નર્મદા જિલ્લામાં આવેલા શુલપાણેશ્વરના અભ્યારણ માં વન્યજીવન પ્રાણી રીંછ હોવાના પુરાવા સામે આવ્યા છે.

શુલપાણેશ્વર વન્યજીવન અભ્યારણમાં આવેલા ડેડીયાપાડાના પીપલોદ વનવિભાગની સીમા વિસ્તારમાં આવેલા ધામણમાલ જંગલના ભાગમાં આ રીંછ હોવાના પુરાવા વન વિભાગને મળ્યા છે. નાયબ વન સંરક્ષક નર્મદા તેમજ મદદનીશ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ પીપલોદ રેન્જમાં ધામણમાલ ના જંગલ વિસ્તારમાં વનવિભાગના સ્ટાફ દ્વારા ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવેલા હતા. રીંછના પગની નિશાન તેમજ તેના મળ (હગાર) ને આધારે વન વિભાગ દ્વારા જંગલના અમુક વિસ્તારમાં ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. જે ટ્રેપ કેમેરામાં જંગલ ભાગમાં વસતા વન્ય પ્રાણી રીંછ ના દ્રશ્યો પુરાવા મળી આવ્યા છે.

અંદાજીત પાંચ વર્ષના ઉંમરના વન્ય પ્રાણી રીંછ હોવાનું મનાઈ રહ્યું છે. આ ઉપરાંત અન્ય વન્ય પ્રાણીઓમાં દીપડો, જંગલી મરઘાં, શિયાળ, જંગલી ભૂંડ જેવા પ્રાણીઓ પણ આ કેમેરાઓમાં જોવા મળ્યા છે. પરંતુ લાંબા સમય બાદ આ વિસ્તારમાં રીંછ હોવાના પુરાવા મળ્યા છે. વન વિભાગ દ્વારા આ વન્ય પ્રાણીઓની સુવિધા માટે પાણીની ટાંકી, રીંછને રહેવા માટે રીંછ ગુફા, તેમજ તેના ખોરાક માટે ફળાઉ વૃક્ષોનું વાવેતર જંગલ વિસ્તારમાં કરવામાં આવે છે.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here