સ્ટેટ મોનિટરિંગ સેલે ઉચ્છદ બાતમીવાળી જગ્યાએ રેડ કરી ઠાકોર ઉર્ફે ભયો પઢીયાર તથા તેની પત્ની ચંપાબેન પઢિયાર વિદેશી દારૂ રોકડ રકમ મોબાઈલ એક્ટિવા સાથે કુલ ૬૨,૪૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા જ્યારે કાહનવા જોષીપુરાના રોહિતભાઈ હરમાનભાઈ વાઘેલા વોન્ટેડ જાહેર કરાયો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરને બાતમી મળેલ કે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે નવી વસાહતમાં રહેતો ઠાકોરભાઈ ઉર્ફે ભાયો પઢીયાર તેના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી તેની પત્ની ચંપા સાથે મળી વિદેશી દારૂનું વેચાણ કરે છે. જે આધારે પંચોના માણસો સાથે ઉચ્છદ નવી વસાહત ખાતે રેડ કરતા ઠાકોર પઢીયાર ના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ની નાની મોટી કુલ ૬૭ નંગ બોટલો કિંમત ૧૬,૭૫૦/- તથા રોકડ રકમ મોબાઈલ ફોન એક્ટિવા મળી કુલ રૂપિયા ૬૨,૪૫૦/- ના મુદ્દામાલ સાથે ઠાકોરભાઈ ઉર્ફે ભાયો હિંમતભાઈ પઢીયાર તથા ચંપાબેન ઠાકોર ભાઇ પઢિયાર ઝડપાઈ જવા પામ્યા હતા.
જ્યારે વિદેશી દારૂનો જથ્થો પુરો પાડનાર રોહિતભાઇ હરમાનભાઈ વાધેલા રહે.કાહનવા જોષીપુરા નાઓ પોલીસ પકડથી દૂર રહેતા પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- સંજય પટેલ, ન્યુઝલાઇન, જંબુસર