-
રેત માફિયા દ્વારા ગેરકાય્દેસર કરાય છે ખનન
ભરૂચના નાંદ ગામે સરપંચ અને ડે.સરપંચ દ્વારા ખેત તલાવડી તોડી ગોચરની જ્ગ્યા માં રસ્તો આપી ખેત માફીયાઓ સાથે મીલાપીપણું કરી નદીમાં ગેરકાયદેસર પુલ બનાવડાવ્યાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરી કસુરવારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું હતું.
નાંદ ગામના ગ્રામજનોના જણાવ્યાનુસાર નાંદ ગ્રામપંચાયતના હાલના સરપંચ અને ડે.સરપંચે તલાટીને વિશ્વાસ માં લીધ વિના જ પોતાનિ મનમાની કરી હોદ્દાનો દુરપયોગ કરી ગામની સીમમાં ખેત તલાવડી તોડી,ગોચરમાં રસ્તો આપી રેત માફીયાઓ સાથે સીધી રીતે તોડ કરી નદી ઉપર ગેરકાયદેસર મોટા પત્થર નાંખી માટી પુરી અને નદીને બે ભાગમાં વહેચી નાંખી છે. જેના પગલે કચરો એકઠો થતાં નદીનું પાણી પણ પ્રદુષિત થવાના કારણે માનવ અને પશુના સ્વાસ્થય માટે હાનીકારક હોય તેમજ ગોચરની જ્ગ્યા આપી પશુઓનો ધાસચારો છીનવવાનું કૃત્ય આચરેલ છે. જેમને તાત્કાલીક અસરથી આ હોદ્દા ઉપરથી દુર કરી તેમની સામે શિક્ષાત્મક પગલા ભરાય તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.