• મૂળ હાંસોટના રફીઉદીન કાપડીયાને છેલ્લા શ્વાસ સુધી કારાવાસ

  • સાજીદ મન્સૂરી બૉમ્બ બ્લાસ્ટનો પ્લાન બનાવનાર અને તેને અંજામ આપનાર આતંકીઓ વચ્ચે મહત્વની કડી હતો

  • જંબુસર બાયપાસ ઉપર લુકમાન પાર્ક સોસાયટીમાં ભાડે મકાન લઈ સાજીદ મન્સૂરી અમદાવાદ અને સુરત બ્લાસ્ટને અંજામ આપવા આવ્યો હતો

ભરૂચ પહેલાથી જ આતંકીઓનું આશ્રય સ્થાન રહ્યું છે. અને અમદાવાદ 21 સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ અને સુરતમાં બૉમ્બ પ્લાન્ટમાં પણ ભરૂચમાં તેના તાર જોડાયા હતા. દોષી થરેલા આતંકીઓમાં મૂળ સુરત નો સાજીદ મન્સૂરી જેને ગોધરા કાંડનો બદલો લેવા કટ્ટરપંથીઓની ફોજ ઉભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પાવાગઢની તળેટીમાં આયોજન રૂપે કટ્ટરપંથીઓને તાલીમ પણ અપાઈ હતી.

સુરતથી સાજીદ ભાગ્યા બાદ જયપુરમાં આશરો લીધો હતો જ્યાં બૉમ્બ બ્લાસ્ટની ઘટના બાદ તે ભરૂચ તેની પત્ની સંતાનો અને બાળકો સાથે આવી ગયો હતો. બાયપાસ ઉપર લુકમાન પાર્કમાં સાજીદ મન્સુરીએ સજ્જાદ નામ ધારણ કરી રહેવા લાગ્યો હતો. જ્યાંથી અમદાવાદ-સુરત બૉમ્બ બ્લાસ્ટનો પ્લાન ઘડનાર અને તેને અંજામ આપનાર કટ્ટરપંથીઓની તે મહત્વની કડી હતો. બૉમ્બ ભરેલી વેગન આર પણ તેને ભાડે રાખેલા ભરૂચના મકાન બહાર પાર્ક કરાઈ હતી.

સાજીદ મન્સૂરી ઉર્ફે સલીમ ઉર્ફે સજજાદ ઉર્ફે સાદ ગુલામખ્વાજા મન્સૂરીને ફાંસીની સજા ફરમાંવાઈ છે. બૉમ્બ બ્લાસ્ટમાં મૂળ હાંસોટના અને જે બાદ વડોદરા રહેતા રફીઉદ્દીન સરફુદ્દીન કાપડીયાની બૉમ્બ બનાવવામાં ભૂમિકા હતી. જેને સ્પેશ્યલ કોર્ટે છેલ્લા શ્વાસ સુધી કારાવાસની સજા કરી છે. જ્યારે ભરૂચના મૂળ કંબોલી ગામનો અને સુરત રહેતો મોહંમદ ઝહીર ઐયુબભાઈ પટેલને પુરાવાના અભાવે દોષમુક્ત જાહેર કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here