-
કાચ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી
અંકલેશ્વર ના સારંગપુર ગામ ખાતે જુગાર રમતા કામદાર ને અટકાવતા માલિક પર કર્યો હિંસક હુમલો કર્યો હતો. સારંગપુર વિસ્તારમાં આવેલ મીરા નગર માં ખુલ્લી જગ્યામાં કામદાર જુગાર રમી રહ્યો હતો. કોન્ટ્રાક્ટર કમ માલિક શૈલેષ સિંગ ઉપર કાચ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ધમકી આપી હતી.
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ ગોપીનાથ રો-હાઉસમાં રહેતા શૈલેષ બજરંગી સિંગ પોતાના સંબંધી ના ઘરે જતા હતા. દરમિયાન મીરા નગર માં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમતા હતા. જેમાં તેના કોન્ટ્રાક્ટમાં કામ કરતો અનદીપસિંગ હરીન્દ્ર સિંગ પણ જુગાર રમતો હતો. જેને જુગાર રમવાનું રોકવા જતાં અચાનક ઉશ્કેરાઈ શૈલેષ સિંગ ઉપર કાચ વડે હુમલો કરી તેને ઇજા પહોંચાડી અપશબ્દો ઉચ્ચારી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જે અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધ્યો હતો.