• દેડીયાપાડા નાં ગારદા ગામે માટીના ચૂલા બનાવી વર્ષો જૂની પરંપરાને જીવંત રાખતી આદિવાસી મહિલા

નર્મદા જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકી મહારાષ્ટ્ર રાજ્ય અડીને આવેલા દેડીયાપાડા તાલુકા નું કુદરતની સાનિધ્યમાં ગુંજતું નાનકડું ગામ એટલે ગારદા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર થી શોભતા ગામમાં મુખ્યત્વે આદિવાસીઓની વસ્તી છે.

જેમાં જુદી-જુદી આદિવાસી બોલીઓ તેમજ આદિવાસી રીત રિવાજ, સંસ્કૃતિ, રૂડી પરંપરા, જેવા તમામ બાબતોથી આ વિસ્તાર મોખરે છે, તેમજ અહીંયા નું ભોજન પણ એટલું જ સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોય છે, બહારથી આવનાર પર્યટકો કે સહેલાણીઓ આ વિસ્તારનું નામ લેતાં રહી જાય છે. આદિવાસી પરંપરા થી બનતુ ભોજન જે ખાસ કરીને ચૂલા પર લાકડાના તાપે બનતું સ્વાદિષ્ટ ભોજન આદિવાસી વિસ્તારમાં ખૂબ જ વખણાતું હોય છે, તેવી જ રીતે ગારદા ગામની એક વિધવા મહિલા ભીખીબેન વસાવા જેઓએ વર્ષોથી ચૂલા, અનાજ ભરવા માટે  કોઠી તેમજ માટી માંથી બનતી અલગ-અલગ ચીજવસ્તુઓ (પાત્રો) નું ખૂબ જ સસ્તા ભાવથી વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી આદિવાસી શૈલીનું અને જીવંત રાખવામાં ઉત્તમ કામ કરી રહ્યા છે.

તેમનું કહેવું છે કે આજના સમયમાં લોકો ગેસ કે અન્ય સાધનો વડે ભોજન તૈયાર કરતા હોય છે, પરંતુ આ માટીનાં ચૂલા પર ભોજન બનાવવાથી ભોજનનો સ્વાદ ખૂબ જ ચટાકેદાર હોય છે, વધુમાં તેમણે જણાવ્યું હતું કે માટીના સાધનોનો ઉપયોગ કરવાથી જરૂરી પોષક તત્વો આપણા શરીરને પૂરતા પ્રમાણમાં મળતાં હોય છે, તેમજ બીમારી આપણા શરીરમાં આવતી નથી.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here