કલેકટરાલય ખાતે ભરૂચના મૂલેર ગામની સીમમાં મત્સ્યપાલનના તળાવ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું. મૂલેર ગામના આદિવાસી સમાજના આગેવાનોએ આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યાં અનુસાર મૂલેર ગામની હદમાં ગ્રામ પંચાયતની સર્વે નંબર-39ની જમીન આવેલી છે, જે જમીન પર મત્સ્યપાલનના તળાવોની કામગીરી ચાલી રહી છે. જે જમીન પહેલાથી ખારનો ખરાબો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ જમીન પરના કેટલાક ભાગમાં ખેતમજૂર અને કેટલાક માછીમારો માટીના પાળા બાંધી વરસાદનું પાણી રોકી ખેતી કરે છે જે પાકમાં હાલ ટ્રેકટર અને જે.સી.બી ચલાવી મચ્છી તળાવ બાંધવાની કામગીરી ચાલતી હોવાના આક્ષેપ કરાયા છે. આ જમીન પર જે માણસોને મચ્છી તળાવ ફાળવાયા છે તેઓ માછી માર નથી, પરંતુ રાજકીય પીઠબળ ધરાવતા લોકો જ આ મત્સ્યપાલનના તળાવો ઊભા કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ મત્સ્યપાલનના તળાવો માટે ટેન્ડર પ્રક્રિયા બંધ બારણે માનીતી મંડળીને ફાળવી હોવાના આક્ષેપ કર્યા છે. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.