ઝઘડિયાના એક ગામમાં 16 વર્ષની આદિવાસી કિશોરીને પૈસાની લાલચ આપી બાઇક ઉપર બેસાડી પરિચિત ધારોલીનો વિશાલ વસાવા ખેતરે લઈ ગયો હતો. જ્યાં કિશોરી સાથે બદકામ કર્યા બાદ તેણે અન્ય 7 મિત્રોને પણ ફોન કરી બોલાવ્યા હતા. આઠેય હવસખોરોએ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે ઝઘડિયા પોલીસ મથકે અપહરણ, દુષ્કર્મ, પોક્સો અને બે આરોપીઓ સામે એટ્રોસિટી એકટની ફરિયાદ દાખલ કરાઈ હતી.
ગંભીર ગુનામાં DYSP ચિરાગ દેસાઈએ તપાસ આરંભી 3 ટીમો બનાવી હતી. જેમાં ધારોલી, મોરતલાવ અને માંડવાથી આઠેય આરોપીઓ વિશાલ વસાવા, કમલેશ વસાવા, કાર્તિક વસાવા, મનોજ વસાવા, ભાવિન વસાવા, અક્ષય વસાવા, મેહુલ પટેલ અને શાહિલ મોગલને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓના કોવિડ ટેસ્ટ, કિશોરીનું મેડિકલ પરીક્ષણ, ઓળખ પરેડ, ફોરેન્સિક અને ટેક્નિકલ તપાસ સાથે પોલીસે આઠેયના રિમાન્ડ મેળવવા તજવીજ આરંભી છે.