આજરોજ ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા કાર્યાલય, કસક ખાતે જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા તેમજ મહામંત્રી નીરલભાઈ પટેલના માર્ગ દર્શન હેઠળ પ્રદેશના મીડિયા ડિબેટના પ્રવકતા શૈલેષભાઇ પરમાર તેમજ મીડિયા વિભાગ મધ્ય ઝોનના કનવિનર તેમજ ડિબેટ પ્રવક્તા સત્યનભાઈ કુલાબકર દ્વારા જિલ્લાના પત્રકાર મિત્રોની શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ મહામંત્રી ફતેસિંહ ગોહિલ અને વિનોદ પટેલ પણ હાજરી આપી. મીડિયા વિભાગના પ્રવક્તા શૈલેષભાઇ અને સત્યનભાઈએ ભરૂચના પત્રકારો સાથે ચર્ચા વિચારણા કરી સ્થાનિક મીડિયા સાથે સંકલનમાં પડતી મુશ્કેલીઓ અને કઈ રીતે ભાજપાના વિકાસના કાર્યોને પ્રચાર પ્રસ થકી વેગ મળે તે બાબતે પત્રકાર મિત્રો સાથે વિચાર વિમર્શ કર્યો હતો. પત્રકાર મિત્રોએ પણ સ્થાનિક મીડિયા કવરેજ માટે સર્જાતી મુશ્કેલીઓ અને તેનો ઉકેલ કઈ રીતે આવે બાબતે ચર્ચા કરી હતી. આ પ્રસંગે અંકલેશ્વરના મીડિયા સેલના કનવીનર ધર્મેન્દ્રભાઈ પુષ્કર્ણા, નેત્રંગ મીડિયા સેલના કનવીનર અતુલભાઈ પટેલ અને હાંસોટના મીડિયા સેલના કનવીનર અશોકભાઈ રાવલ સહિત જિલ્લાના નામાંકીત પત્રકાર મિત્રોએ હાજરી આપી હતી.