૩ વર્ષથી કોરોના ને કારણે બંધ આદિવાસી સમાજના કુળદેવી ગણાતા યાઃમોગી પાંડોરી માતાજીના મંદિરે ભરાતા ભાતીગળ મેલા જે શિવરાત્રીના દિવસે થી શરૂઆત થાય છે અને પાંચ દિવસ ચાલે છે. આ પાંચ દિવસ દરમ્યાન પાંચલાખ કરતા પણ વધારે ભક્તો દર્શનાર્થે આવે છે. ત્યારે 200 સ્થાનિક વેપારીઓ અને 100 જેટલા બહાર થી આવનારા વેપારીઓ ને પણ સારી આવક થતી હોય છે એટલે આ મેળો ભક્તિ સાથે આર્થિક રીતે પણ જરૂરી હોય છતાં સરકારી આધિકારીઓને 5 દિવસની ડ્યુટી લાગે એટલે પોતાના હિસાબે કોરોના ના બહાના હેઠળ મેળો રદ કરી આયોજન કરી દીધું.
પરંતુ લાખો ભકતોની શ્રદ્ધાનું શુ લાખો ભક્તો ત્રણ વર્ષથી પોતાની બાધાઓ પુરી નથી કરી શક્ય પોતાની મન્નત નથી માની શક્યા તમામ બાબતો ને લઈને ભક્તો નો રોષ હોય દિવ્યભાસ્કર અખબારે 5 કરોડ થી વધુના નુકસાની ની વાત પણ કરી હતી આ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો એટલું જ નહીં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય મહેશ વસાવા સહિતના આગેવાનો એ પણ વિરોધ ઉઠાવ્યો હતો. જેથી રાજ્ય સરકારે આ મેળા માટે લીલો ઝંડી આપતા આખરે પ્રાંત ડેડીયાપાડા કચેરી ખાતે મેળાના આયોજન ની તૈયારી માટે મિટિંગ બોલાવી આયોજન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં આ વર્ષે દેવમોગરા માતાજીની સ્નાન વિધિમાં-ખુલ્લામાં સ્થળની ક્ષમતાના મહત્તમ 75% વ્યક્તિઓ જયારે બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાના મહત્તમ 50% ની મર્યાદામાં વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે. તેમજ દેવમોગરા માતાજીના દર્શનનો સમય 24 કલાક સુધીનો રાખવા, ત્રણેય ગેટ પાસે આવનાર શ્રધ્ધાળુઓ માટે થર્મલ ગન, હેન્ડ સેનેટાઇઝર્શની સુવિધા તેમજ સોશીયલ ડિસ્ટન્સિંગ, માસ્ક ફરજિયાત પહેરવા તથા અન્ય કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા ટ્રસ્ટી / સરપંચને જરૂરી સુચનો કર્યા હતાં.
કોઈ રાત્રી રોકાણ કરશે નહિ મંદીરના કંપાઉન્ડમાં આવેલી દુકાનો સવારે 5 કલાકથી રાત્રે 11 કલાક સુધી ખુલ્લી રાખવાની સાથે મેડીકલ ટીમની વ્યવસ્થા કરવાની રહેશે. પોલીસ વિભાગ ધ્વારા પોલીસ બંદોબસ્ત પૂરતા પ્રમાણમાં રાખવા, કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેની તકેદારી રાખવા, DGVCL-સાગબારાને સ્ટ્રીટ લાઇટમાં વધારો કરવાની જરૂરી સૂચના આપી હતી.