-
કલક ગામે વાઘોડિયા ખીમદાસ આર્યુવેદિક હોસ્પિટલ દ્વારા નિ શુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારીમાં આયુર્વેદિક ઉકાળા દવાઓનો જનતા ઉપયોગ કરે છે ગ્રામજનોની ચિંતા કરી જંબુસર તાલુકાના કલક ગામે તાલુકા પંચાયત ઉપ પ્રમુખ સંગીતાબેન પટેલ તથા ગામના અગ્રણીઓ દ્વારા વાઘોડિયા સ્થિત ખેમદાસ આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી રામજી મંદિરના પટાંગણમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો.
જેમાં સ્ત્રીરોગ બાળરોગ સર્જરી આંખ કાન ગળા હાડકા વિભાગના એમડી પીએચડી ડોક્ટર નંદકિશોર ડોક્ટર મહાજન ડોક્ટર શ્રીવિશાખે સેવાઓ આપી હતી સદર કેમ્પમાં આશરે બસો જેટલા દર્દીઓએ લાભ લીધો હતો અને જરૂરિયાતમંદને વધુ સારવારની જરૂર હોય તેવા દર્દીઓને મફત વાઘોડિયા હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવશે. આ કેમ્પને સફળ બનાવવા પીઆરઓ કુંતલ પટેલે જહેમત ઉઠાવી હતી. કેમ્પ દરમ્યાન સરપંચ ઇન્દ્રવદનભાઇ લીંબચિયા ગામ અગ્રણીઓ જશુભાઈ પટેલ,કમલસિંહ રાજ સહિતના હાજર રહ્યાં હતાં.
- સંજય પટેલ, ન્યુઝલાઇન, જંબુસર