આત્મજ્ઞાની પૂજ્ય ડોક્ટર નીરુમાં તથા પુજ્ય દિપકભાઈ ના આશીર્વાદ પ્રાપ્ત આપ્તપુત્ર નો સત્સંગ જંબુસર ખાતે યોજાયેલ જેમાં નિલેશભાઈએ ઉપસ્થિતોને મૂંઝવતા પ્રશ્નોનાં સમાધાન મેળવવા જરૂરી માર્ગદર્શન આશીર્વાદ આપ્યાં હતાં.
અંબાલાલ મૂળજીભાઈ પટેલ ભાદરણ ગામના જેઓને જૂન ઓગણીસો અઠ્ઠાવનમા સુરતના પ્લેટફોર્મ પર આધ્યાત્મનું અદ્ભુત આશ્ચર્યરુપ એક કલાકમાં વિશ્વદર્શન લાદ્યુ હતું અને જગતના તમામ આધ્યાત્મિક પ્રશ્નોના સંપૂર્ણ ફોડ પડ્યા અને એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે અન્યને પણ જ્ઞાન પ્રયોગથી પ્રાપ્ત કરાવી આપતા એ પરમ પૂજ્ય દાદા ભગવાન હું પોતે ભગવાન નથી મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાન છે. વેપારમાં ધર્મ ઘટે ધર્મમાં વેપારના ઘટે આમ દાદાશ્રી ગામેગામ દેશવિદેશ પરિભ્રમણ કરી મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતા દાદાએ પોતાની હયાતીમાં પૂજ્ય ડોક્ટર નીરુમાને જ્ઞાન સિદ્ધિ આપેલ ત્યારબાદ પૂજ્ય દીપકભાઇ દેસાઇ ને સત્સંગ કરવા માટે સિદ્ધિ આપેલ તે જ રીતે પુજ્ય દિપકભાઈ ના આશીર્વાદ પ્રાપ્ત આપ્તપુત્ર નિલેશભાઇનો સત્સંગ કાર્યક્રમ જંબુસર શહેરના શ્રીકૃષ્ણના મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો.
જેમાં જીવનમાં સુખ શાંતિ આનંદ કેમ અનુભવાતાં નથી મોક્ષ એટલે શું ચિંતા અને ટેન્શન વગરનું જીવન શક્ય છે જીવન કેવી રીતે જીવવું આત્મસ્વરૂપ અને અહંકાર સહિતના મનુષ્યને મૂંઝવતા પ્રશ્નોનાં સમાધાન અંગે ઉપસ્થિતોને સમજાવ્યું હતું. તથા આગામી બાર અને તેર માર્ચના રોજ પૂજ્ય દીપકભાઇ ના સાંનિધ્યમાં વડોદરા ખાતે પ્રશ્નોતરી સત્સંગ અને જ્ઞાન વિધિ રાખવામાં આવી હોય સૌએ લાભ લેવા જણાવ્યું હતું. જંબુસર ખાતે યોજાયેલા સત્સંગ કાર્યક્રમમાં હિતેન્દ્રસિંહ ઠાકોર રાજેન્દ્રભાઇ ચૌહાણ પુનમભાઈ પટેલ સહિત ગાયત્રીનગર અવધૂત નગર હાઉસિંગ સોસાયટીના રહિશોએ લાભ લીધો હતો.
- સંજય પટેલ, ન્યુઝલાઇન,જંબુસર