અંકલેશ્વર ખાતે ગત તા.૨૦/૨૧મીની રાતે યોજાયેલ લોક્ડાયરામાં રૂપિયાની છોળો વચ્ચે હવામાં ફાયરીંગ કરનાર કેસમાં રૂરલ પોલીસે બે આરોપીઓને ગણત્રીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
અંક્લેશ્વર રૂરલ પોલીસે તા.૨૦/૦૨/૨૦૨૨ ની રાત્રીના આશરે કલાક ૨૨/૩૦ થી તા.૨૧/૦૨/૨૦૨૨ કલાક ૦૧/૩૦ દરમ્યાન કાપોદ્રા ગામની સીમમાં રૂષીકુળ ગૌધામ ખાતે આ કામના આરોપી વિક્રમભાઈ હરીભાઈ શીયાલીયાએ પોતાના કબ્જા ભોગવટાના રિવોલ્વરથી રૂષિકુળ ગૌધામ કાપોદ્રાના ખુલ્લા કમ્પાઉન્ડમાં લોકડાયરાના કાર્યક્રમ દરમ્યાન પોતાની તથા બીજાઓની જીંદગી અને શારીરીક સલામતી જોખમમાં મુકાઈ તે રીતે આરોપી દેવસીભાઈ ભીમાભાઈ સોલંકીનાઓ પાસેથી પરવાનાવાળી રિવોલ્વર લઇ હવામાં ફાયરીંગ કરી હથીયારનો દુર્પયોગ કરી ગુન્હો કરેલ જે ગુનામાં ફાયરીંગ કરનાર આરોપી તથા ગુનામાં વાપરેલ રિવોલ્વર આપનાર આરોપી વિક્રમભાઈ હરીભાઈ શીયાળીયા રહે.મોમાઈકુપા ભોમેશ્વર પ્લોટ નં.૬ રેલ્વે ફાટકની સામે જામનગર રોડ,રાજકોટ, દેવસીભાઈ ભીમાભાઈ સોલંકી રહે. મુળ આજોઠા વાડી વિસ્તાર તા. વેરાવળ જી. ગીરસોમનાથ હાલ રહે. કાપોદ્રા રૂષિકુળ ગૌધામ ને.હા.નં. ૪૮ રીલાયન્સ પેટ્રોલપંપની પાછળ કાપોદ્રા તા.અંકલેશ્વર જી. ભરૂચની અટકાયત કરી તેમની પાસેથી ૩૨ NP બોર રીવોલ્વર કિ.રૂ.૮૫,૦૦૦/- તથા ત્રણ ખાલી કારતુસ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.