જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આજરોજ નહેરૂ યુવા કેન્દ્ર દ્રારા તાલીમાર્થી બહેનામાં ડિજીટલ વ્યવહારો પ્રત્યે જાગૃતી લાવવા માટે વિશેષ માગદશન શિબીરનું નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ દ્રારા આયોજન કરવામાં આવેલ હતું. જેમાં હાલના સંજોગોમાં સામાન્ય ઓનલાઇન નાંણાકીય વ્યવહારો તથા ઓનલાઇન ખરીદી અને ઓનલાઇન પેમેન્ટ વિષે યોગ્ય પગલા લઇ ઓનલાઇન ફ્રોડથી બચવા અને પોતાના નાણાની સલામતી જાળવવા માટે દિવ્યજીત સીહ ઝાલાએ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા તાલીમાર્થીઓને માહિતગાર કયા હતા.
સ્વાગત પ્રવચન કરતા જેએસએસના નિયામક ઝયનુલ સૈયદે બહેનોને આ માર્ગદર્શન શિબીરના આયોજન વિશે માહિતગાર કયા હતા અને જાગૃત રહી પોતાના અને પોતાના પરીવારના નાણાની સલામતી દાખવવા સૂચન કર્યા હતા. આ કાર્યક્રમમાં જેએસએસના ફિલ્ડ અને લાઇવલીહુડ કોઓર્ડિનેટર ક્રિષ્ણાબેન કઠોલીયા તથા ગીતાબેન સોલંકી તથા નહેરૂ યુવા કેન્દ્રના ડોલીબેન કરાડીયા વગેરે ઉપસ્થિત રહયા હતા. અંતમાં અર્પીતાબેન રાણાએ સૌનો આભાર વ્યકત કર્યા હતો.