગેવાનો સાથે ઊપસ્થિત રહ્યા હતા.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

બીજેપીના પ્રદેશ મીડિયા વિભાગના પ્રવક્તાએ ભરૂચના પત્રકારોની લીધી મુલાકાત

આજરોજ ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા કાર્યાલય, કસક ખાતે જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા  તેમજ મહામંત્રી નીરલભાઈ પટેલના માર્ગ દર્શન હેઠળ પ્રદેશના મીડિયા ડિબેટના પ્રવકતા શૈલેષભાઇ પરમાર તેમજ મીડિયા વિભાગ મધ્ય ઝોનના કનવિનર તેમજ ડિબેટ પ્રવક્તા સત્યનભાઈ કુલાબકર દ્વારા જિલ્લાના પત્રકાર મિત્રોની શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ મહામંત્રી ફતેસિંહ ગોહિલ અને વિનોદ પટેલ પણ હાજરી આપી. મીડિયા વિભાગના પ્રવક્તા શૈલેષભાઇ અને સત્યનભાઈએ ભરૂચના પત્રકારો સાથે ચર્ચા વિચારણા કરી સ્થાનિક મીડિયા સાથે સંકલનમાં પડતી મુશ્કેલીઓ અને  કઈ રીતે ભાજપાના વિકાસના કાર્યોને પ્રચાર પ્રસ થકી વેગ મળે તે બાબતે પત્રકાર મિત્રો સાથે વિચાર વિમર્શ કર્યો હતો. પત્રકાર મિત્રોએ પણ સ્થાનિક મીડિયા કવરેજ માટે સર્જાતી મુશ્કેલીઓ અને તેનો ઉકેલ કઈ રીતે આવે બાબતે ચર્ચા કરી હતી. આ પ્રસંગે અંકલેશ્વરના મીડિયા સેલના કનવીનર ધર્મેન્દ્રભાઈ પુષ્કર્ણા, નેત્રંગ મીડિયા સેલના કનવીનર અતુલભાઈ પટેલ અને હાંસોટના મીડિયા સેલના કનવીનર અશોકભાઈ રાવલ સહિત જિલ્લાના નામાંકીત પત્રકાર મિત્રોએ હાજરી આપી હતી.

ઝઘડિયા: કિશોરી ઉપર થયેલા ગેંગ રેપના ૮ આરોપી ઝડપાયા

ઝઘડિયાના એક ગામમાં 16 વર્ષની આદિવાસી કિશોરીને પૈસાની લાલચ આપી બાઇક ઉપર બેસાડી પરિચિત ધારોલીનો વિશાલ વસાવા ખેતરે લઈ ગયો હતો. જ્યાં કિશોરી સાથે બદકામ કર્યા બાદ તેણે અન્ય 7 મિત્રોને પણ ફોન કરી બોલાવ્યા હતા. આઠેય હવસખોરોએ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે ઝઘડિયા પોલીસ મથકે અપહરણ, દુષ્કર્મ, પોક્સો અને બે આરોપીઓ સામે એટ્રોસિટી એકટની ફરિયાદ દાખલ કરાઈ હતી.

ગંભીર ગુનામાં DYSP ચિરાગ દેસાઈએ તપાસ આરંભી 3 ટીમો બનાવી હતી. જેમાં ધારોલી, મોરતલાવ અને માંડવાથી આઠેય આરોપીઓ વિશાલ વસાવા, કમલેશ વસાવા, કાર્તિક વસાવા, મનોજ વસાવા, ભાવિન વસાવા, અક્ષય વસાવા, મેહુલ પટેલ અને શાહિલ મોગલને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓના કોવિડ ટેસ્ટ, કિશોરીનું મેડિકલ પરીક્ષણ, ઓળખ પરેડ, ફોરેન્સિક અને ટેક્નિકલ તપાસ સાથે પોલીસે આઠેયના રિમાન્ડ મેળવવા તજવીજ આરંભી છે.

આધુનિક યુગમાં પણ માટીના ચૂલા ની છે બોલબોલા..!

  • દેડીયાપાડા નાં ગારદા ગામે માટીના ચૂલા બનાવી વર્ષો જૂની પરંપરાને જીવંત રાખતી આદિવાસી મહિલા

નર્મદા જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકી મહારાષ્ટ્ર રાજ્ય અડીને આવેલા દેડીયાપાડા તાલુકા નું કુદરતની સાનિધ્યમાં ગુંજતું નાનકડું ગામ એટલે ગારદા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર થી શોભતા ગામમાં મુખ્યત્વે આદિવાસીઓની વસ્તી છે.

જેમાં જુદી-જુદી આદિવાસી બોલીઓ તેમજ આદિવાસી રીત રિવાજ, સંસ્કૃતિ, રૂડી પરંપરા, જેવા તમામ બાબતોથી આ વિસ્તાર મોખરે છે, તેમજ અહીંયા નું ભોજન પણ એટલું જ સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોય છે, બહારથી આવનાર પર્યટકો કે સહેલાણીઓ આ વિસ્તારનું નામ લેતાં રહી જાય છે. આદિવાસી પરંપરા થી બનતુ ભોજન જે ખાસ કરીને ચૂલા પર લાકડાના તાપે બનતું સ્વાદિષ્ટ ભોજન આદિવાસી વિસ્તારમાં ખૂબ જ વખણાતું હોય છે, તેવી જ રીતે ગારદા ગામની એક વિધવા મહિલા ભીખીબેન વસાવા જેઓએ વર્ષોથી ચૂલા, અનાજ ભરવા માટે  કોઠી તેમજ માટી માંથી બનતી અલગ-અલગ ચીજવસ્તુઓ (પાત્રો) નું ખૂબ જ સસ્તા ભાવથી વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી આદિવાસી શૈલીનું અને જીવંત રાખવામાં ઉત્તમ કામ કરી રહ્યા છે.

તેમનું કહેવું છે કે આજના સમયમાં લોકો ગેસ કે અન્ય સાધનો વડે ભોજન તૈયાર કરતા હોય છે, પરંતુ આ માટીનાં ચૂલા પર ભોજન બનાવવાથી ભોજનનો સ્વાદ ખૂબ જ ચટાકેદાર હોય છે, વધુમાં તેમણે જણાવ્યું હતું કે માટીના સાધનોનો ઉપયોગ કરવાથી જરૂરી પોષક તત્વો આપણા શરીરને પૂરતા પ્રમાણમાં મળતાં હોય છે, તેમજ બીમારી આપણા શરીરમાં આવતી નથી.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા
error: Content is protected !!