નેત્રંગ તાલુકા મથકના જીન કમ્પાઉન્ડમાં નાન્દી ફાઉન્ડેશન દ્વારા જીલ્લા કક્ષાની નન્હીકલીઓ માટે તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તુફાન ગેમ્સમાં ૧૨૦ નન્હીકલીઓ સામેલ થશે કે જેઓ બ્લોક નેત્રંગ અને વાલીયામાં એ.એસ.સી કક્ષાની સ્પર્ધામાંથી પસંદ કરવામાં આવી હતી.જેમાં રમતનું કોઇપણ વ્યકિતના જીવનમાં ખુબ મહત્વ રહેલું છે.વિવિધ આઉટડોર રમતો રમવાથી બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ થાય છે.રમત રમવાથી સમુહભાવના અને ખેલદિલી જેવા ગુનોનો વિકાસ થાય છે.નાન્દી ફાઉન્ડેશન દ્વારા ૫૦ મીટરની દોડ, સ્ટેન્ડીંગ જમ્પ, ઇન્ડયુલનસ રન અને સટલ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે દિવસ ચાલનાર તુફાન ગેમ્સમાં બે હીમાં અને સપના અલગ અલગ ટીમો ભાગ લેનાર છે. જેના નામ હીમાં અને સપના રાખવામાં આવ્યા છે. કાર્યક્રમ ની શરૂઆત દીપપ્રાગટય કરી કરવામાં આવી હતી.
દરમ્યાન નન્હી કલીના પોગ્રામ ઓફિસર સંગીતાબેન રથ,વાલીયા આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર હેતલબેન માટીયેડા,નેત્રંગ આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર દમયંતીબેન પટેલ,એડમિન એન્ડ ફાયનાન્સ ઓફિસર નેત્રંગ લોકેશનનાં મોહસીન મુનશી, બી.આર.સી કો ઓર્ડીનેટર હિરેનભાઈ પટેલ,જીલ્લા પંચાયતના સભ્ય વર્ષાબેન દેશમુખ,ભરૂચ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રમુખ બ્રિજેશકુમાર પટેલ,નેત્રંગ તાલુકા સંગઠનમંત્રી મહેશભાઈ વસાવા,જિનના સંચાલક દિલીપભાઈ,નેત્રંગના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ,સભ્ય કિરીટ વસાવા અને સી.એ બહેનો અને આ તુફાન ગેમ્સમાં ભાગ લેનાર નન્હીકલીઓ ઉપસ્થિત રહી હતી.
- દિવ્યાંગ મિસ્ત્રી.ન્યુઝલાઇન,નેત્રંગ