ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબેરી તેની અનોખી સાહિત્યિક પ્રવૃત્તિ માટે જાણીતી છે. એના જ આવા જ એક શુભ આશયથી રોજે રોજ ઉજવાતો પર્વ છે માતૃભાષા કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીએ એક અનોખી પહેલના રૂપે ભારતી વિદ્યામંદિરના બાળકો સાથે ઉજવ્યો. ગુજરાતી શાળામાં ભણતા આ બાળકોને માતૃભાષાના મહત્વ અને ઉપયોગ વિષે રમૂજી ટુચકા કહી સમજાવ્યા કે આપણાં વ્યક્તિત્વ વિકાસમાં માતા- ગુરૂજનો પછી જોઈ મહત્વનુ યોગદાન હોય તો તે માતૃભાષાનું છે. દરેક મનુષ્ય એક ભાષા તો જાણતો જ હોય. ભાષાનું સ્વરૂપ અને સમજવાની રીત ભલે અલગ અલગ હોય પણ ઉદેશ્ય તો વ્યક્તિને ઉત્તમ કક્ષાનું જ્ઞાન પૂરું પાડવાનો જ હોય છે.
ગ્રંથપાલનું કહેવું બાળકોને એ પણ સમજાવ્યું કે માતૃભાષા કદી કોઇની સાથે પક્ષપાત નથી કરતી અને બીજી ભાષા તમે પ્રત્યે પણ પ્રેમ કેળવાનું જ્ઞાન પરુ પાડે છે. કહેવાય છે કે ગામે ગામે બોલી બદલાય પણ એ બોલીમાં પણ જે તે પ્રદેશની રીતભાત અને લહેકો ઉમેરાય છે આથી પણ માતૃભાષા વધુ મીઠી લાગે છે. ખરેખર તો માતુભાષા એક ધરોહર છે અને એની જાળવણી આવનારી કરવા માટે હવે તો ભગીરથ પ્રયાસ જ કરવા રહ્યા કેમ કે નવી પેઢીના ઘણા બધા બાળકો અને યુવાનો માતૃભાષાથી વિમુખ થઈ રહ્યા છે જે એક ચેતવણી સમાન પણ છે.
એવું ન બને કે માતૃભાષા માત્ર એક સંભારણું ન બની રહે માટે પણ એની જાળવણી માટેના પ્રયત્નોની ગતિ વધારવી રહી. આ એક મહત્વનું સકારાત્મક બની રહેશે પગલું છે.સાચું કહું તો નવી પેઢી માટે આજે સાચવેલી ભાષા આપણી આવનાર બીજી નિતનવી પેઢીને એક અનોખી ભેટ હશે.બાળકને ભલે માતૃભાષા સિવાયના અલગ માધ્યમની શાળામાં ભણવા મૂકો પણ એને એની માતૃભાષાથી અલગ ન કરો ….ન જ કરો.